Ahmedabad News/ હાટકેશ્વરમાં જ્વેલર્સની દીવાલ તોડી ચોરી કરનાર ‘હાઈટેક’ ચોર ઝડપાયો

અમદાવાદના હાટકેશ્વરમાં જ્વેલર્સની દીવાલમાં બાકોરું પાડી 1.75 લાખની ચોરી (Theft) કરનાર 19 વર્ષના અશ્વિન ખાડિયાની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. 100% રિકવરી સાથે ભેદ ઉકેલાયો.

Gujarat Ahmedabad Trending
Theft

Ahmedabad Jewelers Theft Case: અમદાવાદ શહેરના હાટકેશ્વર વિસ્તારમાં આવેલી એક જ્વેલર્સની દુકાનમાં થયેલી લાખોની ચોરી (Theft)નો ભેદ ઉકેલવામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસને ચકમો આપવા માટે આ ભેજાબાજ ચોરે એવી ટેકનિક અજમાવી હતી કે પોલીસ પણ એક સમયે વિચારતી થઈ ગઈ હતી, પરંતુ આખરે 19 વર્ષનો આ ચતુર ચોર પોલીસના સકંજામાં આવી ગયો છે.

Theft

લોક તોડવાને બદલે દીવાલમાં પાડ્યું બાકોરું

હાટકેશ્વરના આ જ્વેલર્સની દુકાનમાં તસ્કરે ચોરી કરવા માટે કોઈ સામાન્ય રસ્તો અપનાવ્યો નહોતો. દુકાનના મજબૂત શટર અને હાઈટેક લોકને અડકવાને બદલે, ચોરે દુકાનની દીવાલમાં બાકોરું પાડ્યું હતું. આ નવી ટેકનિક જોઈને પોલીસને શંકા ગઈ હતી કે ચોર બાંધકામની પદ્ધતિથી ખૂબ સારી રીતે વાકેફ હોવો જોઈએ.

કડિયાકામની આવડતનો ચોરી (Theft) માં ઉપયોગ

ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલો 19 વર્ષનો આરોપી અશ્વિન ખાડિયા વ્યવસાયે કડિયાકામ કરે છે. તેણે પોતાની આ આવડતનો ઉપયોગ દીવાલ તોડવામાં કર્યો હતો. તેને એમ હતું કે તે દીવાલ તોડીને ચોરી કરશે તો પોલીસ ક્યારેય તેને પકડી શકશે નહીં, પરંતુ તેની આ ચાલાકી લાંબો સમય ટકી શકી નહીં.

CCTV અને આગવી કોઠાસૂઝથી પર્દાફાશ

ક્રાઈમ બ્રાન્ચની ટીમે વિસ્તારના સંખ્યાબંધ CCTV ફૂટેજ તપાસ્યા હતા. પોલીસની આગવી કોઠાસૂઝ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી અશ્વિન ખાડિયાને દબોચી લેવામાં આવ્યો હતો. આ ચોરે જ્વેલર્સમાંથી 1 લાખ 75 હજાર રૂપિયાના દાગીનાની ચોરી કરી હતી.

Theft

100 ટકા મુદ્દામાલ રિકવર

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ માટે સૌથી મોટી સફળતા એ રહી કે તેમણે આરોપીની ધરપકડ કરવાની સાથે ચોરી થયેલા 100 ટકા દાગીના રિકવર કરી લીધા છે. 19 વર્ષના આ યુવાને ગુનાખોરીના રસ્તે ચડીને પોલીસને પડકાર ફેંક્યો હતો, જેનો અંત જેલના સળિયા પાછળ થયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સાણંદ નજીક મોબાઈલ ટાવરની 24 બેટરી ચોરી કરનારો ઝડપાયો

આ પણ વાંચો: દરિયાઈ માર્ગે ડીઝલ ચોરીનું મોટું રેકેટ પકડાયું: 75 ડ્રમ સાથે ₹10 લાખનો મુદ્દામાલ જપ્ત

આ પણ વાંચો: રાજકોટમાં આંગણવાડી ફૂડ પેકેટની ચોરીનો પ્રયાસ નિષ્ફળ, 36 બાચકા જપ્ત