Gujarati youths trapped in Myanmar: વિદેશમાં સારી નોકરી અને સુખાકારીના સપના લઈને ગયેલા ગુજરાતી યુવકો માટે મ્યાનમાર પ્રવાસ કાળજીજનક સાબિત થયો છે. વડોદરા સહિત ગુજરાતના અલગ–અલગ જિલ્લાઓના ઓછામાં ઓછા 10 યુવકો મ્યાનમાર (Myanmar) માં ફસાઈ ગયા હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. આ યુવકોનો મોઢે માસ્ક અને ચહેરા પર ચિંતા દર્શાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પરિવારજનોમાં ભય અને અસમંજસની સ્થિતિ ઊભી થઈ છે.
મ્યાનમાર (Myanmar) માં ફસાયા 10 ગુજરાતી યુવકો
મળતી માહિતી મુજબ વડોદરા જિલ્લાના સાવલી તાલુકા સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી યુવકોને આકર્ષક નોકરી આપવાની લાલચ આપી મ્યાનમાર (Myanmar) લઈ જવાયા હતા. શરૂઆતમાં સારી આવક અને વિદેશી જીવનશૈલીના સપના બતાવવામાં આવ્યા, પરંતુ ત્યાં પહોંચ્યા બાદ પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. કેટલાક યુવકોને તેમની ઇચ્છા વિરુદ્ધ ગેરકાયદે કામ કરવા મજબૂર કરવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.
સરકારને યુવકોને સુરક્ષિત પરત લાવવા અપીલ
છેલ્લા 20 દિવસથી વધુ સમયથી આ યુવકો મ્યાનમાર (Myanmar)માં અટવાયેલા છે. પરિવારજનોને તેમના હાલત, રહેણાંક કે કામકાજ વિશે કોઈ સ્પષ્ટ માહિતી મળતી નથી. ખાસ કરીને સાવલી તાલુકાના સાંઢાસાલ ગામના ગુંજન શાહ મ્યાનમારમાં ફસાયા હોવાનો પરિવાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે. તેમના પિતાએ સરકાર સમક્ષ અપીલ કરી છે કે તેમના પુત્ર સહિત તમામ ભારતીય યુવકોને સુરક્ષિત રીતે વતન પરત લાવવામાં આવે. સમગ્ર મામલે કેન્દ્ર અને રાજ્ય સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરે તેવી માંગ ઉઠી રહી છે.
આ પણ વાંચો: મહેસાણા કબૂતરબાજીમાં 62 લાખનો ચૂનો, પોલીસ કર્મચારીની પત્ની સાથે જ છેતરપિંડી
આ પણ વાંચો: ગેરકાયદે અમેરિકા મોકલવાની કબૂતરબાજીના કેસમાં વોન્ટેડ આરોપી વિજાપુરથી ઝડપાયો
આ પણ વાંચો: અમેરિકા મોકલવાના કબૂતરબાજી કૌભાંડમાં ફરાર આરોપી ઝડપાયો
