Anand News:આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના અંબાવ ગામમાં ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર (Corruption)ના આરોપો લગાવીને મહિલા સરપંચ અને તેમના પરિવાર વિરુદ્ધ મુખ્યમંત્રી સુધી પહોંચેલા ખેડૂત ભરતભાઈ પઢિયારનું આજે વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. 5 જાન્યુઆરીના રોજ જ્વલનશીલ પદાર્થ વડે આત્મદાહ કરનારા ભરતભાઈની ઘટના પાછળ ગંભીર આરોપો અને તપાસના મુદ્દાઓ છૂપાયેલા છે, જે ગ્રામીણ વિસ્તારોમાં ભ્રષ્ટાચાર (Corruption) અને ધમકીઓની વ્યાપક સમસ્યાને ઉજાગર કરે છે. પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી છે, પરંતુ ભરતભાઈના મોતથી આ મામલો વધુ જટિલ બન્યો છે.
ભરતભાઈ પઢિયાર, અંબાવ ગામના એક સાદા ખેડૂત હતા, જેમણે તેમના ગામની પંચાયતમાં થતા ભ્રષ્ટાચાર (Corruption) વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. તેને જણાવ્યું હતું કે, “અમારા ગામમાં પંચાયતમાં ભ્રષ્ટાચાર (Corruption) થયેલો છે.” આ આરોપોમાં મહિલા સરપંચ કોકિલાબેન અને તેના પરિવારનો સમાવેશ થતો હતો.ભરતભાઈએ આ મુદ્દા પર 8-10 દિવસ પહેલા જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ), તાલુકા વિકાસ અધિકારી (ટીડીઓ), વિકાસ કમિશનર અને મુખ્યમંત્રીને અરજીઓ કરી હતી. તેમણે વારંવાર રજૂઆતો કરી, પરંતુ કોઈપણ સ્તરે તેમને ન્યાય મળ્યો નહીં.
ભ્રષ્ટાચાર (Corruption) વિરુદ્ધ અવાજ ઉઠાવાની આટલી મોટી સજા ?
અરજીઓના અભાવમાં ભરતભાઈએ મીડિયાનો સંપર્ક કર્યો અને આ અંગે નિવેદન આપ્યું. આ નિવેદનના ઠીક તરત જ સરપંચના પતિ તરફથી તેમને ધમકીઓ મળવા લાગી. બીજા દિવસે અન્ય લોકો દ્વારા પણ ધમકીઓ અને સંદેશા મોકલાયા, જેમાં કહેવામાં આવ્યું હતું, “તમને જીવતા નહીં છોડીએ.” આ ધમકીઓથી ભરતભાઈની જીવન જોખમમાં મુકાઈ ગયું હતું, જે તેમણે પણ હોસ્પિટલના બેડ પરથી વર્ણન કર્યું હતું.
ઘટનાના ત્રીજા દિવસે ભરત ભાઈના ઘરે ભજનનો કાર્યક્રમ યોજાઈ રહ્યો હતો. તેથી તે દળણું દળાવવા માટે બહાર ગયા હતા. ત્યારે અચાનક સરપંચ કોકિલાબેન,તેનો પતિ દિનેશ, પુત્ર નિલેશ, રાજેશ અને એક ભત્રીજો ઈકો ગાડી લઈને આવ્યા. આરોપ મુજબ, તેમણે ભરતભાઈને ગડદાપાટુનો માર માર્યો અને તેમને ગામની વચ્ચે લઈ ગયા.
આ ભ્રષ્ટાચાર (Corruption) કરનાર આરોપીઓએ ભરતભાઈને માર મારતા મારતા ગામના મુખ્ય વિસ્તારમાં લઈ જઈને હુમલો કર્યો. કોકિલાબેને તેને પકડી રાખ્યો, જ્યારે નિલેશે તેના પર પેટ્રોલ છાંટ્યું. ત્યારબાદ રાજેશે દીવાસળી ચાંપી દીધી, જેથી ભરતભાઈ આગના લપેટમાં આવી ગયા. દિનેશે તેને લાત મારીને જમીન પર પાડ્યો અને તમામ આરોપીઓ ત્યાંથી ભાગી ગયા. આ ઘટના દરમિયાન ગામના લોકો આસપાસ હાજર હતા, પરંતુ કોઈએ હસ્તક્ષેપ કર્યો નહીં.
આ ઘટના બાદ ભરતભાઈ ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને તુરંત આંકલાવની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાંથી વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા. હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝળબળતા ભરતભાઈએ 5 જાન્યુઆરીના રોજ આ તમામ વિગતો મીડિયાને જણાવી હતી, જે તેમના દુઃખદ અંતની પૂર્વભૂમિને સ્પષ્ટ કરે છે.
ઘટના બાદ સોશિયલ મીડિયા અને મીડિયામાં બે વીડિયો વાયરલ થયા હતા, જે આ મામલાને વધુ જટિલ બનાવે છે. પ્રથમ વીડિયોમાં કારમાં ભાગી રહેલા લોકો (જેમાં આરોપીઓના પરિવારના સભ્યો હોવાનું કહેવાય છે) બોલતા જોવા મળે છે: “વીડિયો ચાલુ કર, એની જાતે કર્યું છે. આપણે કશું કર્યું નથી, એ જાતે સળગ્યો છે. આખું ગામ જોતું નથી?” આ વાતો કરતા કારમાંથી ગાળાગાળી પણ કરવામાં આવી હતી, અને કારની પાછળ કેટલાક લોકો દોડતા જોવા મળ્યા. આ વીડિયો આરોપીઓની દલીલને સમર્થન આપે છે કે ભરતભાઈએ આત્મહત્યા કરી હતી.
આ પણ વાંચો:અમદાવાદ કોર્પોરેશન ભ્રષ્ટાચારનું કેન્દ્ર બન્યું: કોંગ્રેસના મનીષ દોશીના ગંભીર આક્ષેપ
આ પણ વાંચો:કલેકટર સામે વધુ એક ફરિયાદ, સુરેન્દ્રનગરમાં સોલાર પ્લાન્ટને લઈ ભ્રષ્ટાચારનો આરોપ
આ પણ વાંચો:વિકાસના નામે વિનાશ! ઉદ્ઘાટન પહેલા જ તૂટી પડ્યો ધોરાજીનો રોડ, કરોડોનું કામ ભ્રષ્ટાચારના કાદવમાં
