Rajkot News/ નશામાં ધૂત થાર ચાલકે રાજકોટમાં ઉત્પાત મચાવ્યો

દારૂના નશા(Drunk) માં ધૂત થાર ચાલકે રસ્તા પર આતંક મચાવ્યો હતો

Gujarat Rajkot

Rajkot News : રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદરમાં શુક્રવાર સાંજે એક ચકચારભરી ઘટના સામે આવી છે. દારૂના નશામાં ધૂત (Drunk)થાર ચાલકે રસ્તા પર આતંક મચાવ્યો હતો. ઘટનાક્રમ દરમિયાન રસ્તા પર એવી પરિસ્થિતિ સર્જાઈ કે જાણે કોઈ એક્શન ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હોય.

થાર ચાલકે નશા (Drunk) માં બેફામ ડ્રાઈવિંગ કરીને ચારથી પાંચ વાહનોને અડફેટે લીધા બાદ ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ દ્વારા પીછો કરવામાં આવતા તેણે ભાયાવદરના સરદાર ચોકમાં પોલીસ વાનને પણ ટક્કર મારી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

દારૂના નશા(Drunk)માં વાહનોને અડફેટે લઈ થયો ફરાર

મળતી માહિતી મુજબ જામનગરના મહેન્દ્રસિંહ જાડેજા નામનો યુવક હવાલાવાળી થાર (GJ-10-EC-7215) લઈને દારૂના નશામાં (Drunk)રસ્તા પર નીકળ્યો હતો. શેઠ વડાળા પંથકમાં તેણે બેફામ રીતે ડ્રાઈવિંગ કરી ચારથી પાંચ વાહનોને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો.

આ ઘટનાની જાણ થતાં શેઠ વડાળા પોલીસની 112 વાન દ્વારા તેનો પીછો શરૂ કરવામાં આવ્યો હતો.

ભાયાવદર પોલીસે નાકાબંધી કરી… છતાં થાર ચાલકે પોલીસ વાનને ટક્કર મારી

થાર ચાલકના ભાગવાના પ્રયાસને પગલે ભાયાવદર પોલીસને પણ એલર્ટ કરવામાં આવી હતી. PI વી.સી. પરમાર અને ટીમે અરણી રોડ તથા સરદાર ચોક ખાતે નાકાબંધીગોઠવી હતી. જ્યારે થાર ચાલક ત્યાં પહોંચ્યો ત્યારે પોલીસ દ્વારા તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તેણે ઉભા રહેવાને બદલે ગાડી પુરઝડપે ભગાવી દીધી. પોલીસ વાન દ્વારા પીછો ચાલુ રાખવામાં આવ્યો ત્યારે સરદાર ચોક પાસે થાર ચાલકે પોલીસ વાનને પણ ટક્કર મારી, જેના કારણે થોડીવાર માટે ભારે અફરાતફરી મચી ગઈ.

PIએ રિવોલ્વર કાઢી ડ્રાઈવર પર કાબૂ મેળવ્યો

ઘટનાસ્થળે પરિસ્થિતિ વધુ ગંભીર બનતા PI વી.સી. પરમારે થાર ચાલકને અટકાવવા માટે રિવોલ્વર કાઢી હોવાનું વીડિયોમાં જોવા મળે છે.પોલીસ કર્મચારીઓએ અંતે થારમાંથી ચાલકને બહાર કાઢી કાબૂમાં લીધો.

રોષે ભરાયેલા લોકોએ ‘મેથીપાક’ પણ ચખાડ્યો

બેફામ ડ્રાઈવિંગ અને પોલીસ સાથે અથડામણથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. લોકોએ થાર ચાલકને બહાર કાઢીને માર મારવાનો પ્રયાસ કર્યો અને ‘મેથીપાક’ પણ ચખાડ્યો હતો. જોકે પોલીસે તાત્કાલિક મધ્યસ્થી કરી આરોપીને ટોળાના મારથી બચાવી પોલીસ વાનમાં પોલીસ સ્ટેશન લઈ ગઈ.

આરોપી શેઠ વડાળા પોલીસને સોંપાયો, થાર જપ્ત

ભાયાવદર પોલીસે આરોપીનો કબજો શેઠ વડાળા પોલીસને સોંપ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે હવાલાવાળી સફેદ થાર પણ જપ્ત કરવામાં આવી છે. રાજકોટ રેન્જ IG અને SPની સૂચના મુજબ ડ્રંક એન્ડ ડ્રાઈવ કેસોમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.


આ પણ વાંચો : વડોદરામાં નશામાં કાર ચલાવી લોકોના જીવ જોખમમાં મુક્યા, કારમાંથી દારૂની બોટલો મળી

આ પણ વાંચો : પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની ધરપકડ, નશામાં ધૂત ચલાવી રહ્યો હતો કાર

આ પણ વાંચો : છતરપુર જિલ્લા હોસ્પિટલમાં દારૂના નશામાં ધૂત ચાલકે બે કાર, 20 મોટરસાઇકલને મારી ટક્કર