Not Set/ ઉમરગામમાં 2 કલાકમાં 8.5 ઇંચ વરસાદ, અમદાવાદ-ગાંધીનગરમાં લોકો બફારાથી કંટાળ્યા

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી સંતા કૂકડી રમી રહેલા મેઘાએ આખરે રાજ્યનાં ઘણા જિલ્લાઓમાં પોતાની મહેર વરસાવી છે. રાજ્યમાં સૌતી વધુ વરસાદ ઉમરગામમાં નોંધાયો છે.

Top Stories Gujarat Others
11 344 ઉમરગામમાં 2 કલાકમાં 8.5 ઇંચ વરસાદ, અમદાવાદ-ગાંધીનગરમાં લોકો બફારાથી કંટાળ્યા
  • દક્ષિણ ગુજરાતમાં મેઘાની જમાવટ
  • વહેલી સવારથી સાંબેલાધાર વરસાદ
  • દ.ગુજરાતનાં વિવિધ તાલુકામાં વરસાદ
  • ઉમરગામમાં 2 કલાકમાં 8.5 ઇંચ વરસાદ
  • વાપીમાં સવારે 6થી 8 સુધી 6 ઇંચ વરસાદ
  • વલસાડમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ
  • ધરમપુરમાં સરેરાશ 3 ઇંચ વરસાદ પડયો
  • આજે વહેલી સવારથી વરસાદી ઝાપટા પડયા

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી સંતા કૂકડી રમી રહેલા મેઘાએ આખરે રાજ્યનાં ઘણા જિલ્લાઓમાં પોતાની મહેર વરસાવી છે. રાજ્યમાં સૌતી વધુ વરસાદ ઉમરગામમાં નોંધાયો છે. અહી માત્ર 2 કલાકમાં 8.5 ઇંચ વરસાદ પડ્યો છે.

11 345 ઉમરગામમાં 2 કલાકમાં 8.5 ઇંચ વરસાદ, અમદાવાદ-ગાંધીનગરમાં લોકો બફારાથી કંટાળ્યા

મેઘાનું તાંડવ / મુંબઈમાં જળબંબાકારની સ્થિતિ, શહેરમાં અલગ-અલગ વિસ્તાર પાણીમાં ગરકાવ

બફારાથી કંટાળી ગયેલા લોકો માટે આજે મેઘરાજાએ પોતાની મહેર વરસાવી છે. રાજ્યનાં અલગ-અલગ વિસ્તારોમાં વહેલી સવારથી જ મેઘરાજા મન મૂકીને બેટિંગ કરી રહ્યા છે. વહેલી સવારથી સાંબેલાધાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જણાવી દઇએ કે, દક્ષિણ ગુજરાતનાં વિવિધ તાલુકામાં વરસાદ નોંધાયો છે. વળી જો સૌથી વધુ વરસાદની વાત કરીએ તો રાજ્યમાં ઉમરગામમાં 2 કલાકમાં 8.5 ઇંચ વરસાદ નોંધાયો છે. વાપીમાં સવારેે 6થી 8 વાગ્યા સુધીમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, વલસાડમાં 2 કલાકમાં 4 ઇંચ જ્યારે ધરમપુરમાં સરેરાશ 3 ઇંચ વરસાદ પડ્યો છે. આજે વહેલી સવારથી વરસાદી ઝાપટા પડતા ઘણા વિસ્તારોમાં ઠંડક પ્રસરી છે.

11 346 ઉમરગામમાં 2 કલાકમાં 8.5 ઇંચ વરસાદ, અમદાવાદ-ગાંધીનગરમાં લોકો બફારાથી કંટાળ્યા

મહામારીનું સંકટ / ટોક્યો ઓલિમ્પિક્સમાં કોરોનાનું ગ્રહણ, વધુ 2 ખિલાડી પોઝિટીવ

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં હજુ પણ ઘણા વિસ્તારો છે કે, જ્યા મેઘરાજા સંતાકૂકડી રમી રહ્યા છે. જી હા, આજે પણ રાજ્યનાં અમદાવાદ, ગાંધીનગરમાં મેઘરાજાની પધરામણમી ન થતા નગરજનો બફારાથતી કંટાળી ગયા છે. જો કે એવુ નથી કે અહી વરસાદ પડ્યો જ નથી, વરસાદ થોડો સમય આવ્યા બાદ પડતો નથી, જેના કારણે નગરજનો ગરમી અને બફારામાં રહેવા મજબૂર બન્યા છે. વળી બીજી તરફ દેશની આર્થિક રાજધાની કહેવાતી મુંબઈમાં ગત રાત્રીથી ભારે વરસાદ પડ્યો છે. અહી વરસાદ એટલો ભારે છે કે ઘણી જગ્યાએ પાણી ભરાઇ ગયા છે. મુંબઈથી ઘણી તસવીરો બહાર આવી છે જેમાં રસ્તાઓ કેવી રીતે પૂરમાં ફેરવાઇ ગયા છે તે જોઇ શકાય છે. સાયન રેલ્વે સ્ટેશનની તસવીરો સપાટી પર આવી છે, જ્યાં જોઈ શકાય છે કે આખો ટ્રેક પાણીથી ભરાઈ ગયો છે, પાટા દેખાતા નથી. પાણી અનેક જગ્યાએ લોકોનાં ઘરોમાં ઘુસી ગયું છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…