Not Set/ અમેરિકાનાં રાષ્ટ્રપતિની વધી મુસિબત, યુએસની સંસદમાં ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ પાસ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં મહાભિયોગનાં આરોપ અંગે યુએસ સંસદનાં નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં 10 કલાક લાંબી ચર્ચા બાદ મતદાન પ્રક્રિયા શરૂ થઈ. અહી ચોંકાવનારી વાત એ રહી કે, સંસદમાં મતદાન ડોનાલ્ડ ટ્રમ્પનાં મહાભિયોગની તરફેણમાં આવ્યું હતું. સમાચાર એજન્સી એ.પી. અનુસાર, યુ.એસ. સંસદમાં ડોનાલ્ડ ટ્રમ્પનાં મહાભિયોગની તરફેણમાં મત આપવામાં આવ્યા હતા. આ મતદાન સાથે, યુ.એસ. […]

Top Stories World

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં મહાભિયોગનાં આરોપ અંગે યુએસ સંસદનાં નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં 10 કલાક લાંબી ચર્ચા બાદ મતદાન પ્રક્રિયા શરૂ થઈ. અહી ચોંકાવનારી વાત એ રહી કે, સંસદમાં મતદાન ડોનાલ્ડ ટ્રમ્પનાં મહાભિયોગની તરફેણમાં આવ્યું હતું. સમાચાર એજન્સી એ.પી. અનુસાર, યુ.એસ. સંસદમાં ડોનાલ્ડ ટ્રમ્પનાં મહાભિયોગની તરફેણમાં મત આપવામાં આવ્યા હતા. આ મતદાન સાથે, યુ.એસ. સંસદનાં નીચલા ગૃહમાં ઠરાવ પસાર થયો હતો કે, ડોનાલ્ડ ટ્રમ્પનાં મહાભિયોગનો કેસ ચાલશે. ટ્રમ્પ સામે મહાભિયોગ પ્રસ્તાવને બહુમતી મળી.

10 કલાક લાંબી ચર્ચા બાદ મતદાન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર તેમના પદ અને શક્તિનો દુરુપયોગ કરવાનો અને કાયદાનાં નિર્માતાઓને તપાસ હાથ ધરતા અટકાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. અગાઉ, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની જ્યુડિશિયલ કમિટીએ કલાકોની ચર્ચા પછી ગત સપ્તાહે ટ્રમ્પ સામેનાં બે આરોપોને મંજૂરી આપી હતી. અમેરિકન સંસદની નીચલી સંસદમાં ડોનાલ્ડ ટ્રમ્પનાં મહાભિયોગ માટેનો પ્રસ્તાવ પસાર થયો. નીચલા ગૃહમાંથી ઠરાવ પસાર થયા બાદ હવે ઉપલા ગૃહ સેનેટમાં જશે. આ પ્રસ્તાવ દરમિયાન, યુ.એસ. સંસદનાં નીચલા ગૃહ, પ્રતિનિધિ ગૃહમાં 10 કલાક ચર્ચા થઈ હતી.

દરમિયાન, ડેમોક્રેટિક પ્રતિનિધિ સુસાન ડેવિસે ગૃહમાં કહ્યું કે, અમે રાષ્ટ્રપતિ પર મહાભિયોગ લાવી રહ્યા નથી, તે જાતે જ આ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, તમે રાષ્ટ્રપતિ છો અને તમે ન્યાયમાં અવરોધ ઉભો કરો છો. રાષ્ટ્રપતિ હોવા છતાં, તમે વિદેશી નેતાને લાંચ આપવાનો પ્રયાસ કરો છો. તમે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છો. આ પ્રસ્તાવ બાદ ટ્રમ્પ આવતા મહિને સેનેટમાં મુકદ્દમોનો સામનો કરી શકે છે. જોકે, સેનેટમાં ટ્રમ્પની પાર્ટી પાસે બહુમતી છે. આવી સ્થિતિમાં ટ્રમ્પની પદેથી પીછે હઠ થવી મુશ્કેલ છે.

ન્યાયિક સમિતિએ ટ્રમ્પનાં સત્તાનાં દુરૂપયોગનાં આરોપને મંજૂરી આપી હતી, ટ્રમ્પે 2020 ની સામાન્ય ચૂંટણીઓમાં યુક્રેનને તેમના સંભવિત રાજકીય હરીફ જો બિડેનને બદનામ કરવા દબાણ કર્યું હોવાનો આરોપ મૂકોયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.