Salman Khan in Surat: ડાયમંડ સિટી સુરત આજે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના આગમનથી ‘હાઉસફુલ’ થઈ ગયું છે. ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL) ના પ્રમોશન માટે જ્યારે સલમાન ખાન સુરત એરપોર્ટ પર ઉતર્યો, ત્યારે તેને જોવા માટે ચાહકોમાં અદભૂત દીવાનગી જોવા મળી હતી. એરપોર્ટથી લઈને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી માત્ર સલમાનના નામની જ ગુંજ સંભળાઈ રહી હતી.
એરપોર્ટ પર ચાહકોનું ઘોડાપૂર
સલમાન ખાન સુરત આવવાનો છે તેવા સમાચાર વાયુવેગે ફેલાતા જ હજારો ફેન્સ એરપોર્ટ પર જમા થઈ ગયા હતા. જેવો સલમાન બહાર આવ્યો કે તરત જ ‘ભાઈજાન… ભાઈજાન…’ ના નારાથી આખું પરિસર ગાજી ઉઠ્યું હતું. ભીડને નિયંત્રિત કરવા માટે સુરક્ષાકર્મીઓએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આ દરમિયાન ફેન્સમાં ભારે ધક્કામુક્કી થતા થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આખો પરિવાર Salman Khanની પેઈન્ટિંગ લઈને પહોંચ્યો
સલમાનના ચાહકોમાં એક યુવક આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો, જે પોતાના આખા પરિવાર સાથે સલમાનને મળવા આવ્યો હતો. આ યુવક પોતાના હાથે બનાવેલું સલમાન ખાનનું સુંદર પેઇન્ટિંગ ભેટ આપવા માટે લાવ્યો હતો. તેણે જણાવ્યું કે, “હું સલમાન સરનો ખૂબ મોટો ચાહક છું અને ખાસ આ પેઈન્ટિંગ લઈને પરિવાર સાથે તેમને જોવા આવ્યો છું.”

બુલેટપ્રૂફ કાર અને ચુસ્ત બંદોબસ્ત
સલમાન ખાનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરતમાં લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ખાનગી બાઉન્સર્સ અને સ્થાનિક પોલીસની ફોજ તેની સુરક્ષામાં તહેનાત છે. સલમાન એરપોર્ટ પરથી બુલેટપ્રૂફ કારમાં સવાર થઈને રવાના થયો હતો, જેના વિડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે.
ISPL મેચને લઈને ભારે ઉત્સાહ
ટેનિસ બોલ ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે શરૂ થયેલી ISPL લીગ સાથે સલમાન ખાન જોડાયેલો હોવાથી, સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં મેચ જોવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ છે. સલમાનની હાજરીને કારણે સ્ટેડિયમની ટિકિટો અને બેઠકો અત્યારથી જ ફૂલ હોવાનું મનાઈ રહ્યું છે.
આ પણ વાંચો: પવન સિંહને ધમકીની પરવા નથી…સલમાન ખાનને ‘ભાઈ’ કહ્યો…’બિગ બોસ 19′ માં જમાવ્યો રંગ…!!
આ પણ વાંચો: સલમાન ખાનની સતત ફ્લોપ ફિલ્મો પર સૂરજ બડજાત્યાએ કહ્યું દરેક વ્યક્તિ ભૂલો કરે છે
આ પણ વાંચો: ‘સલમાન ખાને મને બોલાવી છે’, ફરી એકવાર દબંગ સ્ટારના ઘરે ચોરી, સવારે 3 વાગ્યે આવી છોકરી પછી…
