Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

ગુજરાત/ અરવલ્લીમાં છેલ્લા પાંચ વર્ષ માં અકસ્માતમાં 750 લોકોના મોત, જાણો ગત વર્ષનો આંકડો

અરવલ્લી જીલ્લામાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી જ્યાં અકસ્માત માં જીલ્લાના જુદા જુદા માર્ગો પર એક વર્ષમાં અકસ્માતમાં 150 જીંદગી ભરખી લીધી દર બે દિવસે અકસ્માતમાં 1 મોત થઇ રહ્યા છે.

January 22, 2023January 22, 2023Maya Sindhav
Gujarat Others
અકસ્માતમાં

અરવલ્લી જીલ્લામાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી જેમાં લોકોને ટ્રાફિકના નિયમો અંગે જાણકારી આપવામાં આવી.માર્ગ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે ટ્રાફિકના નિયમો પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. અકસ્માતની ઘટનાઓ અંગે ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. છેલ્લા 5 વર્ષમાં રોડ અકસ્માતમાં 750થી વધુ લોકોના મોત થયા છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે અરવલ્લી જિલ્લામાં રોડ અકસ્માતમાં મોતના આંકડા વધ્યા છે.અરવિલ્લા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે અને ગ્રામ્ય વિસ્તારોમાં સર્જાતા અકસ્માતમાં દર 2 દિવસે અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થાય છે. અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે ત્યારે લોકો ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પણે પાલન કરે તે માટે અપીલ કરવામાં આવી છે.

અરવલ્લી જીલ્લામાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી જ્યાં અકસ્માત માં મરણ પામેલા લોકો નો એક ચોકાવનારો આંકડો સામે આવ્યો હતો જેમાં અરવલ્લી જીલ્લામાં છેલ્લા 5 વર્ષ માં 750 થી પણ વધુ લોકો ના માર્ગ અકસ્માત માં મોત નીપજ્ય છે આ વર્ષ ની વાત કરવામાં આવે તો દહાડે અનેક લોકો ના મોતના મુખમાં ધકેલાયા છે ગત વર્ષે અરવલ્લી જીલ્લામાં માર્ગ અકસ્માતો માં 150 લોકો ના મોત થયા છે જીલ્લાના જુદા જુદા વિસ્તારોમાં નેશનલ હાઈવે ,સ્ટેટ હાઈવે અને ગ્રામ્ય વિસ્તારોમાં સર્જાતા અકસ્માતોમાં સરેરાસ દર બે દિવસે અકસ્માત માં મોત થઇ રહ્યું છે.

અરવલ્લી જીલ્લામાં સૌથી વધુ અકસ્માતો રાજસ્થાન તરફથી આવતી ટ્રકો ધ્વારા થાય છે રાજસ્થાનમાં દારૂની છૂટ હોય ટ્રક ચાલકો ગુજરાત માં પ્રવેશ કરતા પહેલા છાકટ બની બેફામ વાહનો હંકારે છે પરિણામે અનેક નિર્દોષ લોકો ભોગ બને છે અરવલ્લી જીલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં અકસ્માતોમાં થયેલ મોતના આંકડાની વાત કરવામાં આવે તો વર્ષ 2018 માં 156 લોકોના માર્ગ અકસ્માત માં મોત થયા તા વર્ષ 2019  માં 159  લોકોના માર્ગ અકસ્માત માં મોત થયા તા વર્ષ 2020  માં 117  લોકોના માર્ગ અકસ્માત માં મોત થયા તા  વર્ષ 2021   માં 168   લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા તા  વર્ષ 2022 માં 150 લોકોના માર્ગ અકસ્માત માં મોત થયા તા આમ જીલ્લામાં છેલ્લા પાંચ વર્ષ માં 750  થી વધુ લોકો માર્ગ અકસ્માત માં મોત નિપજ્યા છે.

અરવલ્લી જીલ્લામાં 10 જેટલા બ્લેક સ્પોટ છે જ્યાં સૌથી વધુ અકસ્માતો થતા હોય છે અને લોકો પોતાનો જીવ પણ ગુમાતા હોય છે વાત કરવામાં આવે તો શામળાજી પોલીસ વિસ્તાર માં આવેલું રંગપુર ,મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તાર માં આવેલું સાકરિયા અને રાજેદ્રનગર તેમજ મોડાસા ધનસુરા માર્ગ પર સૌથી વધુ અકસ્માત સર્જાતા હોય છે લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે આ અકસ્માતો સર્જાય છે જેમાં સૌથી વધુ યુવા વયના લોકોના મોત થઈ રહ્યા છે જે ખુબ જ ચિંતાજનક છે . જોકે આરટીઓ અને પોલીસ વિભાગ દ્વારા દર વર્ષે માર્ગ  ઉજવણી કરી માર્ગ અકસ્માતો નિવારવા લોક જાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવે છે ત્યારે લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે.

આ પણ વાંચો:સાયલા નજીક કાર પલટી જતા જૂનાગઢના PSIનું સારવાર દરમિયાન મોત

આ પણ વાંચો:દાહોદની હોસ્પિટલમાંથી એક માસના બાળકનું અપહરણ

આ પણ વાંચો:27 જાન્યુઆરીથી બિન-સચિવાલય ક્લાર્કને વિભાગની ફાળવણી

Post navigation

આજથી શરૂ થઈ રહી છે માઘ ગુપ્ત નવરાત્રી,નવ દિવસ મા અંબેને ચઢાવો આ ભોગ
રાખી સાવંતના પતિએ ભૂલથી બતાવ્યો ‘હનીમૂન વીડિયો’, અભિનેત્રીએ કહ્યું- શું કરી રહ્યા છો જાન?

More Posts

દારૂ

અમદાવાદ/ બગોદરા પાસે ટેન્કરમાં સંતાડીને લઈ જવાતો 48 લાખનો દારૂ ઝડપાયો

December 15, 2023khusbu pandya

Not Set/ કલેકટર કચેરી ખાતે પાટીદારોના આમરણાંત ઉપવાસ, હાર્દિક પટેલ, લાલજી પટેલ હાજર રહે તેવી શક્યતા

June 12, 2018June 12, 2018Nirmal Acharya

Sabarmati development/ સાબરમતી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટઃ ઝૂંપડપટ્ટીના રહેવાસીઓની વૈકલ્પિક સગવડ માટે ધા

December 8, 2023jani

Ahmedabad News/ બોપલમાં કેટલાય વાહનોથી કચડાયેલો મૃતદેહ મળતા ચકચાર

November 13, 2024Nikunj Patel
rajkot

Budget/ રાજકોટ જિલ્લા પંચાયતની આજે કારોબારી બેઠક, 270 કરોડનું સુધારેલું બજેટ મુકાશે

December 14, 2020Bhavini vasani

Accident/ વલસાડ ખાતે ST બસ ચાલકે બાઇક સવાર બે લોકોનો લીધો ભોગ

January 4, 2021January 4, 2021Maya Sindhav

Not Set/ અમદાવાદઃ એક્ટિવામાં દારૂ છુપાવીને રાજસ્થાનથી દારૂ સપ્લાય કરાવનાર 8 શખ્સો ઝડપાયા

February 15, 2017mantavya

જેલના કેદી/ કોરોના મહામારીના લીધે પાટણની જેલમાંથી કેદીઓને બે મહિના માટે મુક્ત કર્યા

May 15, 2021garima rao

Surat/ સુરતમાં લાલબાઈ માતાજીનાં મંદિરની મુર્તી ઉખેડાતા વિવાદ

March 9, 2021Vishal Khamar
Dr Anil Patel BJP

Gujarat Local Body Election 2026/ કોંગ્રેસના ‘મિશન અજ્ઞાત’ પર ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલના પ્રહાર

April 14, 2026April 14, 2026Kinjal Pradipkumar Patel
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy