Ahmedabad-AccidentZone/ અમદાવાદના રસ્તાઓ પર ઓળખી કાઢવામાં આવ્યા 97 કિલર સ્પોટ

અમદાવાદમાં અકસ્માતો અને તેનાથી થતાં મૃત્યુ ટાળવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કવાયત આદરી છે. આના પગલે અમદાવાદ શહેર ટ્રાફિક રોડ સેફ્ટી કાઉન્સિલે શહેરના એક્સિડન્ટ ઝોનનો અભ્યાસ હાથ ધર્યો હતો.

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 68 અમદાવાદના રસ્તાઓ પર ઓળખી કાઢવામાં આવ્યા 97 કિલર સ્પોટ

અમદાવાદ: અમદાવાદમાં અકસ્માતો અને તેનાથી થતાં મૃત્યુ ટાળવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કવાયત આદરી છે. આના પગલે અમદાવાદ શહેર ટ્રાફિક રોડ સેફ્ટી કાઉન્સિલે શહેરના એક્સિડન્ટ ઝોનનો અભ્યાસ હાથ ધર્યો હતો. આ અભ્યાસમાં શહેરના 97 કિલર સ્પોટ ઓળખી કાઢવામાં આવ્યા છે. આ કિલર સ્પોટ પર અકસ્માત થયો એટલે મર્યા જ સમજજો.

અહીં થતાં અકસ્માતો, ઘણીવાર જીવલેણ અકસ્માત બને છે. કાઉન્સિલમાં ટ્રાફિક પોલીસ, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ, અમદાવાદ જનમાર્ગ લિમિટેડ, પ્રાદેશિક પરિવહન અધિકારી, આરએમઓ-સિવિલ હોસ્પિટલ અને સિવિક એન્જિનિયરોના સભ્યોનો સમાવેશ થાય છે.

‘કિલર’ સ્પોટને હાઇલાઇટ કરતો અહેવાલ શહેરમાંથી અનિચ્છનીય ટ્રાફિકને ડાયવર્ટ કરવા માટે પેરિફેરલ એક્સપ્રેસવે, રાહદારીઓના રક્ષણ માટે ઝડપ-નિયંત્રણના પગલાં અને ગીચ રસ્તાઓને સાફ કરવા માટે ગેરકાયદે પાર્કિંગ પર કડક કાર્યવાહી જેવા પગલાંને ઘટાડવાનું પણ સૂચન કરે છે.

2022 દરમિયાન ચાર જાનહાનિ અને ચાર ગંભીર ઇજાઓ સાથે ગોતા ચાર રસ્તા અને નારણપુરા ચાર રસ્તા અને વાળીનાથ બીઆરટીએસ સ્ટેન્ડ વચ્ચેનો માર્ગ (પાંચ મૃત્યુ અને 2 ગંભીર ઇજાઓ)ને સૌથી વધુ અકસ્માત-સંભવિત રસ્તાઓમાં નામ આપવામાં આવ્યું છે.

આ યાદીમાં સ્વસ્તિક ચાર રસ્તા, પાંજરાપોળ ચાર રસ્તાથી ગુલબાઈ ટેકરા BRTS સુધીનો રસ્તો અને મોટેરાથી સાબરમતી સુધીનો માર્ગ પણ સામેલ છે. સુભાષના વળાંકથી આશ્રય હોટલ સુધીના પંથકમાં ટ્રાફિક અકસ્માતમાં એક મૃત્યુ અને સાત લોકો ગંભીર રીતે ઇજા પામ્યા હતા, અહીં ફૂટપાથની જરૂરિયાત પર ભાર મૂકાયો છે.

“કેડિલા બ્રિજથી ઘોડાસર ચોકડી સુધીના રસ્તામાં છ રાહદારીઓના મોત થયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, તે ટ્રાફિકની દ્રષ્ટિએ અત્યાર સુધીનો સૌથી ખતરનાક વિસ્તાર છે અને તેને ટ્રાફિક નિયમનની જરૂર છે.

કાઉન્સિલ દ્વારા અમદાવાદના રસ્તાઓ પર મૃત્યુ અને ઇજાઓ માટે ખામીયુક્ત રોડ ડિઝાઇન અથવા ભૌગોલિક સ્થિત, પાર્કિંગની અવ્યવસ્થા અને બ્લાઇન્ડ કોર્નર્સ એ સામાન્ય કારણો છે. પદયાત્રીઓ માટે ઝેબ્રા ક્રોસિંગ અને જંકશન પરથી રીક્ષાના રસ્તાના અવરોધો દૂર કરવાના સૂચનો છે, કાઉન્સિલને લાગે છે કે આ સૂચનોના અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય છે.

“ટેબલટૉપ ક્રોસિંગ ડિઝાઇન કરવા, જ્યાં જરૂર હોય ત્યાં સ્ટેગર્ડ રાહદારી ક્રોસિંગ, રાહદારીઓને ક્રોસ કરતા પહેલા રોડ મિડિયન્સ પર રાહ જોવા માટે ખાસ જગ્યા અને ફૂટપાથ પર બોલાર્ડ્સ ઇન્સ્ટોલ કરવા, ખાસ કરીને એવા સ્ટ્રેચ પર જ્યાં લાંબા ટ્રાફિક જામ જોવા મળે છે અને જ્યાં વાહનો રાહદારીની જગ્યાનું ઉલ્લંઘન કરે છે તેના પર સૂચનો કરવામાં આવ્યા હતા, એમ એએમસીના વરિષ્ઠ અધિકારીએ ઉમેર્યું હતું.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ