Ahmedabad News: ગુજરાતમાં (Gujarat) ગુજરાતી માધ્યમની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં (Gujarat Secondary and Higher Secondary School) 99% આચાર્યની (Principal) જગ્યાઓ ખાલી પડેલી છે. વર્ષ 2024-25ના આંકડા દર્શાવે છે કે સમગ્ર રાજ્યમાં કુલ 896 આચાર્યની જગ્યાઓમાંથી ગુજરાતી માધ્યમની શાળાઓમાં 889 જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું છે, જે કુલ ખાલી જગ્યાના 99.21% છે. અંગ્રેજી માધ્યમની શાળાઓ પાંચ જગ્યા ખાલી છે જ્યારે હિન્દી માધ્યમની બે સંસ્થાઓમાં આચાર્યની નિમણૂક કરાઈ નથી.
તાજેતરના આંકડા દર્શાવે છે કે ગુજરાતી માધ્યમની શાળાઓમાં 54 ખાલી આચાર્યની જગ્યાઓ સાથે જૂનાગઢ જિલ્લો આગળ છે, ત્યારબાદ 51 જગ્યાઓ સાથે દાહોદ, 47 સાથે સાબરકાંઠા, 46 સાથે રાજકોટ, 45 સાથે ખેડા અને 43 ખાલી જગ્યાઓ સાથે મહિસાગરનો નંબર આવે છે. અમદાવાદ જિલ્લામાં 41 જગ્યાઓ ખાલી છે જ્યારે ગાંધીનગર જિલ્લામાં, જ્યાં રાજ્યનું પાટનગર આવેલું છે, ત્યાં ગુજરાતી માધ્યમની શાળાઓમાં 23 જગ્યાઓ ખાલી છે.
શિક્ષણ નિષ્ણાતો સૂચવે છે કે છેલ્લા એક દાયકા દરમિયાન શાળા સંચાલકોએ સતત આ મુદ્દો રાજ્યના ધ્યાન પર લાવવાનો પ્રયાસ કર્યો હતો તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા કોઈ નિમણૂકો અથવા બઢતી લાગુ કરવામાં આવી નથી. સૂત્રો પ્રમાણે શિક્ષણ વિભાગ દ્વારા ભરતી અંગેની અનેકવિધ જાહેરાતો છતાં હજુ સુધી કોઈ નોંધપાત્ર પ્રગતિ થઈ નથી.
તો બીજી બાજુ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગે શાળાઓ પાસેથી ચિત્ર, સંગીત અને કોમ્પ્યુટર સહિતના વિષયો માટે શિક્ષકોની ખાલી જગ્યાઓની વિગતો માંગી છે. શાળાઓના કમિશનરના પરિપત્રમાં શાળાઓને 10 નવેમ્બર સુધીમાં ખાલી જગ્યાની વિગતો અપલોડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે જેથી વિભાગ આ જગ્યાઓ પર કરાર આધારિત સહાયક શિક્ષકોની નિમણૂક કરી શકે.
આ પણ વાંચો:ગ્રાહક પેનલમાં સહાયક સ્ટાફની ખાલી જગ્યાઓ ભરો: હાઈકોર્ટનો સરકારને આદેશ
આ પણ વાંચો:રાજ્ય સરકારની કમાલની કામગીરી ગૃહવિભાગની 27 હજાર ખાલી જગ્યાઓ 19 દિવસમાં થઈ 12 હજાર
આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટમાં જજોની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે,કોલેજિયમે પાંચ ન્યાયાધીશની કરી ભલામણ