Gujarat News/ વિશ્વ કેન્સર દિવસ 2026 ‘United by Unique’ થીમ સાથે ગુજરાતમાં મોટા પાયે સ્ક્રીનિંગ અભિયાન

વર્ષ 2026 માટે વિશ્વ કેન્સર દિવસ (World Cancer Day)ની થીમ “United by Unique” જે દરેક વ્યક્તિની કેન્સર સામેની લડત અનન્ય હોવાનો સંદેશ આપે છે.

Top Stories Gandhinagar Gujarat
આ વર્ષના વિશ્વ કેન્સર દિવસ (World Cancer Day) નિમિતે “United by Unique” થીમ વ્યક્તિ કેન્દ્રિત કેન્સર સંભાળ પર ભાર મૂકે છે.

Gandhinagar News: ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં દર વર્ષે 4 ફેબ્રુઆરીના રોજ  ‘વિશ્વ કેન્સર દિવસ’ (World Cancer Day) તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ કેન્સર અંગે જનજાગૃતિ વધારવો, સમયસર તપાસ અને યોગ્ય સારવારનું મહત્વ સમજાવવું તથા આ ગંભીર રોગ સામે વૈશ્વિક સ્તરે સહયોગ અને પ્રયાસોને વધુ મજબૂત બનાવવાનો છે.

 

4 ફેબ્રુઆરીના રોજ  ‘વિશ્વ કેન્સર દિવસ’ (World Cancer Day) તરીકે ઉજવણી કરવામાં આવે છે.

આ વર્ષના વિશ્વ કેન્સર દિવસ (World Cancer Day) નિમિતે “United by Unique” થીમ વ્યક્તિ કેન્દ્રિત કેન્સર સંભાળ પર ભાર મૂકે છે. તેનો અર્થ એ છે કે દરેક કેન્સર દર્દીનો અનુભવ, તેની શારીરિક સ્થિતિ, માનસિક સ્થિતિ અને સામાજિક પરિસ્થિતિ અલગ હોય છે. તેથી, કેન્સરની સારવાર માત્ર રોગ પર કેન્દ્રિત નહીં પરંતુ દર્દી કેન્દ્રિત, સંવેદનશીલ, સમાન અને કરુણાસભર હોવી જોઈએ. આ થીમ વૈશ્વિક સ્તરે આરોગ્ય તંત્રને વધુ માનવિય અને સમાવેશક બનાવવાનો સંદેશ આપે છે.

કેન્સર: વૈશ્વિક અને રાષ્ટ્રીય પડકાર

કેન્સર આજે સમગ્ર વિશ્વમાં મૃત્યુના મુખ્ય કારણોમાંનું એક બની ચૂક્યું છે. વૈશ્વિક સ્તરે દર વર્ષે લગભગ 1 કરોડ લોકો કેન્સરના કારણે મૃત્યુ પામે છે. નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ(National Cancer Institute)ના અહેવાલ મુજબ, ભારતમાં વર્ષ 2025 દરમિયાન અંદાજિત 14 લાખથી વધુ નવા કેન્સરના કેસ નોંધાયા હતા. આ આંકડા દર્શાવે છે કે કેન્સર હવે માત્ર આરોગ્ય સમસ્યા નહીં પરંતુ એક ગંભીર સામાજિક અને આર્થિક પડકાર બની ગયો છે.

4 ફેબ્રુઆરીના રોજ  ‘વિશ્વ કેન્સર દિવસ’ (World Cancer Day) તરીકે ઉજવણી કરવામાં આવે છે.

ગુજરાતમાં કેન્સરની સ્થિતિ

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કેન્સરની બિમારી એક ગંભીર જાહેર આરોગ્ય સમસ્યા બની રહી છે. જીવનશૈલીમાં બદલાવ, તમાકુનો ઉપયોગ, ખોરાકની અસંતુલિત આદતો, પર્યાવરણીય પરિબળો અને આનુવંશિક કારણો કેન્સરના મુખ્ય કારણો તરીકે સામે આવી રહ્યા છે. ખાસ કરીને મોંઢાનો કેન્સર, સ્તન કેન્સર અને સર્વાઇકલ કેન્સરના કેસોમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.

ICMR–NCDIRના અહેવાલ મુજબ ગુજરાતમાં પુરુષોમાં 9 માંથી 1 અને મહિલાઓમાં 12 માંથી 1 મહિલાને જીવનકાળ દરમિયાન કેન્સર થવાનો જોખમ રહેલો છે. પુરુષોમાં તમાકુ સંબંધિત કેન્સર વધુ જોવા મળે છે, જ્યારે મહિલાઓમાં સ્તન અને સર્વાઇકલ કેન્સરનું પ્રમાણ વધુ છે.

રાજ્યમાં વ્યાપક સ્ક્રીનિંગ અભિયાન

ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા ચાર વર્ષમાં કેન્સરની વહેલી ઓળખ માટે વિશાળ પાયે સ્ક્રીનિંગ કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવ્યા છે. આ અંતર્ગત 30 વર્ષથી વધુ ઉમરના 3 કરોડથી વધુ લોકોનું મોંઢાના કેન્સર માટે સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 1.6 કરોડથી વધુ મહિલાઓનું સ્તન કેન્સર અને 82 લાખથી વધુ મહિલાઓનું સર્વાઇકલ કેન્સર માટે સ્ક્રીનિંગ કરાયું છે.

આ વ્યાપક પ્રયાસોનો મુખ્ય હેતુ કેન્સરની વહેલી ઓળખ કરીને સમયસર સારવાર સુનિશ્ચિત કરવો છે, જેથી મૃત્યુદર ઘટાડીને અનેક જીવ બચાવી શકાય.

આ વર્ષના વિશ્વ કેન્સર દિવસ (World Cancer Day) નિમિતે “United by Unique” થીમ વ્યક્તિ કેન્દ્રિત કેન્સર સંભાળ પર ભાર મૂકે છે.

વિશ્વ કેન્સર દિવસ (World Cancer Day) નિમિતે રાજ્ય સરકારની પહેલો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા કેન્સરના નિયંત્રણ અને નિવારણ માટે અનેક મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. તેમાં તમાકુ મુક્તિ અભિયાન, સંતુલિત આહાર, નિયમિત વ્યાયામ, જરૂરી રસીકરણ અને સમુદાય આધારિત જાગૃતિ કાર્યક્રમોનો સમાવેશ થાય છે. રાજ્ય સરકાર નાગરિકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે સતત પ્રોત્સાહિત કરી રહી છે.

GCRI સાથે MoU અને “Training of Trainers” કાર્યક્રમ

રાજ્ય સરકારે ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) સાથે MoU કરીને “Training of Trainers” કાર્યક્રમ શરૂ કર્યો છે. આ કાર્યક્રમ હેઠળ ગાયનેકોલોજિસ્ટ, સર્જન, ડેન્ટિસ્ટ, કમ્યુનિટી મેડિસિન નિષ્ણાતો અને મેડિકલ ઓફિસરોને માસ્ટર ટ્રેનર તરીકે તાલીમ આપવામાં આવી રહી છે.

આ માસ્ટર ટ્રેનર્સ દ્વારા અંદાજિત 400થી વધુ નિષ્ણાતોની મદદથી રાજ્યભરના 37,000થી વધુ ફ્રન્ટલાઇન આરોગ્ય કર્મચારીઓને તાલીમ આપવામાં આવશે, જેથી ગ્રામિણ અને શહેરી વિસ્તારોમાં કેન્સર સ્ક્રીનિંગ વધુ સુલભ બની શકે.

સારવારની સુવિધાઓનું વિસ્તરણ

આરોગ્ય વિભાગ દ્વારા પેટા આરોગ્ય કેન્દ્રોથી લઈને મેડિકલ કોલેજો અને અન્ય સરકારી સંસ્થાઓમાં મોંઢાના, સ્તન અને સર્વાઇકલ કેન્સરની વહેલી ઓળખ માટે સ્ક્રીનિંગ કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવ્યા છે. જિલ્લાકક્ષાના હોસ્પિટલોમાં ડે-કેર કીમોથેરાપી સેન્ટરો દ્વારા દર્દીઓને પોતાના જ જિલ્લામાં સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ઉપરાંત, GCRI અને તેના સેટેલાઇટ સેન્ટરો દ્વારા OPD, તપાસ, સર્જરી, રેડિયોથેરાપી અને કીમોથેરાપીની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.


આ પણ વાંચો:શું ઓરલ સેક્સથી કેન્સર થઈ શકે છે? નવી સ્ટડીમાં થયો ચોંકાવનારો ખુલાસો, આ શરૂઆતી લક્ષણોને અવગણશો નહીં

આ પણ વાંચો:ભારતમાં સર્વાઇકલ કેન્સરથી દર 8 મિનિટે એક મહિલાનું મૃત્યુ…એઇમ્સનો ચોંકાવનારો રિપોર્ટ..

આ પણ વાંચો:શિયાળામાં ખાઓ આ 5 શાકભાજી, કેન્સર જેવા જીવલેણ રોગ સામે મળશે રક્ષણ અને શરીર થશે ડિટોક્સ