Not Set/ અમદાવાદમાં વન-ડે સીરિઝ પહેલા ભારતના 8 ખેલાડીઓ કોરોના સંક્રમિત,જાણો વિગત

અમદાવા માં આગામી રવિવાર થી ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે વન ડે સિરીઝની શરુઆત થનારી છે. આ પહેલા જ ભારતીય ટીમ થી નિરાશાજનક સમાચાર સામે આવી રહ્યા છે

Top Stories Sports
team અમદાવાદમાં વન-ડે સીરિઝ પહેલા ભારતના 8 ખેલાડીઓ કોરોના સંક્રમિત,જાણો વિગત

ટીમ ઇન્ડિયાના 8 સભ્યો કોરોના પોઝિટિવ
ટીમના 3 ખેલાડી, 1 સ્ટેન્ડ બાય ખેલાડી સંકમિત
3 સપોર્ટ સ્ટાફનો રિપોર્ટ પણ પોઝિટિવ
મયંક અગ્રવાલને ટીમમાં અપાયું સ્થાન
હાલ તમામ સભ્યો હોટેલ આઇસોલેશનમાં
BCCI મેડિકલ ટીમ રાખી રહી છે ધ્યાન

અમદાવા માં આગામી રવિવાર થી ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે વન ડે સિરીઝની શરુઆત થનારી છે. આ પહેલા જ ભારતીય ટીમ થી નિરાશાજનક સમાચાર સામે આવી રહ્યા છે. ટીમ ઇન્ડિયા પર કોરોના એટેક થયો છે. ભારતીય ટીમ ના ખેલાડીઓ કોરોના સંક્રમિત હોવાનુ જણાઇ આવ્યુ છે. ભારતીય ટીમના ઓપનર શિખર ધવન, શ્રેયસ અય્યર અને ઋતુરાજ ગાયકવાડ કોરોના સંક્રમિત જોવા મળ્યા છે ટીમના 8 ખેલાડીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.

અન્ય પાંચ ખેલાડીઓ કોણ છે તે હજુ સુધી બહાર જાણકારી આવી નથી. જો કે, BCCI ની મેડિકલ ટીમ આ મામલાની તપાસ કરી રહી છે અને જો સમાચારનું માનીએ તો આ ખેલાડીઓ કદાચ હવે ODI શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. ટૂંક સમયમાં જ બીસીસીઆઈ નવા ખેલાડીઓના નામની જાહેરાત કરી શકે છે.

ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ પ્રથમ RT-PCR ટેસ્ટમાં નેગેટિવ જોવા મળ્યા હતા પરંતુ બુધવારે થયેલા ટેસ્ટમાં શિખર ધવન, ઋતુરાજ ગાયકવાડ અને શ્રેયસ અય્યર કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.BCCIના ખજાનચી અરુણ ધૂમલે ભારતીય ટીમમાં કોરોનાના કેસની પુષ્ટિ કરી છે. અરુણ કુમાર ધૂમલે જણાવ્યું કે કેટલાક ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના સભ્યો કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે, બીસીસીઆઈ આ બાબત પર નજર રાખી રહ્યું છે.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની શ્રેણીના શિડ્યુલમાં પણ ફેરફાર થઈ શકે છે,ઉલ્લેખનીય છે કે  ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 6 ફેબ્રુઆરીથી ODI સિરીઝ શરૂ થશે. વનડે શ્રેણી અમદાવાદમાં રમાશે. તે જ સમયે, ટી20 શ્રેણી 16 ફેબ્રુઆરીથી કોલકાતામાં રમાશે.