Gujarat/ ગુજરાતમાં PM જન આરોગ્ય યોજના હેઠળ 800 કરોડ બાકી હોવાનો હોસ્પિટલ એસોસિએશનનો દાવો, આ યોજના હેઠળ બંધ થઈ શકે છે આરોગ્ય સેવા

PM જન આરોગ્ય યોજના હેઠળ 800 કરોડ રૂપિયા બાકી હોવાના હોસ્પિટલ એસોસિએશન દ્વારા દાવો કરવામાં આવ્યો છે. આ મામલે રાજ્ય સરકારે વધુ સ્પષ્ટતા ના કરતા હોસ્પિટલ એસોસિએશન આગામી સમયમાં આ યોજના હેઠળ આપતી આરોગ્ય સેવાઓ બંધ કરી શકે છે.

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 02 14T114306.971 ગુજરાતમાં PM જન આરોગ્ય યોજના હેઠળ 800 કરોડ બાકી હોવાનો હોસ્પિટલ એસોસિએશનનો દાવો, આ યોજના હેઠળ બંધ થઈ શકે છે આરોગ્ય સેવા

ગુજરાત : PM જન આરોગ્ય યોજના હેઠળ 800 કરોડ રૂપિયા બાકી હોવાના હોસ્પિટલ એસોસિએશન દ્વારા દાવો કરવામાં આવ્યો છે. રાજ્યની હોસ્પિટલોના બાકી નીકળતા વધુ પડતા લેણાંના કારણે આગામી સમયમાં સંભવત આ યોજના હેઠળ અપાતી સારવાર બંધ કરવામાં આવી શકે. PM જન આરોગ્ય યોજના હેઠળ દર્દીઓને ગંભીર બીમારીમાં રાહત દરે હોસ્પિટલ દ્વારા સુવિધા આપવામાં આવે છે. રાજ્યમાં અમદાવાદ, સુરત અને વડોદરા સહિતના અનેક શહેરોમાં હોસ્પિટલોમાં દર્દીને આ યોજના હેઠળ સારવાર આપવામાં આવે છે. હોસ્પિટલ એસોસિએશન કહી રહ્યું છે કે તેમના સરકાર પાસેથી 800 કરોડ જેટલા રૂપિયા બાકી છે જ્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં જણાવ્યું છે કે હોસ્પિટલોને સમયાંતરે પેમેન્ટ કરવામાં આવે છે.

રાજ્ય સરકારને આપી ચેતવણી

ગુજરાતના ખાનગી હોસ્પિટલ એસોસિએશને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રૂ. 800 કરોડના લેણાં હોવાનો દાવો કર્યો છે. એસોસિએશને જણાવ્યું છે કે અમદાવાદ, વડોદરા અને સુરતની ઘણી હોસ્પિટલો હવે આ યોજના હેઠળ આરોગ્ય સેવાઓ પૂરી પાડવા સક્ષમ નથી. પીએમ એમ્પેનલ્ડ પ્રાઈવેટ હોસ્પિટલ એસોસિએશનની 75 સભ્યોની કોર કમિટીએ એક બેઠક યોજીને રાજ્ય સરકારને ચેતવણી આપી હતી કે જો સરકાર ખાનગી હોસ્પિટલોના બાકી લેણાંની ચૂકવણી તાત્કાલિક નહીં કરે તો ધીમે ધીમે અન્ય હોસ્પિટલોએ પણ પીએમ જન આરોગ્ય યોજના હેઠળ સારવાર બંધ કરવી પડશે.

50 લાખથી વધુ લાભાર્થીઓને આપવામાં આવશે પ્રિન્ટેડ આયુષ્માન પીવીસી કાર્ડ |  Sandesh

એસોસિએશન રજૂઆત
એસોસિએશનના પ્રવક્તા ડો. રમેશ ચૌધરી અને અન્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે સરકારે વિવિધ રોગો અને તેની સારવાર માટે પેકેજો નક્કી કર્યા છે. સરકારે આ માટે પોલિસી નંબર નક્કી કર્યા છે. પોલિસી 5, 6 અને 7 હેઠળ કરવામાં આવતી સારવાર માટેના શુલ્ક લગભગ રૂ. 300 કરોડ છે, જ્યારે પોલિસી 8 હેઠળ, અત્યાર સુધીની બાકી રકમ રૂ. 500 કરોડ છે. એસોસિએશનનું કહેવું છે કે સરકારે આ માટે બજાજ ઈન્સ્યોરન્સને મધ્યસ્થી બનાવ્યું છે, પરંતુ બજાજ ઈન્સ્યોરન્સની કપાત અને અસ્વીકારની નીતિને કારણે ખાનગી હોસ્પિટલોની ચૂકવણી અટકી ગઈ છે.

PM જન આરોગ્ય યોજના

ગુજરાતમાં ગરીબ મધ્યમ પરિવારોને સહાયરૂપ થવા સરકાર દ્વારા PM જન આરોગ્ય યોજના શરૂ કરવામાં આવી. ગરીબ અને મધ્યમ પરિવારોને આકસ્મિક સંજોગોમાં ગંભીર બીમારીઓમાં સારવાર મળી રહે તેવા ઉદેશ્ય સાથે અનેક હોસ્પિટલમાં આ યોજનાના શરૂ કરવામાં આવી. આ યોજના હેઠળ દર્દીનેગંભીર રોગોની સારવાર માટે રૂપિયા 10 લાખ સુધીની સહાય પૂરી પાડવામાં આવે છે. છેલ્લા બે વર્ષમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં આ યોજના હેઠળ 66,460 દર્દીઓને 146 કરોડની સહાય ચૂકવાઇ છે. સાબરકાંઠા જિલ્લામાં 91 અને અરવલ્લી જિલ્લામાં 59 હોસ્પિટલો આ યોજના હેઠળ સારવાર માટે જોડવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ ગુજરાત/ગુજરાત સરકારે બિલ્કીસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરી

આ પણ વાંચોઃPolitical/કોંગ્રેસની પરંપરાગત બેઠક રાયબેરલી પર પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે!