Gujarat Weather/ ખેડૂતોના જીવ અધ્ધર! અંબાલાલ પટેલે ફરી કરી માવઠાની ડરામણી આગાહી, જાણો ક્યાં ક્યાં પડશે કમોસમી વરસાદ

હવામાન નિષ્ણાંત Ambalal Patelએ ગુજરાતમાં 2 થી 12 ફેબ્રુઆરી દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરી છે. ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં માવઠાને કારણે ખેતીના પાક પર જોખમ. જાણો વિગતવાર રિપોર્ટ.

Gujarat Top Stories Ahmedabad
Ambalal Patel Weather Forecast Gujarat February 2026

Ambalal Patel Weather Forecast February 2026: ગુજરાતમાં કાતિલ ઠંડી વચ્ચે હવે ખેડૂતોના માથે કમોસમી વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. પ્રખ્યાત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી એકવાર માવઠાની આગાહી કરીને ખેતી પાકો પર જોખમ હોવાની ચેતવણી આપી છે. પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) ને કારણે ફેબ્રુઆરી મહિનામાં વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે.

Ambalal Patel Weather Forecast Gujarat February 2026

કયા જિલ્લાઓમાં છે માવઠાની આગાહી?

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, 2 ફેબ્રુઆરી સુધી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો જોવા મળશે. પૂર્વ ગુજરાતના વિવિધ ભાગો સહિત ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં કમોસમી વરસાદ કે માવઠું પડવાની શક્યતા છે. આ ઉપરાંત વડોદરા, ભરૂચ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ હળવા વરસાદી છાંટા પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ફેબ્રુઆરીમાં એક પછી એક પશ્ચિમી વિક્ષેપ

આગાહી મુજબ, 4 થી 8 ફેબ્રુઆરી અને 12 ફેબ્રુઆરીએ પણ હળવો પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે. આ દરમિયાન ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે, જેની સીધી અસર ગુજરાતના તાપમાન અને વાતાવરણ પર પડશે.

Ambalal Patel Weather Forecast Gujarat February 2026

ખેડૂતોમાં ચિંતાનો માહોલ: Ambalal Patel

ભર શિયાળે થયેલા માવઠાને કારણે ખેતીમાં મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, જેનાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. અરવલ્લીના માલપુર અને મેઘરજ પંથકમાં વરસાદ પડતા અંદાજે 80 હજાર હેક્ટરમાં કરાયેલા વાવેતર પર જોખમ ઊભું થયું છે, ખાસ કરીને ઘઉં અને બટાકાના પાકમાં રોગ આવવાની શક્યતા વધી ગઈ છે. આ ઉપરાંત, ડાંગના આહવા અને સાપુતારા સહિત છોટાઉદેપુરના બોડેલી પંથકમાં પણ વરસાદી ઝાપટા પડતા ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ છે.

વાદળછાયા વાતાવરણ અને ભેજને કારણે રવિ પાકોમાં જીવાત અને અન્ય રોગોનો ઉપદ્રવ વધી શકે છે, જે ખેડૂતોની આર્થિક મુશ્કેલીમાં વધારો કરી શકે છે.


આ પણ વાંચો:રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, જાણો ગુજરાતના ક્યાં જિલ્લામાં કેટલું નોંધાયું તાપમાન

આ પણ વાંચો:ગુજરાતમાં કાતિલ ઠંડીની એન્ટ્રી! હવામાન વિભાગે કરી બેવડી ઋતુની આગાહી

આ પણ વાંચો:જાન્યુઆરીના અંત સુધી ઠંડી, ધુમ્મસ અને કમોસમી વરસાદની શક્યતા