Mahesana News: મહેસાણામાં (Mahesana) અભિનવ બંગ્લોઝમાં ફટાકડા (Bursting Crackers) ફોડવાની બાબતે બે પાડોશી વચ્ચે બબાલ થતા ફાયરિંગ (Firing) કરવામાં આવ્યું હતું, તેમજ 70 વર્ષની વૃદ્ધ મહિલાનું નીચે પટકાતા મોત નિપજ્યું હતું તેમજ અન્યા બે લોકો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મહેસાણામાં વાઈડ એંગલ થિયેટર પાછળ આવેલ અભિનવ બંગ્લોઝમાં ફટાકડા ફોડવા બાબતે વાતાવરણ ગરમાયું હતું, જેમાં વિવાદ વકરતા ફાયરિંગ કરવામાં આવ્યું હતું, પરિણામે મૃતક સુધાબેન રાણાને ગોળી વાગતા મોત નિપજ્યું હતું. ફાયરીંગની ઘટના અને બબાલમાં બે લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
મળતી વિગતો મુજબ આ માથાકૂટમાં બે પાડોશી વચ્ચે ઝપાઝપી અને મારામારી પણ થઈ હતી. વૃદ્ધાને ધક્કો વાગતા તેઓ પડી ગયા હતા. હોસ્પિટલ લઈ જવાતા તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરી કરી છે.
આ પણ વાંચોઃવડોદરામાં આડેધડ ફટાકડા ફોડી વિસ્તારને બાનમાં લીધો
આ પણ વાંચોઃઆણંદમાં જાહેરમાં પ્રતિબંધિત ફટાકડા ફોડતા ફાયરકર્મીઓનો વીડિયો વાયરલ
આ પણ વાંચોઃદિવાળીમાં ફટાકડા ફોડવા મામલે બબાલ થતા ત્રણ લોકોની હત્યા