Not Set/ 82 કરોડ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે, 157383 પંચાયતોમાં હાઇ સ્પીડ બ્રોડબેન્ડ પહોંચી ગયું છે

IAMAI-CentreCube એ આ વર્ષે જૂનમાં એક રિપોર્ટમાં કહ્યું છે કે દેશમાં સક્રિય ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા 2025 સુધીમાં 45 ટકા વધીને 90 મિલિયન થઈ જશે.

Tech & Auto
digital india 82 કરોડ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે, 157383 પંચાયતોમાં હાઇ સ્પીડ બ્રોડબેન્ડ પહોંચી ગયું છે

ડિજિટલ ઇન્ડિયા : સિસ્કોના ‘વિઝ્યુઅલ નેટવર્કિંગ ઈન્ડેક્સ (VNI)’ એ વર્ષ 2017 માં એક રિપોર્ટમાં કહ્યું હતું કે ભારતમાં સક્રિય ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા 2021 સુધીમાં 82 મિલિયન સુધી પહોંચી શકે છે. સિસ્કોના ચાર varsh પહેલા આવેલો આ અહેવાલ સાચો નીકળ્યો છે. સરકારે રાજ્યસભામાં જણાવ્યું છે કે દેશમાં ઓછામાં ઓછા 820 મિલિયન લોકો એટલે કે લગભગ 82 કરોડ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે.

digital india 2 82 કરોડ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે, 157383 પંચાયતોમાં હાઇ સ્પીડ બ્રોડબેન્ડ પહોંચી ગયું છે

ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે આ માહિતી આપી છે. હકીકતમાં, તૃણમૂલના સાંસદ ડેરેક ઓ’બ્રાયને રાજ્યસભામાં પૂછ્યું કે શું સરકારે ઇન્ટરનેટના લેટેસ્ટ લેવલનો અંદાજ લગાવ્યો છે કે આવી કોઇ પ્રોક્સી છે. સરકાર દ્વારા એ પણ જણાવવામાં આવ્યું હતું કે દેશની 1,57,383 ગ્રામ પંચાયતોમાં હાઇ સ્પીડ ઇન્ટરનેટ સુવિધા આપવામાં આવી છે.

digital india 1 82 કરોડ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે, 157383 પંચાયતોમાં હાઇ સ્પીડ બ્રોડબેન્ડ પહોંચી ગયું છે
ડેરેકે એ પણ પૂછ્યું કે “શું હાલમાં ગ્રામીણ અને શહેરી ભારત વચ્ચે ડિજિટલ વિભાજન અસ્તિત્વમાં છે અને જો એમ હોય તો, આ અંતરને દૂર કરવા માટે શું પગલાં લેવામાં આવી રહ્યા છે?”

આ સવાલના જવાબમાં ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, “ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) મુજબ, 31 માર્ચ, 2021 સુધીમાં દેશમાં 82.53 કરોડ (825.301 મિલિયન) ઇન્ટરનેટ ગ્રાહકો છે. ” તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગ્રામીણ ભારતમાં 302 મિલિયનથી વધુ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે, જ્યારે શહેરી ભારતમાં આ સંખ્યા 502 મિલિયનથી વધુ છે.

digital india 3 82 કરોડ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે, 157383 પંચાયતોમાં હાઇ સ્પીડ બ્રોડબેન્ડ પહોંચી ગયું છે

તેમણે એમ પણ કહ્યું કે સરકારે ગ્રામીણ ભારતમાં ઇન્ટરનેટ પ્રવેશ વધારવા માટે દેશની તમામ ગ્રામ પંચાયતો અને ગામોમાં ભારતનેટ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે. 1 જુલાઇ સુધીમાં કુલ 1,57,383 ગ્રામ પંચાયતો હાઇ-સ્પીડ ઇન્ટરનેટ/બ્રોડબેન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલી છે. રાજીવના જણાવ્યા મુજબ, દેશમાં અત્યાર સુધીમાં 5,25,706 કિમી ઓપ્ટિકલ ફાઈબર નાખવામાં આવ્યા છે.

ડિજિટલ ઇન્ડિયા: ભારતમાં 2025 સુધીમાં 90 મિલિયન સક્રિય ઇન્ટરનેટ વપરાશકર્તાઓ હશે
IAMAI-CentreCube એ આ વર્ષે જૂનમાં એક રિપોર્ટમાં કહ્યું છે કે દેશમાં સક્રિય ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા 2025 સુધીમાં 45 ટકા વધીને 90 મિલિયન થઈ જશે. ગયા વર્ષે દેશમાં આ આંકડો 622 મિલિયન હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે શહેરી ભારતમાં ઈન્ટરનેટનો વપરાશ ગ્રામીણ વિસ્તારો કરતા બમણો હોવા છતાં, ગ્રામીણ વિસ્તારોમાં દર વર્ષે ઈન્ટરનેટ વપરાશકર્તાઓની સંખ્યા શહેરી વિસ્તારો કરતા વધારે છે.

Dizo GoPods D Review / ઓછી કીમતે શાનદાર ઇયરબડસ
ટ્વિટરની ભેટ / હવે તમે ઈ-મેલ અને એપલ આઈડીથી લોગીન કરી શકશો, પાસવર્ડ યાદ રાખવાની જરૂર નથી 
WhatsApp / એકવાર તમે મેસેજ જોશો અને થઇ જશે ગાયબ,કોઈને ખબર પણ નહિ પડે 
મેઇલ શેડ્યૂલ / મોબાઇલ એપ અને ડેસ્કટોપ પર ઇમેઇલ કેવી રીતે શેડ્યૂલ કરવી, સંપૂર્ણ પ્રક્રિયા જાણો
ઇલેક્ટ્રિક સ્કૂટર / 15 ઓગસ્ટના રોજ લોન્ચ થશે,પૂર્ણ ચાર્જ પર 240 કિલોમીટર  દોડશે,  ઓલાને આપશે સ્પર્ધા 
બાળકો પર ખરાબ અસર / ચીન સરકારની કમ્પ્યુટર ગેમ ઉદ્યોગ પર કડક કાર્યવાહી, ભારતમાં શક્ય બનશે ?
સોશિયલ મીડિયા / લોકોનો વિશ્વાસ ઝડપથી ઘટી રહ્યો છે, ગેરમાર્ગે દોરનારા સમાચારને કારણે  મુશ્કેલી વધી રહી છે 
Fire-Boltt Ninja / બજેટ સ્માર્ટવોચ ભારતમાં લોન્ચ કરવામાં આવી, જે લોહીમાં રહેલા ઓક્સિજનને માપવા છે સક્ષમ