Not Set/ UP નાંં કૌશામ્બી જિલ્લામાં ભીષણ રોડ અકસ્માત, 8 લોકોનાં મોત

ઉત્તર પ્રદેશનાં કૌશામ્બી જિલ્લામાં બુધવારે સવારે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. જિલ્લાનાં કડાધામ કોતવાલી વિસ્તારનાં દેવીગંજ ચોકડી પર આજે વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે રેતી ભરેલી ટ્રક સ્કોર્પિયો ઉપર પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 8 લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. વળી બે લોકો ઘાયલ થયા છે જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. […]

Top Stories
sss 35 UP નાંં કૌશામ્બી જિલ્લામાં ભીષણ રોડ અકસ્માત, 8 લોકોનાં મોત

ઉત્તર પ્રદેશનાં કૌશામ્બી જિલ્લામાં બુધવારે સવારે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. જિલ્લાનાં કડાધામ કોતવાલી વિસ્તારનાં દેવીગંજ ચોકડી પર આજે વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે રેતી ભરેલી ટ્રક સ્કોર્પિયો ઉપર પલટી ગઈ હતી.

આ અકસ્માતમાં 8 લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. વળી બે લોકો ઘાયલ થયા છે જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્કોર્પિયો પર સવાર તમામ લોકો લગ્ન સમારોહથી પરત ફરી રહ્યા હતા. અકસ્માતની માહિતી મળ્યા બાદ કૌશામ્બીનાં ડીએમ સહિત પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસ-વહીવટીતંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ક્રેનની મદદથી ટ્રકને કાઠવામાં આવી હતી.

ડીએમે જણાવ્યું હતું કે, આ અકસ્માત બપોરનાં સાડા ત્રણ વાગ્યાની આસપાસ બન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ટ્રકનું ટાયર ફૂટ્યું હતું, જેનાથી તે સ્કોર્પિયો ઉપર પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 8 લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતકોમાં છ પરિવાર અને ત્રણ પરિવારનાં બે બાળકોનો સમાવેશ થાય છે. ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ માર્ગ અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોની આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરતા મૃતકોનાં શોકમાં આવેલા પરિવારો પ્રત્યે સંવેદનાઓ વ્યક્ત કરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો