ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસનું તાંડવ સતત ઘેરાતું જી રહ્યું છે. રાજ્યમાં સતત કોરોના કેસ અને મૃત્યુ આંકમાં વધારો નોધાઇ રહ્યો છે. કોરોના કેસના દૈનિક આંકડા રોજ પોતાનો જ રેકોર્ડ તીડી રહ્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક કેસ સામે આવ્યા છે. છેલ્લાં 24 કલાકમાં 7410 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 3,67,616 ઉપર પહોચ્યો છે.
રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 73 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 2642 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 39,250 છે. જેમાં અમદાવાદ શહેરમાં નવા 2491 કેસ, સુરતમાં શહેરમાં નવા 1424 કેસ , વડોદરામાં શહેરમાં નવા 317 કેસ, રાજકોટ શહેરમાં નવા 551 કેસ, જામનગર શહેરમાં નવા 189કેસ, ભાવનગર શહેરમાં 84 નવા કેસ નોધાયા છે