Mauritania News/ મોરિટાનિયામાં એટલાન્ટિક મહાસાગર નજીક બોટ પલટી ખાતા 90 માઈગ્રન્ટસના થયા મૃત્યુ, 170 લોકો હતા સવાર

મોરિટાનિયાના નૌઆકશોટથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મોરિટાનિયાના દરિયાકાંઠે બોટ પલટી જતાં અંદાજે 90 માઇગ્રન્ટ્સ મૃત્યુ પામ્યા

Top Stories World Breaking News
Cricket Tutorials YouTube Thumbnail 46 મોરિટાનિયામાં એટલાન્ટિક મહાસાગર નજીક બોટ પલટી ખાતા 90 માઈગ્રન્ટસના થયા મૃત્યુ, 170 લોકો હતા સવાર

મોરિટાનિયાના નૌઆકશોટથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મોરિટાનિયાના દરિયાકાંઠે બોટ પલટી જતાં અંદાજે 90 માઇગ્રન્ટ્સ મૃત્યુ પામ્યા. બોટ પર સવાર માઈગ્રાન્ટસ દરિયાઈ સફર કરતા યુરોપ જઈ રહ્યા હતા ત્યારે આ બનાવ બનવા પામ્યો. સૂત્રો દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ ગુરુવારે ડઝનેક વધુ લોકો ગુમ થયાના સમાચાર સામે આવ્યા હતા. મોરિટાનિયા કોસ્ટ ગાર્ડે દક્ષિણ-પશ્ચિમ મોરિટાનિયામાં એનડિયાગો નજીક ગેરકાયદેસર રીતે મુસાફરી કરી રહેલા 90 જેટલા માઈગ્રન્ટસના મૃતદેહ મળી આવ્યા હતા. આ તમામ પ્રવાસીઓ એક ફિશિંગ બોટમાં સવાર હતા, જે એટલાન્ટિક મહાસાગરથી ચાર કિલોમીટર દૂર ફસાઇ ગઇ હતી.

Atlantic Ocean Boat Capsized: समुद्र में शरणार्थियों से भरी नाव डूबने से 58 की मौत

પ્રાપ્ત અહેવાલ મુજબ મોરિટાનિયામાં બોટ અકસ્માતની ઘટનામાં પાંચ વર્ષની બાળકીનો મોરિશિયન કોસ્ટ ગાર્ડે બચાવ કર્યો હતો. બાળકી સહિત નવ લોકોને બચાવી લેવાયા હતા જ્યારે બોટમાં સવાર 170 જેટલા મુસાફરોમાંથી 90 લોકોના મોત થયા. યુરોપ જઈ રહેલ બોટ છ દિવસ પહેલા સેનેગલ-ગેમ્બિયા બોર્ડરથી નીકળ્યા હતા. જો કે યુરોપ પંહોચતા પહેલા જ બોટ મોરિટાનિયામાં એટલાન્ટિક મહાસાગરમાં દુર્ઘટનાનો શિકાર થઈ અને અનેક મુસાફરોના મોત થયા.

અગાઉ પણ એટલાન્ટિક મહાસાગરમાં બોટ અકસ્માતમાં શરણાર્થીઓના મૃત્યુ પામ્યાના બનાવ બન્યો હતો. એટલાન્ટિક મહાસાગરમાં બોટ પલટી, એટલાન્ટિક મહાસાગરમાં શરણાર્થીઓથી ભરેલી બોટ પલટી જતાં 58 લોકોના કરુણ મોત થયા છે. આ શરણાર્થીઓ બોટમાં બેસીને યુરોપમાં આશ્રય મેળવવા એટલાન્ટિક પાર ખતરનાક પ્રવાસે નીકળ્યા હતા. તમામ શરણાર્થીઓ પશ્ચિમ આફ્રિકન દેશ ગામ્બિયાના રહેવાસી હતા.

નોંધનીય છે કે દર વર્ષે હજારો માઈગ્રન્ટસ યુરોપ પંહોચવા એટલાન્ટિક મહાસાગરની મુસાફરી કરતા હોય છે. આ દરમિયાન તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.  દરિયાઈ મુસાફરી કરી બીજા દેશોમાં જવા માંગતા માઈગ્રન્ટસ વધુ સારા કામ અને સારી આર્થિક તકોની શોધમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. કેટલીક વખત લોકોને સફળતા મળે છે તો કેટલાક લોગો દરિયામાં મુસાફરી કરતા ભૂખ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના કારણે પોતાનો જીવ પણ ગુમાવે છે તો કયારેક દરિયામાં ઉઠતા તોફાનના કારણે બોટ પલટી ખાતા માઈગ્રન્ટસ દુર્ઘટનાનો શિકાર થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમેરિકામાં રૂ. 8300 કરોડનું સ્કેમ, બે ભારતીયની સંડોવણી

આ પણ વાંચો: શબપેટીમાં હતો મૃતદેહ પણ… પરિવારે અંતિમ સંસ્કાર અધવચ્ચે છોડીને ફૂટબોલ મેચ જોવાનું શરૂ કર્યું

આ પણ વાંચો: શું જો બિડેને રાષ્ટ્રપતિની રેસમાંથી ખસી જવું જોઈએ? પરિવાર અને પાર્ટીએ આપી સલાહ