Not Set/ મહારાષ્ટ્રમાં કોરોના કહેર 850નાં મોત

મહારાષ્ટ્રમાં કોરોનાથી 850 નાં મોત

India
corons મહારાષ્ટ્રમાં કોરોના કહેર 850નાં મોત

ભારતમા કોરોનાની બીજી લહેર અતિ ઘાતક સાબિત થઇ છે.આ કોરોનાના બીજા તબ્બકામાં મહારાષ્ટ્ર સૈાથી વધારે પ્રભાવિત રાજ્ય છે. રાજ્યમાં લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. કોરોના સંક્રમણના કેસો પ્રતિદિન વધઘટ કરી રહ્યા છે પરતું કોરનાથી મોતનો સિલસિલો યથાવત છે. કોરોનાથી મહારાષ્ટ્રમાં  મોત વધુ થઇ રહ્યા છે . છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા સંક્રમણના કેસો 42,582 નોંધાયા છે જયારે 850 લોકોના મોત થયા છે.

મહારાષ્ટ્રમાં લોકડાઉન 31 મે સુધી લંબાવવામાં આવ્યુ છે. કોરોનાની ચેઇન તોડવા સરકાર કડક રીતે ગાઇડલાઇનનું પાલન કરાવી રહી છે. રાજ્યમાં કોરોનાથી  મોતના આંકડા ઘટી રહ્યા નથી.સતત 800થી વધુના મોત થઇ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 42, 582 નવા સંક્રમણના કેસો નોંધાયા છે .અને 850 લોકોના મોત કોરોનાથી થયાં છે. જ્યારે 54,535 લોકોએ કોરોનાને માત આપીને સાજા થયાં છે.રાજ્યમાં કુલ કોરોના કેસોની સંખ્યા 52,69,292 છે અને કોરોનાથી રિકવરી 46,54,731 છે. અને કુલ મોત 78,857 છે.