Mumbai News/ શેરબજાર : એક જ ઝાટકે રોકાણકારોના ₹10 લાખ કરોડ સ્વાહા

ભારતીય Stock Market માં સતત બીજા દિવસે ભારે કડાકો જોવા મળ્યો

Top Stories India
Stock Market

Mumbai News : ભારતીય શેરબજાર (Stock market) માં સતત બીજા દિવસે ભારે કડાકો જોવા મળ્યો. મંગળવારે સેન્સેક્સ 1,065 પોઈન્ટ તૂટીને 82,180.47 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 353 પોઈન્ટ ઘટીને 25,232.50 પર બંધ થયો. ઇન્ટ્રાડે દરમિયાન સેન્સેક્સ 1,200 પોઈન્ટ અને નિફ્ટી 400 પોઈન્ટ સુધી લથડ્યા હતા. શેરબજાર (Stock market) માં આ ભારે ઘટાડાના કારણે રોકાણકારોના અંદાજે ₹10.12 લાખ કરોડ એક જ દિવસમાં સ્વાહા થયા.

ટોપ શેરોમાં હાહાકાર

BSEના ટોપ-30 શેરોમાંથી માત્ર HDFC બેંક જ લીલા નિશાનમાં રહી, જ્યારે બાકીના તમામ 29 શેરોમાં ઘટાડો નોંધાયો. સૌથી વધુ 4%થી વધુનો ઘટાડો Zomatoમાં થયો. બજાજ ફાઈનાન્સ, સનફાર્મા, ઇન્ડિગો, રિલાયન્સ અને TCS જેવા દિગ્ગજ શેરો પણ ધરાશાયી થયા.

માર્કેટ કેપમાં ₹10 લાખ કરોડનું નુકસાન

સોમવારે BSEની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન ₹465.68 લાખ કરોડ હતી, જે મંગળવારે ઘટીને ₹455.72 લાખ કરોડ પર આવી ગઈ. એટલે કે એક જ દિવસમાં ₹10.12 લાખ કરોડનું નુકસાન થયું.

તમામ સેક્ટર લાલ નિશાનમાં

NSE પર તમામ સેક્ટર લાલ નિશાનમાં બંધ થયા.

  • રિયલ્ટી સેક્ટર: 5%થી વધુ ઘટાડો

  • ઓટો સેક્ટર: 2.5% ઘટાડો

  • ફાઈનાન્શિયલ સેક્ટર: 1.4% ઘટાડો
    અન્ય સેક્ટરોમાં પણ સરેરાશ 1% સુધીનો ઘટાડો નોંધાયો.

Stock Market કેમ તૂટ્યું?

1) IT શેરોમાં ભારે વેચવાલી

IT શેરોમાં તીવ્ર વેચવાલી જોવા મળી. વિપ્રો 3% અને LTIMindtree 6% સુધી તૂટ્યા, જેના કારણે બજાર બે મહિનાના નીચલા સ્તરે પહોંચ્યું.

2) નવા ટેરિફનો ડર

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગ્રીનલેન્ડ પર નિયંત્રણ સ્થાપિત કરવાની જીદને પગલે યુરોપિયન યુનિયનના 8 દેશો પર નવા ટેરિફ લાદવાની ધમકી અપાઈ છે. ફ્રાન્સ પર 200% ટેરિફની વાતથી વૈશ્વિક સ્તરે ટ્રેડ વોરનો ખતરો વધ્યો છે.

3) FIIની સતત વેચવાલી

વિદેશી સંસ્થાગત રોકાણકારોએ સતત 10મા સત્રમાં વેચવાલી કરી. સોમવારે જ FIIએ ₹3,263 કરોડના શેર વેચ્યા.

4) સોનાં-ચાંદીમાં તેજી

રોકાણકારો શેરબજાર (Stock Market) થી નાણાં કાઢીને સુરક્ષિત વિકલ્પો તરફ વળ્યા છે. સોનું પ્રથમ વખત $4,700 પ્રતિ આઉન્સને પાર કરી ગયું છે, જ્યારે ચાંદી પણ રેકોર્ડ ઊંચાઈએ પહોંચી છે.

ટ્રેડ વોરનો ખતરો વધ્યો

અમેરિકા અને યુરોપ વચ્ચે વધતા ભૂ-રાજકીય તણાવથી વૈશ્વિક અનિશ્ચિતતા વધી છે. ગ્રીનલેન્ડ મુદ્દે અમેરિકાની નીતિ સામે વિરોધ કરનારા યુરોપિયન દેશો પર ટેરિફ લાદવાની જાહેરાત બાદ બજારમાં ભયનો માહોલ છે. આ મુદ્દે ચર્ચા કરવા EUના નેતાઓ ગુરુવારે બ્રસેલ્સમાં ઇમર્જન્સી સમિટ કરશે.

ગ્લોબલ માર્કેટ્સમાં પણ નબળાઈ

  • કોરિયા (KOSPI): 0.39% ઘટાડો

  • જાપાન (Nikkei): 1.11% ઘટાડો

  • હોંગકોંગ (Hang Seng): 0.29% ઘટાડો

  • ચીન (Shanghai Composite): 0.085% ઘટાડો

  • અમેરિકા: ડાઉ જોન્સ 0.17% ઘટ્યો; નાસ્ડેક અને S&P 500 પણ નબળા રહ્યા

FII vs DII

19 જાન્યુઆરીએ

  • FIIsએ ₹3,262 કરોડના શેર વેચ્યા

  • DIIsએ ₹4,234 કરોડના શેર ખરીદ્યા

ડિસેમ્બર 2025માં FIIsએ કુલ ₹34,350 કરોડની વેચવાલી કરી હતી, જ્યારે DIIsએ ₹79,620 કરોડની ખરીદી કરીને બજારને ટેકો આપ્યો હતો.નોંધનીય છે કે શેરબજાર (Stock Market) માં ગઈકાલે પણ સેન્સેક્સ 324 પોઈન્ટ ઘટીને 83,246 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 108 પોઈન્ટ ઘટીને 25,585 પર બંધ રહ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ

 

આ પણ વાંચો: શેરબજારમાં કરોડોનું કૌભાંડ, EDએ કરોડો રૂપિયાનું સોનું, ચાંદી અને રોકડ જપ્ત કર્યું

આ પણ વાંચો: ધનતેરસ પહેલા શેરબજારમાં દિવાળી, નિફ્ટી 25500 ને પાર… ટાઇટન અને બેંક શેરોમાં રોકેટ સવારી

આ પણ વાંચો: શેરબજારમાં પૈસા કમાઈને કરોડપતિ બનવાની દોડમાં ₹3.66 કરોડની છેતરપિંડી