Ahmedabad News/ રાઈઝીન ઝેરથી આતંક ફેલાવવાના કેસમાં NIAએ લીધી તપાસની કમાન 

ગુજરાત ATS દ્વારા ઝડપી પાડેલા ત્રણ ISKP જોડાયેલા આતંકીઓના કેસમાં મોટો વળાંક. રાઈઝીન ઝેર અને મોટા પાયે હુમલાની સંભાવના સાથે કનેક્શન, હવે NIA દ્વારા તપાસ ચાલુ.

Top Stories Ahmedabad Gujarat Breaking News
NIA

Ahmedabad News:ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વૉડ (ATS) દ્વારા નવેમ્બર 2025માં પાડવામાં આવેલા દરોડામાં ઝડપાયેલા ત્રણ આતંકીઓના કેસમાં મોટો વળાંક આવ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ કેસની તપાસ NIA ને સોંપી દીધી છે. આ કેસમાં આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ખુરાસાન પ્રોવિન્સ (ISKP) સાથે જોડાયેલા આરોપીઓ દ્વારા અત્યંત ઘાતક ઝેર ‘રાઈઝીન’નો ઉપયોગ કરીને મોટા પાયે જાનહાનિ કરવાનું કાવતરું ઘડાયું હતું.

ગુજરાત ATSએ 7 નવેમ્બર 2025ના રોજ ગાંધીનગર (Gandhinagar) ના અડાલજ ટોલ પ્લાઝા પાસેથી મુખ્ય આરોપી ડૉ. અહેમદ મોહિયુદ્દીન સૈયદ ને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી બે ગ્લોક પિસ્તોલ, એક બેરેટા પિસ્તોલ, 30 જીવતા કારતુસ અને 4 લિટર કેસ્ટર ઓઈલ મળી આવ્યું હતું. ત્યારબાદ 9 નવેમ્બરે બનાસકાંઠા જિલ્લામાંથી અન્ય બે આરોપીઓ આઝાદ સુલેમાન શેખ અને મોહમ્મદ સુહેલ મોહમ્મદ સલીમને પકડવામાં આવ્યા હતા.

NIA કરશે વધુ તપાસ

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ડૉ. અહેમદ સૈયદ, જેણે ચીનમાંથી MBBSની ડિગ્રી મેળવી છે, તે પોતાના હૈદરાબાદ સ્થિત ઘરમાં ‘હોમ લેબ’ બનાવીને રાઈઝીન ઝેર તૈયાર કરી રહ્યો હતો. ATSની ટીમે તેના ઘરે દરોડો પાડીને ઝેર બનાવવા માટેના રો મટિરિયલ્સ અને સાધનો જપ્ત કર્યા હતા. ફોરેન્સિક તપાસમાં આ સામગ્રીમાંથી રાઈઝીનના અંશ મળી આવ્યા હતા.

આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે તેમનો હેન્ડલર અબુ ખદીજા અફઘાનિસ્તાનમાં રહે છે અને તે ISKP સાથે સંકળાયેલો છે. આ ઉપરાંત આરોપીઓ પાકિસ્તાનમાં રહેતા કેટલાક વ્યક્તિઓના સંપર્કમાં પણ હતા. હથિયારો ડ્રોન દ્વારા પાકિસ્તાન બોર્ડર પરથી મંગાવવામાં આવતા હતા. આરોપીઓએ દિલ્હીની આઝાદપુર મંડી, અમદાવાદની નરોડા ફ્રુટ માર્કેટ અને લખનઉમાં RSS કાર્યાલયની રેકી કરી હતી, જ્યાં ઝેર મેળવીને મોટા પાયે હુમલાની યોજના હતી.

રાઈઝીન એ કેસ્ટર બીન્સ (એરંડા)ના વેસ્ટ મટિરિયલમાંથી બનતું અત્યંત ઘાતક ઝેર છે. તે સાયનાઈડ કરતાં પણ વધુ ખતરનાક માનવામાં આવે છે અને તેની માત્ર થોડીક માત્રામાં જ ઈન્જેક્શન, ઇન્હેલેશન કે ઇન્જેસ્ટ કરવાથી મોત થઈ શકે છે. આ ઝેરનો કોઈ ચોક્કસ એન્ટીડોટ નથી, અને તેને બાયોલોજિકલ વેપન તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે.

કેસમાં વિદેશી કનેક્શન, અન્ય રાજ્યોમાં રેકી અને સંભવિત વિશાળ ષડયંત્રને કારણે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાન્યુઆરી 2026માં તપાસ NIAને સોંપી દીધી. NIA હવે આરોપીઓના ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ, એન્ક્રિપ્ટેડ ચેટ્સ, ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ અને સોશિયલ મીડિયા ટ્રેઈલ્સની તપાસ કરશે. આ કેસ અન્ય રાજ્યોમાં થયેલી ધરપકડો અને દિલ્હીના રેડ ફોર્ટ બ્લાસ્ટ સાથે પણ જોડાયેલો હોવાની આશંકા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાત ATS દ્વારા પકડાયેલા 3 આતંકીનો કેસ NIAને સોંપાયો, અમદાવાદ યુનિટ ISIS નેટવર્કની કરશે તપાસ

આ પણ વાંચો:NIAએ આતંકવાદી ષડયંત્રના કેસના સંદર્ભમાં પાંચ રાજ્યોમાં મોટું સર્ચ ઓપરેશન શરૂ કર્યું

આ પણ વાંચો:NIAને મળ્યાં તહવ્વુર રાણાનાં 18 દિવસનાં રિમાન્ડ, તિહાર જેલમાં રખાશે