Viral video/ અમદાવાદમાં તલવારથી કેક કાપવાનો વધુ એક વીડિયો વાયરલ, પોલીસે કરી સખ્ત કાર્યવાહી

અમદાવાદના કોરોનાના કેસોનો પહેલેથી જ રાફડો ફાટ્યો છે, બીજી તરફ લોકો દ્વારા કોરોનાના નિયમોનું પાલન પણ કરાતું નથી. એવામાં અમદાવાદમાં એક પછી એક બર્થ ડેની ઉજવણીના વિડીયો સામે આવી રહ્યા છે,

Videos
a 245 અમદાવાદમાં તલવારથી કેક કાપવાનો વધુ એક વીડિયો વાયરલ, પોલીસે કરી સખ્ત કાર્યવાહી

અમદાવાદના કોરોનાના કેસોનો પહેલેથી જ રાફડો ફાટ્યો છે, બીજી તરફ લોકો દ્વારા કોરોનાના નિયમોનું પાલન પણ કરાતું નથી. એવામાં અમદાવાદમાં એક પછી એક બર્થ ડેની ઉજવણીના વિડીયો સામે આવી રહ્યા છે, ત્યારે આ જ પ્રકારે બાપુનગરમાં એક યુવાનને તલવારથી કેક કાપી બર્થે ડેની ઉજવણી ભારે પડી ગઈ હતી.

મળતી જાણકારી મુજબ, શહેરના બાપુનગરમાં કોરોના મહામારી વચ્ચે નવી સ્ટાઈલમાં યુવકોએ તલવારથી કેક કાપી હતી અને ત્યારબાદ તેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

આ સમયે આ વિડીયોની જાન બાપુનગર પોલીસ મથકમાં થઇ હતી. જેમાં બાપુનગરના સુંદરમનગર ખાતે કરર્ફ્યૂ હોવા છતા કેલાક વ્યક્તિઓ ભેગા મળીને તલવારથી કેક કાપતા હોવાનું જોવા મળ્યું હતું. જેથી આ મામલે ઉચ્ચ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા હતા. ત્યારબાદ પોલીસ આ મામલે તપાસમાં લાગી ગઇ હતી અને પોલીસે બર્થ ડે બોય સહિત 8 યુવકોને દબોચી લીધા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…