વિસ્ફોટ/ સોમાલિયામાં બોમ્બ વિસ્ફોટ થતા 9 લોકોના મોત

મધ્ય સોમાલિયામાં બે કાર બોમ્બ વિસ્ફોટ થયા છે, જેમાં 9 લોકોના મોત થયા છે. વધુ વિગતો અપડેટ થઇ રહી છે. 

Top Stories World
12 1 સોમાલિયામાં બોમ્બ વિસ્ફોટ થતા 9 લોકોના મોત

Somalia:   દક્ષિણ આફ્રિકાના દેશ સોમાલિયામાં મોટા વિસ્ફોટના સમાચાર આવી રહ્યા છે. એએફપીના સમાચાર અનુસાર મધ્ય સોમાલિયામાં બે કાર બોમ્બ વિસ્ફોટ થયા છે, જેમાં 9 લોકોના મોત થયા છે. વધુ વિગતો અપડેટ થઇ રહી છે. સ્થાનિક સુરક્ષા અધિકારી અબ્દુલ્લાહી અદાને એએફપીને જણાવ્યું હતું કે, “આતંકવાદીઓએ આજે ​​સવારે વિસ્ફોટકોથી ભરેલા વાહનો વડે મહાસ શહેરમાં હુમલો કર્યો હતો.” અધિકારી અબ્દુલ્લાહી અદાને વધુમાં જણાવ્યું હતું કે, “તેઓએ નાગરિક વિસ્તારને નિશાન બનાવ્યો હતો અને અમે પુષ્ટિ કરી છે કે બે વિસ્ફોટોમાં નવ લોકો માર્યા ગયા છે, જેમાં 9 નાગરિકો માર્યા ગયા છે.

વિસ્ફોટોથી સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો
આ હુમલો આતંકવાદી સંગઠન અલ-શબાબના જેહાદી લડવૈયાઓએ કર્યો હતો. મધ્ય સોમાલિયાના હિરાન વિસ્તારમાં થયેલા વિસ્ફોટોએ સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો હતો. હકીકતમાં, સોમાલિયાના સુરક્ષા દળોએ આ વિસ્તારમાં અલ-શબાબ વિરુદ્ધ મોટો હુમલો કર્યો હતો. અલ-શબાબ આતંકવાદી સંગઠન અલ-કાયદા સાથે જોડાયેલ એક જૂથ છે, જેણે ઘણા દેશોમાં મોટી ઘટનાઓને અંજામ આપ્યો છે.

આતંકવાદીઓએ નિર્દોષ નાગરિકોની હત્યા કરી
મહાસના પોલીસ કમાન્ડર, ઉસ્માન નૂરે જણાવ્યું હતું કે, “આતંકવાદીઓ, પરાજય પામ્યા પછી, નાગરિકોને ડરાવવા માટે વિસ્ફોટોનો આશરો લે છે, પરંતુ આ તેમને અટકાવશે નહીં.” તેમણે કહ્યું, “આ હુમલામાં આતંકવાદીઓએ નિર્દોષ નાગરિકોની હત્યા કરી છે.” ઘટનાસ્થળ પર હાજર કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે વિસ્ફોટ મહાસમાં જિલ્લા વહીવટી ઇમારતની નજીક એક રેસ્ટોરન્ટ પાસે થયો હતો.

અલ-શબાબ સામે ‘ઓલઆઉટ વોર’
એક સાક્ષી અદાન હસને કહ્યું, “મેં મહિલાઓ અને બાળકો સહિત 9 લોકોના મૃતદેહ જોયા, તે એક ભયંકર હુમલો હતો.” સોમાલિયાના રાષ્ટ્રપતિ હસન શેખ મહમૂદે અલ-શબાબ વિરુદ્ધ “સંપૂર્ણ યુદ્ધ” જાહેર કર્યું છે. અલ-શબાબ 15 વર્ષથી સોમાલિયાની સરકાર સામે લોહિયાળ બળવો ચલાવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે સરકારે સામેના યુદ્વનું આ પરિણામ છે.  આ હુમલા અંગે

અધિકારી અબ્દુલ્લાહી અદાને વધુમાં જણાવ્યું હતું કે, “તેઓએ નાગરિક વિસ્તારને નિશાન બનાવ્યો હતો અને અમે પુષ્ટિ કરી છે કે બે વિસ્ફોટોમાં નવ લોકો માર્યા ગયા છે, જેમાં 9 નાગરિકો માર્યા ગયા છે.

Electricity Crisis/ મહારાષ્ટ્રમાં વીજળીનું સંકટ, ત્રણ કંપનીઓના હજારો કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા

Rishabh Pant’s Treatment/ ક્રિકેટર ઋષભ પંતને વધુ સારવાર માટે આજે મુંબઈ ખસેડવામાં આવશે