સમસ્યા/ હાલોલ GIDCનાં 700 યુનિટો બંધ : પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગનાં યુનિટો પર મહાસંકટ : હજારો કામદાર બેરોજગાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના પ્રયાસોમાં સાથે ઉભા રહેલા ઉધોગપતિઓના માથે જ સંકટ 700 જેટલા યુનિટોનાં માલિકો કરોડોના દેવાઓમાં ડૂબશે.

Top Stories Gujarat Others
હાલોલ GIDC

ગુજરાતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગે વારંવાર બદલાતા નિયમોના પગલે હાલોલ GIDC ખાતે આવેલ અંદાઝે 700 જેટલા યુનિટો બંધ થાય એવા એધાણોના પગલે હાહાકાર પ્રસરી જવા પામ્યો છે. એટલા માટે કે મહિલાઓ સહિત અંદાઝે 75 હજારથી વધુ કામદારોને રોજગારીઓ આપનારા સ્મોલ સ્કેલ યુનિટો બંધ થઈ જાય તો હજારો લોકો રોજગારીઓ વગરના બેકાર થઈ જશે. જેનો ભય ગરીબ કામદારોના પરિવારોમાં પ્રસરી જવા પામ્યો છે. તો સાથોસાથ આ પ્લાસ્ટિક યુનિટોના માલિકો પણ આર્થિક દેવાઓમાં ડૂબી જશે નો ડર ફેલાય ચુક્યો છે. આ યુનિટો બંધ થવાથી સરકારને પણ કરોડોની આવક ગુમાવવી પડશે, એ પણ એક હકીકત છે. હાલોલ GIDC

હાલોલ

પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગનાં યુનિટો પર મહાસંકટ ગુજરાત સરકાર દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રુલ્સ-2016ના કેરીબેગ્સમાં માઈક્રોનમાં વારંવાર થતાં વધારામાં (20 માઈક્રોનથી 120 માઈક્રોન)ના પગલે હાલોલ જી.આઇ.ડી.સીમાં દેશના સૌથી મોટા સ્મોલ સ્કેલ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગનાં અંદાજે 700 જેટલા યુનિટો ઉપર મહાસંકટ ઘેરાયું છે. જો આ યુનિટો બંધ થાય તો રાષ્ટ્રીય સંપતિને અંદાજે 700 કરોડનું નુકસાન થાય એમ છે. 75 હજાર કર્મચારીઓ 50% મહિલાઓ સામેલ આ યુનીટોમાં કામ કરતા કારીગરો તેમજ પેકિંગ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા અંદાજે 75 હજાર ઉપરાંત કર્મચારીઓ કે જેમાં 50% મહિલાઓ સામેલ છે. આ તમામ રોજગારીઓ ગુમાવે એવી પરિસ્થિતિઓ શરૂ થવા પામી છે.  હાલોલ ખાતે આવેલ આ સ્મોલ સ્કેલ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરરિંગ 700 જેટલા યુનિટોમાંથી GST પેટે સરકારને અંદાજે 25 કરોડની આવક થાય છે. દર મહિને લાઈટ બિલો પેટે એમ.જી.વી.સી.એલ ને અંદાઝે 12 કરોડની આવક થતી હોય છે.

હાલોલ

આ પણ વાંચો : શાસકોને ગાયને ‘માતા’નો દરજ્જો આપવામાં આવે છે એ યાદ છે કે નહિ? | પાંજરાપોળમાં તરફડીયા મારતી ગાય પ્રત્યે સંવેદના ક્યારે જાગશે?