Sex Position Tips: વજન ઘટાડવા માટે લોકો જીમમાં કલાકો સુધી પરસેવો પાડે છે અને ડાયટિંગ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારા બેડરૂમમાં થતી મસ્તી પણ તમને સ્લિમ અને ફિટ બનાવી શકે છે?
જી હા, સંશોધનો કહે છે કે સેક્સ એ કુદરતી વર્કઆઉટ છે. તેનાથી માત્ર માનસિક શાંતિ અને શારીરિક સુખ જ નથી મળતું, પણ શરીરમાંથી ઘણી કેલરી બર્ન થાય છે. આ દરમિયાન રિલીઝ થતું ‘ઓક્સિટોસિન’ હોર્મોન પણ વજન ઘટાડવામાં મદદ કરે છે. આજે અમે તમને એવી 5 ખાસ પોઝિશન્સ (Positions) વિશે જણાવીશું જે પેટ અને જાંઘની ચરબી ઘટાડવામાં જીમ જેટલી જ અસરકારક છે.
1.મિશનરી પોઝિશન (The Missionary Position)
આ સૌથી સામાન્ય અને લોકપ્રિય પોઝિશન (Position) છે, પણ જો સ્માર્ટ રીતે કરવામાં આવે તો તે પેટની ચરબી ઘટાડી શકે છે.
કેવી રીતે ફાયદો કરે?: સામાન્ય રીતે આમાં પુરુષ ઉપર હોય છે, પરંતુ સ્ત્રી પાર્ટનર નીચે રહીને પણ પોતાના કોર (પેટના) સ્નાયુઓને એક્ટિવ કરી શકે છે. તમે તમારા હિપ્સ (નિતંબ) ને ઉપર તરફ ઉઠાવીને હોલ્ડ કરી શકો છો. આ એક પ્રકારની ‘મસલ એક્સરસાઇઝ’ છે જે મેટાબોલિઝમ વધારે છે.

2.બ્રિજ પોઝિશન (The Bridge Position)
જો તમે ફ્લેક્સિબલ હોવ અને શરીરમાં થોડી તાકાત હોય, તો આ પોઝિશન (Position) બેસ્ટ છે.
કેવી રીતે ફાયદો કરે?: આમાં સ્ત્રી પાર્ટનરે પોતાના હાથ અને પગના ટેકે શરીરને કમાનની જેમ ઉપર ઉઠાવવાનું હોય છે (જેમ યોગમાં સેતુબંધાસન હોય છે). આમાં આખું વજન હાથ અને પગ પર આવતું હોવાથી, તે ખૂબ જ ઝડપથી કેલરી બર્ન કરે છે અને શરીરને સુડોળ બનાવે છે.

3.ડોગી સ્ટાઈલ (Doggy Style)
પેટની ચરબી ઘટાડવા માટે આ પોઝિશન (Position) ખૂબ અસરકારક માનવામાં આવે છે.
કેવી રીતે ફાયદો કરે?: આમાં તમારે હાથ અને ઘૂંટણ પર બેલેન્સ રાખવાનું હોય છે. આનાથી તમારા હાથ, ખભા અને કોર (પેટ) ના સ્નાયુઓ મજબૂત થાય છે. આ સ્થિતિમાં શરીરના મોટાભાગના સ્નાયુઓ કામ કરતા હોવાથી કેલરી બર્નિંગ પ્રોસેસ ઝડપી બને છે.

4.લંગ પોઝિશન (The Lunge Position)
જાંઘ (Thighs) ની ચરબીથી પરેશાન મહિલાઓ માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે.
કેવી રીતે ફાયદો કરે?: આમાં સ્ત્રી પાર્ટનર પુરુષની ઉપર બેસે છે, જેમાં એક પગ આગળ અને બીજો પાછળ વાળીને બેસવાનું હોય છે (લંગ્સ એક્સરસાઇઝની જેમ). આનાથી સાથળના અંદરના અને બહારના સ્નાયુઓ ખેંચાય છે અને ટોન થાય છે. પગ અને હિપ્સને શેપમાં લાવવા માટે આ રામબાણ ઈલાજ છે.

5.ચેર પોઝિશન (The Chair Position)
જો તમારા પાર્ટનર ફિટ હોય તો આ પોઝિશન (Position) ટ્રાય કરી શકાય છે.
કેવી રીતે ફાયદો કરે?: આમાં પુરુષ ખુરશી પર બેસે છે અને સ્ત્રી પાર્ટનર (Partner)તેમની ઉપર સામે અથવા પીઠ કરીને બેસે છે. આમાં સંતુલન જાળવવા માટે કમર અને ખભાના સ્નાયુઓનો ઉપયોગ થાય છે. આ એક મજેદાર વર્કઆઉટ છે જે ધીરે-ધીરે વજન ઘટાડવામાં મદદ કરે છે.
સેક્સ એ કાર્ડિયો એક્સરસાઇઝ જેવું કામ કરે છે. જો તમે નિયમિત રીતે અને ઉત્સાહ સાથે આ પોઝિશન્સ (Position)ટ્રાય કરશો, તો તમારો સંબંધ પણ મજબૂત થશે અને શરીર પણ ફિટ રહેશે. તો હવે વજન ઘટાડવા માટેનું બહાનું નહીં, પણ રોમેન્ટિક કારણ શોધો!
આ પણ વાંચો: બેડરૂમમાં પુરુષોની આ 6 ભૂલો બગાડી નાખે છે સ્ત્રીઓનો મૂડ! જો તમે પણ આવું કરતા હોવ તો આજે જ ચેતી જજો
આ પણ વાંચો: શું કામનું ટેન્શન બેડરૂમ સુધી પહોંચી ગયું છે? તો ટ્રાય કરો આ 5 પોઝિશન્સ, તણાવ થશે ગાયબ અને વધશે પ્રેમ
આ પણ વાંચો: થાક ઉતારવા માટે સેક્સ છે બેસ્ટ દવા! જાણો પાર્ટનરને કેવી રીતે મૂડમાં લાવવા?

