Ahmedabad News/ બોપલમાં કેટલાય વાહનોથી કચડાયેલો મૃતદેહ મળતા ચકચાર

મૃતદેહને સોલા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : અમદાવાદના બોપલમાં આવેલા વકીલ સાહેબ બ્રિજ પર સોમવારે મોડી રાત્રે 55 વર્ષની વયના એક વ્યક્તિની લાશ મળી આવી હતી. ચોંકાવનારી વાત એ છે કે આ શખ્સની ડેડબોડી પરથી અનેક વાહનો પસાર થઈ ગયાં હતા અને તે ખૂબ કચડાઈ ગયેલી હાલતમાં હતી.ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ મોહન રામજીએ, જેઓ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા, ટ્રાફિક પોલીસ સાથેની એફઆઈઆરમાં જણાવ્યું હતું કે તેમને સોમવારે રાત્રે 11.17 વાગ્યે કંટ્રોલ રૂમમાંથી એક સંદેશ મળ્યો હતો, જેમાં તેમને એવું કહેવામાં આવ્યું કે ફ્લાયઓવરમાં એક વ્યક્તિની લાશ પડી છે.

રામજીએ કહ્યું કે તે માણસ નિરાધાર હોય તેમ લાગતું હતું. તેનું માથું, ડાબો હાથ અને ડાબી જાંઘ વાહન દ્વારા કચડાઈ ગઈ હતી. અમે ત્યાં લોકોની પૂછપરછ કરી હતી પરંતુ મૃતકની કોઈ વધુ જાણકારી મળી નથી. તેની ડેડબોડી પરથી અનેક વાહનો પસાર થઈ ગયાં હતા. મૃતદેહને સોલા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.અમદાવાદમાં બે બાઇક સવાર વિદ્યાર્થીઓને કાર ચાલકને ટોકવાનું ભારે પડ્યું. ગુસ્સે ભરાયેલા કાર ચાલકે પહેલા બંને વિદ્યાર્થીઓનો થોડાક અંતર સુધી પીછો કર્યો, પછી તેમને રસ્તામાં રોક્યા અને એક યુવકની ચાકૂ મારીને હત્યા કરી નાખી.

આ સમગ્ર મામલો અમદાવાદના બોપલ વિસ્તારનો છે. રવિવારે રાત્રે બાઇક સવાર પ્રિયાંશુ જૈન તેના મિત્ર પૃથ્વીરાજ મહાપાત્રા સાથે દરજી પાસે ગયો હતો. રાત્રે લગભગ 10.30 વાગે પરત ફરતી વખતે એક ઝડપી કારે તેઓને રોડ પરથી અડફેટે લીધા હતા. આ જોઈને પ્રિયાંશુએ બૂમ પાડી અને ડ્રાઈવરને કાર ધીમે ચલાવવા કહ્યું. આ સાંભળીને કાર ચાલક ગુસ્સે થઈ ગયો અને થોડે દૂર ગયા પછી તેણે કાર પાછી ફેરવી અને પ્રિયાંશુની બાઇકનો પીછો કરવા લાગ્યો. એક જગ્યાએ તેણે બાઇકની આગળ કાર રોકીને તેમનો રસ્તો બંધ કરી દીધો હતો. પહેલા બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ, આરોપ છે કે ત્યારબાદ કારમાં સવાર યુવકોએ પ્રિયાંશુ પર ચાકુ વડે અનેક વાર હુમલો કર્યો અને કાર સહિત ત્યાંથી ભાગી ગયો.ગંભીર રીતે ઘાયલ પ્રિયાંશુને પહેલા સરસ્વતી હોસ્પિટલમાં અને પછી ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. પ્રિયાંશુ યુપીના મેરઠનો રહેવાસી છે, તેના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. પોલીસે આરોપીની શોધખોળ શરુ કરી છે. સીસીટીવી ફૂટેજની પણ ચકાસણી કરાઈ રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વાવ પેટાચૂંટણી પહેલા માવજી પટેલ સહિત અનેક નેતાઓ ભાજપમાંથી બરખાસ્ત

આ પણ વાંચો: વાવ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત અને ભાજપના સ્વરૂપજી ઠાકોરને મળી ટિકિટ

આ પણ વાંચો: વાવની પેટાચૂંટણીને લઈને ચૂંટણીપંચનું જાહેર નામુઃ 48 કલાક પૂર્વે ઓપિનિયન પોલ પર પ્રતિબંધ