Ahmedabad News/ અમદાવાદના મણિનગરની દુર્ગા સ્કૂલમાં ધોરણ 6ના વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડા બાદ બદલાની ભાવનાથી કેમિકલ ભેળવીને જીવલેણ કૃત્ય

અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી દુર્ગા સ્કૂલ (School) માં ધોરણ 6ના બે વિદ્યાર્થીઓ વચ્ચેના ઝઘડાએ ગંભીર વળાંક લીધો.

Top Stories Ahmedabad Gujarat Breaking News
School

Ahmedabad News:અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી એક ખાનગી શાળા (School) ‘દુર્ગા સ્કૂલ’માં તાજેતરમાં એક ચોંકાવનારી ઘટના બની છે. ધોરણ 6ના બે વિદ્યાર્થીઓ વચ્ચે વર્ગ બદલવાની કે સામાન્ય બાબતને લઈને થયેલા ઉગ્ર ઝઘડા બાદ એક વિદ્યાર્થીએ બદલો લેવા માટે તેના મિત્રની પાણીની બોટલમાં કેમિકલ ભેળવી દીધું હતું. આ કેમિકલયુક્ત પાણી પીધા બાદ બીજા વિદ્યાર્થીની તબિયત લથડી ગઈ અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો.

શાળા (School)માં બે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થતા ભેળવ્યું કેમિકલ 

આ ઘટના લગભગ ચાર દિવસ પહેલાં બની હોવાનું અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) રોહિત ચૌધરીએ પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, “આ બે વિદ્યાર્થીઓ વચ્ચે થોડા દિવસ પહેલાં શબ્દોનો ઝઘડો થયો હતો. આ અદાવતને કારણે એક વિદ્યાર્થીએ વર્ગખંડમાં રાખેલી બીજા વિદ્યાર્થીની પાણીની બોટલમાં કેમિકલની ગોળી કે કેમિકલ પદાર્થ ભેળવી દીધો હતો.”જ્યારે પીડિત વિદ્યાર્થીએ તે પાણી પીધું તો તરત જ તેને ઉલ્ટીઓ થવા લાગી અને તબિયત બગડી ગઈ હતી.

 

શાળા (School)ના શિક્ષકો અને સ્ટાફે તાત્કાલિક તેને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો અને ત્યાં તાત્કાલિક સારવાર આપવામાં આવી. સારવાર બાદ વિદ્યાર્થીની હાલત હવે સ્થિર છે.શાળા (School) સંચાલકોએ આ ઘટનાની ગંભીરતા સમજીને તાત્કાલિક કાર્યવાહી કરી છે. બંને વિદ્યાર્થીઓના વર્ગ બદલી દેવામાં આવ્યા છે જેથી આવનારા સમયમાં આવી કોઈ અનિષ્ટ ઘટના ન બને. આ ઉપરાંત શાળા (School)એ આંતરિક તપાસ પણ શરૂ કરી છે અને વાલીઓ સાથે પણ ચર્ચા કરીને બાળકોમાં સારા વર્તન અને મિત્રતાના મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે વધુ સજ્જડ પગલાં લેવાની યોજના બનાવી છે.


આ પણ વાંચોઃઅમદાવાદની સેન્ટ માર્ક સ્કૂલે DEOની નોટિસનો કર્યો ઉલાળિયો

આ પણ વાંચોઃઅમદાવાદની સેવન્થ ડે સ્કૂલની મુશ્કેલીમાં મોટો વધારો, AMC એસ્ટેટ વિભાગે શો કોઝ નોટિસ ફટકારી

આ પણ વાંચોઃઅમદાવાદની એશિયન ગ્લોબલ સ્કૂલમાં RTE બાળકો સાથે ભેદભાવનો આરોપ, DEOએ ફટકારી નોટિસ