Not Set/ ઉકાઇ ડેમનાં 8 ગેટ 5 ફૂટ, 4 ગેટ 4 ફૂટ ખોલાયા, તાપી બેં કાંઠે થતા સુરત ટેન્સનમાં

ઉકાઈ ડેમની જળસપાટીમાં વધારો ડેમના 12 દરવાજા ખોલાયા ડેમની સપાટી 339.95 ફૂટ પહોંચી 8 ગેટ 5 ફૂટ, 4 ગેટ 4 ફૂટ ખોલાયા તાપી બેં કાંઠે થતા, સુરતીઓનાં જીવ પડીકે બંધાયા દક્ષિણ ગુજરાતમાં વરસાદે માજા મુકતા સુરતનો જીવાદોરી સમાન ઉકાઈ ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. ઉપરવાસ અને મહારાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદના કારણે ઉકાઇ ડેમની સપાટી 339.95 […]

Top Stories Gujarat
pjimage 5 ઉકાઇ ડેમનાં 8 ગેટ 5 ફૂટ, 4 ગેટ 4 ફૂટ ખોલાયા, તાપી બેં કાંઠે થતા સુરત ટેન્સનમાં
  • ઉકાઈ ડેમની જળસપાટીમાં વધારો
  • ડેમના 12 દરવાજા ખોલાયા
  • ડેમની સપાટી 339.95 ફૂટ પહોંચી
  • 8 ગેટ 5 ફૂટ, 4 ગેટ 4 ફૂટ ખોલાયા
  • તાપી બેં કાંઠે થતા, સુરતીઓનાં જીવ પડીકે બંધાયા

દક્ષિણ ગુજરાતમાં વરસાદે માજા મુકતા સુરતનો જીવાદોરી સમાન ઉકાઈ ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. ઉપરવાસ અને મહારાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદના કારણે ઉકાઇ ડેમની સપાટી 339.95 ફૂટ પહોંચી છે. ડેમ 345 ફૂટના પૂર્ણ લેવલને પહોંચવામાં ફક્ત પાંચ જ ફૂટ બાકી રહ્યો છે. ઉકાઈ ડેમમાં હાલ પણ પાણીની ભારે આવક હોવાનાં કારણે 12 દરવાજા પૈકી 8 દરવાજા 5 ફૂટ અને 4 દરવાજા 4 ફૂટ ખોલાયા છે. ડેમમાં પાણીની આવક વધતા ખેતી માટે ખેડૂતોને આગામી દિવસોમાં મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે તો વાત ચોક્કસ છે. પરંતુ હાલ તો તાપી બેં કાંઠે આવી જતા સુરતવાસીઓનાં જીવ પડીકે પુરાયા હોવાનું જોવામાં આવી રહ્યું છે.

tapi3 ઉકાઇ ડેમનાં 8 ગેટ 5 ફૂટ, 4 ગેટ 4 ફૂટ ખોલાયા, તાપી બેં કાંઠે થતા સુરત ટેન્સનમાં

ઉકાઈ ડેમની સપાટી 103.60 મીટર પહોંચી છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઇ રહી છે. હાલ ઉકાઇ ડેમમાં 1 લાખ 81 હજાર ક્યુસેક પાણીની આવક છે. ઉકાઇ ડેમ ભયજનક સપાટીથી માત્ર 5 ફૂટ દૂર હોવાથી ઉકાઇ ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદી બે કાંઠે વહી રહી છે.

tapi2 ઉકાઇ ડેમનાં 8 ગેટ 5 ફૂટ, 4 ગેટ 4 ફૂટ ખોલાયા, તાપી બેં કાંઠે થતા સુરત ટેન્સનમાં

ઉકાઇ ડેમમાંથી પાણી છોડાતા સુરતની તાપી નદી બે કાંઠે જોવા મળી રહી છે. પાણીનાં ભરપૂર પ્રવાહને કારણે  સુરતીવાસીઓની મુશ્કેલીમાં વધારો થયો હતો. ડેમમાંથી પાણી છોડવામાં આવતાં કાંઠા વિસ્તારમાં પાણી ભરાયા હતા. જેને લઇને કાંઠા પર પાર્ક કરવામાં આવેલી કારોમાં પાણી ભરાઇ ગયા હતા. નાવડીના ઓવારા સુધી નદીનું પાણી ધસી આવતા અનેક કારો પાણીમાં ઘરકાવ થઇ ગઇ હતી.

tapi ઉકાઇ ડેમનાં 8 ગેટ 5 ફૂટ, 4 ગેટ 4 ફૂટ ખોલાયા, તાપી બેં કાંઠે થતા સુરત ટેન્સનમાં

  • ઉકાઈ ડેમની સપાટીમાં વધારો. 
  • ઉપરવાસ અને મહારાષ્ટ્રમાં વરસાદ
  • વરસાદને કારણે સપાટી-339.95 ફૂટ
  • ઇન ફ્લો – 159475 ક્યુસેક
  • આઉટ ફ્લો- 127692 ક્યુસેક
  • ઉકાઈ ડેમનાં 12 ગેટ પૈકી 8 ગેટ 5 ફૂટ અને 4 ગેટ 4 ફૂટ ખોલાયા 
  • ડેમ 345 ફૂટનાં પૂર્ણ લેવલને પહોંચવામાં ફક્ત 5 ફૂટ બાકી
  • ઉકાઈ જળાશયનો લાઈવ જથ્થો 5831.54 mcm 
  • મહારાષ્ટ્રનાં હથનુર ડેમની સપાટી 211.460 મીટર 
  • હથનુંર ડેમમાંથી છોડાતું પાણી 44090 ક્યુસેક
  • ડેમમાં પાણીને લઈને ખેતી માટે ખેડૂતોને આગામી દિવસોમાં તકલીફ નહીં પડે

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.