Ahmedabad News/ શેરબજારમાં કરોડોનું કૌભાંડ, EDએ કરોડો રૂપિયાનું સોનું, ચાંદી અને રોકડ જપ્ત કર્યું

અમદાવાદમાં શેરબજારમાં રોકાણના નામે મોટી ઠગાઈ સામે આવી. EDએ હિંમાંશુ ભાવસારના કૌભાંડમાં સોનું, ચાંદી, 39.7 કિ.ગ્રા. જ્વેલરી અને 4.5 કરોડ રૂપિયા રોકડ જપ્ત કર્યા. તપાસ ચાલુ.

Gujarat Ahmedabad Trending
ED

Ahmedabad ED Action :  અમદાવાદમાં શેરબજારમાં રોકાણના નામે મોટી ઠગાઈ સામે આવી છે. આ મામલે EDની અમદાવાદ ઝોન ઓફિસે કાર્યવાહી કરી છે અને કરોડો રૂપિયાનું સોનું, ચાંદી અને રોકડ રકમ જપ્ત કરવામાં સફળતા મેળવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હિંમાંશુ ભાવસાર, તેના સાથીદારો સાથે, ઉત્તર ગુજરાતમાં અનેક ઓફિસો ખોલી, લોકોને શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી રોકાણ કરાવતા હતા. ટીમે 296 કિ.ગ્રા. સોનું, 110 કિ.ગ્રા. ચાંદી, 7 કિ.ગ્રા. જ્વેલરી, 5 કરોડ રૂપિયાની કિંમતનો સામાન જપ્ત કર્યો.  કુલ ફ્રોડની કિંમત અંદાજે 10.87 કરોડ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. આરોપીએ SEBI ની નોંધણી વિના રોકાણ ફર્મ ખોલી રોકાણકારોને રોકાણ કરાવ્યું હોવાનું પણ સામે આવ્યું છે

Ahmedabad EDની કાર્યવાહી અને ફરિયાદ

હિંમાંશુ ઉર્ફે પિન્ટુ ભાવસાર સામે PMLA હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેના ઉપર 6 થી વધુ ફરિયાદો નોંધાઈ છે. ખેરાલુ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાઈ હતી.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ મની લોન્ડરિંગ મામલે તપાસ હાથ ધર્યું છે અને હવે કૌભાંડની વધુ વિગતો મેળવવા માટે તપાસ ચાલુ છે.

આ ઘટનાએ શેરબજારમાં રોકાણ કરતી લોકો માટે ચેતવણી આપી છે કે નોંધાયેલા એજન્સી અને SEBI નોંધણી વગર રોકાણ કરવાનું જોખમ ભરેલું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કડીના જમીન કૌભાંડ કેસમાં તંત્રની કાર્યવાહી, શાળા, મંદિરની જગ્યાના વેચાણની નોંધ કરાશે નામંજૂર

આ પણ વાંચો:  અમદાવાદ કોર્પોરેશન ભ્રષ્ટાચારનું કેન્દ્ર બન્યું: કોંગ્રેસના મનીષ દોશીના ગંભીર આક્ષેપ

આ પણ વાંચો: અમદાવાદમાં વર્ષ 2025ને વિદાય આપી વર્ષ 2026નું ધમાકેદાર સ્વાગત