Ahmedabad News:શિયાળાની કડકડતી ઠંડીની સાથે અમદાવાદમાં વાયુ પ્રદૂષણનું સ્તર ચિંતાજનક રીતે વધી ગયું છે. વહેલી સવારે શહેરનો સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર થઈ ગયો છે, જે ‘Unhealthy’ શ્રેણીમાં આવે છે. આ સ્થિતિમાં બાળકો, વૃદ્ધો અને શ્વાસની બીમારી ધરાવતા લોકો માટે બહારની પ્રવૃત્તિઓ ખતરનાક સાબિત થઈ શકે છે.
)
વિવિધ વિસ્તારોમાં નોંધાયેલા એક્યુઆઈના આંકડા
વિસ્તારો |
AQI |
– |
– |
| શાંતિગ્રામ | 257 (Unhealthy) | નવરંગપુરા | 187 (Unhealthy) |
| ગોદરેજ ગાર્ડન સિટી | 203 (Unhealthy) | સોનીની ચાલી | 183 (Unhealthy) |
| બોડકદેવ | 198 (Unhealthy) | સેટેલાઈટ | 182 (Unhealthy) |
| થલતેજ | 194 (Unhealthy) | ઉસ્માનપુરા | 180 (Unhealthy) |
| બોપલ | 190 (Unhealthy) | ચાંદખેડા | 179 (Unhealthy) |
| શાહીબાગ | 190 (Unhealthy) | સરખેજ | 177 (Unhealthy) |

ઠંડીના કારણે વાતાવરણમાં ઇન્વર્ઝન લેયર બને છે, જે પ્રદૂષકોને જમીનની નજીક જ રોકી રાખે છે અને હવાની ગુણવત્તા વધુ બગાડે છે.
આ પણ વાંચો:અમદાવાદની હવા ઝેર બની, રાયખડમાં AQI 308, બોપલમાં 247… શ્વાસ લેવું પણ મુશ્કેલ!
