Ahmedabad News : અમદાવાદ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલમાં વર્ષ 2023 દરમિયાન ગંભીર ભરતી કૌભાંડ સામે આવ્યું છે. નિયમોનો ભંગ કરીને કોઈપણ જાહેર જાહેરાત કે પરીક્ષા વિના ત્રણ ડાયાલિસિસ ટેકનિશિયનોની સીધી ભરતી કરવામાં આવી હોવાના આક્ષેપો થયા છે. આ ગેરરીતિભરેલી ભરતીના કારણે વિવાદ ઊભો થયો છે.
મળતી માહિતી મુજબ, 11 એપ્રિલ 2023ના રોજ અજયસિંહ બાબુજી વિહોલ અને ગણેશકુમાર પ્રહલાદભાઈ પટેલની, જ્યારે 14 એપ્રિલ 2023ના રોજ મહિપતસિંહ વિક્રમસિંહ પરમારની સીધી નિમણૂક કરવામાં આવી હતી. તત્કાલિન નિયામકે નિયમ વિરુદ્ધ રીતે ત્રણેય કર્મચારીઓની ભરતી કરી હોવાનું સામે આવ્યું છે. આ ત્રણ કર્મચારીઓને મળીને અંદાજે ₹25 લાખ જેટલો પગાર ચૂકવાયો હોવાનું પણ ખુલાસામાં આવ્યું છે.
Recruitment scam ને લઈને તપાસની માંગ
નિયમ વિરુદ્ધ થયેલી આ ભરતીને લઈને હોસ્પિટલ તંત્ર અને જવાબદાર અધિકારીઓ સામે તપાસ અને કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
