Ahmedabad News : અમદાવાદના પંચવટી વિસ્તારમાં આવેલા ‘સેન્ટેનિયલ વિસ્ટા’ એપાર્ટમેન્ટના ધાબા પર વાસી ઉત્તરાયણના દિવસે ચાલી રહેલી હાઇપ્રોફાઇલ દારૂ, હુક્કા અને DJ પાર્ટી (Liquor Party)પર યુનિવર્સિટી પોલીસે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં ચાર યુવતીઓ સહિત કુલ 21 લોકો ઝડપાયા છે.
પોલીસને ઘટનાસ્થળેથી મોંઘી વિદેશી દારૂની બોટલો, વિવિધ ફ્લેવરના હુક્કા તેમજ બાઈટીંગ માટેની સામગ્રી મળી આવી છે. દારૂ પાર્ટી (Liquor Party) નું આયોજન કુશલ શાહ નામના વ્યક્તિએ કર્યું હોવાની પ્રાથમિક માહિતી મળી છે.
DJના ઊંચા અવાજથી સ્થાનિકો પરેશાન, પોલીસને ફરિયાદ

DJના ઉંચા અવાજ અને નશામાં ધૂત યુવકો દ્વારા બૂમાબૂમ થવાથી આસપાસના રહેવાસીઓ પરેશાન બન્યા હતા. સ્થાનિકોએ કંટ્રોલ રૂમમાં ફરિયાદ કરતા યુનિવર્સિટી પોલીસે તાત્કાલિક ટેરેસ પર દારૂ પાર્ટી (Liquor Party) પર દરોડો પાડ્યો હતો.
ધાબા પર બિયર બાર અને હુક્કાબાર જેવી વ્યવસ્થા
પોલીસ પહોંચતાં ટેરેસ પર બિયર બાર જેવી સંપૂર્ણ વ્યવસ્થા જોવા મળી હતી. કાઉન્ટર પર લીચી, ખારેક, કાચી કેરી, એલચી, બિસ્કિટ સહિતની બાઈટીંગ ગોઠવેલી હતી. સાથે મોંઘા ભાવની દારૂની બોટલો અને વિવિધ ફ્લેવરના હુક્કા પણ મળી આવ્યા હતા.
દારૂની પાર્ટી (Liquor Party) પર દરોડા પહેલા એક બિલ્ડરનો પુત્ર ફરાર થયો હોવાની ચર્ચા
દારૂની પાર્ટી (Liquor Party) દરમિયાન દરોડો પડતા એક બિલ્ડરનો પુત્ર સ્થળ પરથી નાસી ગયો હોવાની ચર્ચા છે. તેને બચાવવા માટે ભલામણો થતી હોવાની ચર્ચાઓ પણ ઉઠી છે, જોકે પોલીસે આ વાતનો સત્તાવાર ઇનકાર કર્યો છે.
નાસી ગયેલા 5 યુવકો બાદમાં પકડાયા
શરૂઆતમાં પોલીસ દ્વારા 4 યુવતી અને 12 યુવકોને ઝડપી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસને જોઈ નાસી ગયેલા પાંચ યુવકોને પણ પકડી તમામને ફરીથી ઘટનાસ્થળે લાવવામાં આવ્યા હતા.
મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવશે
હાલ પંચની હાજરીમાં પંચનામાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પંચનામું પૂર્ણ થયા બાદ તમામ આરોપીઓને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવશે. પોલીસે દારૂ અને અન્ય સામગ્રી જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી છે.
