Gujarat Police DGP Update: ગુજરાત પોલીસ બેડામાં હાલમાં મહત્વપૂર્ણ ફેરફાર થયો છે. કેન્દ્રના ગૃહ મંત્રાલયે 1991 બેચના વરિષ્ઠ IPS અધિકારી ડૉ. શમશેર સિંહને BSFમાંથી સમય પહેલાં જ ગુજરાત કેડર પરત મોકલવાનો આદેશ કર્યો છે. તેઓ હાલમાં BSFમાં ADG તરીકે ફરજ બજાવી રહ્યા હતા.
ડૉ. કે.એલ.એન. રાવને સોંપાયો વધારાનો હવાલો
ગત 31 ડિસેમ્બરના રોજ ડૉ. કે.એલ.એન. રાવને ઈન્ચાર્જ DGP તરીકે નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ રાવની નિમણૂકના માત્ર એક દિવસ બાદ જ શમશેરસિંહની તાત્કાલિક રિપેટ્રિએશન ગુજરાતમાં થઈ છે. આ નિર્ણયની નકલ ગુજરાતના ચીફ સેક્રેટરી અને રાજ્યના DGPને પણ મોકલવામાં આવી છે.
શમશેરસિંહ આગામી DGP માટે મજબૂત દાવેદાર
અનુભવી અધિકારી તરીકે શમશેરસિંહ અગાઉ ACBના વડા, વડોદરાના પોલીસ કમિશનર, અને વિવિધ મહત્વપૂર્ણ પદો પર રહી ચુક્યા છે. તેમના કેન્દ્ર-રાજ્ય અને સુરક્ષા ક્ષેત્રના વિશાળ અનુભવને ધ્યાનમાં રાખીને તેઓ રાજ્યના નવા કાયમી DGP માટે મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા છે.
ટોચના પદ પર કોણ બેસશે તે અંગે ચર્ચા
હાલમાં ડૉ. કે.એલ.એન. રાવ ઈન્ચાર્જ Director General of Police તરીકે ફરજ બજાવી રહ્યા છે. જો કે, શમશેરસિંહની અચાનક પરત ફરી અને તેમના અનુભવને જોઈને આગલા દિવસોમાં ગુજરાત પોલીસના ટોચના પદ પર કોણ બેસશે તે અંગે ચર્ચા વધુ તીવ્ર બનવાની સંભાવના છે.
આ ફેરફાર રાજ્ય પોલીસ બેડામાં પ્રશાસકીય અને વહીવટી દબાણને પણ પ્રભાવિત કરી શકે છે. તમામ નજર હવે શમશેરસિંહની નવી જવાબદારીઓ પર રહી છે.
આ પણ વાંચો: સગીરાના અપહરણને 35 દિવસ, કાર્યવાહી નહીં: સુરતમાં પાટીદારોએ પોલીસ સ્ટેશન ઘેર્યું
આ પણ વાંચો: લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કરનાર આરોપી પોલીસના સંકજામાં
આ પણ વાંચો: વડોદરામાં સ્પા વર્કર યુવતીનું અપહરણ : ગરમ ચપ્પુથી યુવતીને ડામ આપ્યા
