હિમાચલ પ્રદેશમાં અચાનક જ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેમાં અચાનક ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. મળતી માહિતી મુજબ તેનું કેન્દ્ર શિમલાથી 45 કિમી દૂર મંડીમાં નોંધાયું. તેમજ ભૂકંપની તીવ્રતા 3.4 માપવામાં આવી છે. સદનસીબે કોઈ જાનહાની કે જાનહાનિ થઈ નહતી. આ સાથે જ ભૂકંપના આંચકા અનુભવાયા બાદ વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ સતર્ક થતું જોવા મળી રહ્યું છે .
મહત્વનુ છે કે આ પહેલા 24 નવેમ્બરે હિમાચલ પ્રદેશમાં 24 કલાકમાં ચાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેમજ હિમાચલ પ્રદેશમાં આ દિવસોમાં ભૂકંપની ઘટનાઓ વધી છે. જે અંતર્ગત19 નવેમ્બરે મંડી જિલ્લામાં બપોરે 12.01 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.4 હતી.
આ પણ વાંચો :કોરોના / અભિનેત્રી કાજોલની બહેન તનિષા મુખર્જી કોરોના સંક્રમિત
મળતી માહિતી મુજબ, આ મહિનામાં હિમાચલમાં 28 દિવસમાં 12 વખત ભૂકંપ આવ્યો છે. સિમલામાં સૌથી વધુ 4 વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. કિન્નૌરમાં ત્રણ વાર, ચંબામાં 2 વાર, મંડી અને કાંગડામાં એક-એક વાર ભૂકંપ આવ્યો છે. જ્યારે 15 નવેમ્બરે હિમાચલમાં એક જ દિવસમાં બે જિલ્લામાં ભૂકંપ આવ્યો હતો.
હિમાચલના ચંબા, મંડી અને શિમલાને ભૂકંપ માટે સૌથી વધુ સંવેદનશીલ માનવામાં આવે છે. આનો સમાવેશ ચાર અને પાંચ ઝોનમાં કરવામાં આવ્યો છે. જ્યારે હિમાચલના ચંબા જિલ્લામાં સૌથી વધુ ભૂકંપ આવે છે. 1905માં કાંગડામાં મોટો ભૂકંપ આવ્યો હતો. દાવો કરવામાં આવે છે કે 20 હજાર લોકોએ જીવ ગુમાવ્યા હતા. તે જ સમયે, 1975 માં કિન્નૌર જિલ્લામાં મોટો ભૂકંપ આવ્યો હતો.
આ પણ વાંચો ;vitamin D / અહીં જાણો, સુર્યના કિરણોથી થઇ શકે વજન ઓછું
