ગુજરાતમાં આગ લાગવાની ઘટનાઓ થોડાક મહિનાઓથી વધુ સામે આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. આજે અમદાવાદમાં આગ લાગવાની ઘટના સામે આવી. અમદાવાદના સાંજના સમયે SG હાઈવે પર આવેલા ગણેશ મેરિડીયનમાં આગ લાગી હતી. કારગિલ ક્રોસ રોડ પાસે આવેલ ગણેશ મેરિડીયન બિલ્ડીંગમાં આગ લાગવાના કારણે અફરાતફરી મચી ગઈ હતી. જોકે તો ઘટનાની જાણ થતા જ ફાયરની ચાર ગાડીઓ ઘટના સ્થળે જવા રવાના થઇ ગઈ હતી. તેમજ હાલમાં આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો થઇ રહ્યા છે.
આ પણ વાંચો ;ધરતીકંપ / હિમાચલ પ્રદેશમાં માં ફરી ભૂકંપ આવ્યો , 3.4ની તીવ્રતા નોંધાઈ
આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો ફાયર બ્રિગેડ દ્વારા થઇ રહ્યા છે. મહત્વનુ છે કે આગ લાગવાનું કારણ શોર્ટ સર્કીટ હોવાનું સામે આવ્યું છે. આપનેજણાવી દઈએ કે કોમર્શિયલ બિલ્ડીંગમાં આગ લાગવાના કારણે અંદર ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. લોકોને આગથી બચવા છત પર લોકો જતા રહ્યા છે. તો ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તેમને બચાવવાના પ્રયત્નો થઇ રહ્યા છે.
આ પણ વાંચો ;સર્વદળીય બેઠક / સર્વપક્ષીય બેઠકમાં PM મોદી હાજર ન રહ્યા,વિપક્ષે પુછ્યું વડાપ્રધાન કેમ ન આવ્યા?
મળેલી માહિતી પ્રમાણે ગણેશ મેરિડીયનના સી-બ્લોકના બેઝમેન્ટમાં તેમજ સાતમાં અને આઠમાં માળે આગ લાગી હતી. જ્યારે આજે અમદાવાદમાં આગનો આ બીજો બનાવ છે.