Ahmedabad News/ ગુજરાત યુનિવર્સિટી ગેસ્ટ હાઉસમાં NSS વિદ્યાર્થિનીનો આપઘાત, પોલીસ, FSL સહિતની ટીમો ઘટના સ્થળે

અમદાવાદમાં આવેલી ગુજરાત યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં એક વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. NSS કેમ્પ દરમિયાન 21 વર્ષીય મહેશ્વરી ખાચર નામની વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ યુનિવર્સિટી પોલીસ અને FSLની ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.

Top Stories Ahmedabad Gujarat
Ahmedabad

અમદાવાદમાં (Ahmedabad) આવેલી ગુજરાત યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં એક વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. NSS કેમ્પમાં 21 વર્ષીય મહેશ્વરી ખાચર નામની વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. વિદ્યાર્થિનીએ NRI હોસ્ટેલ સામે આવેલા ગેસ્ટ હાઉસમાં જીવન ટૂંકાવ્યું છે. મામલાની જાણ થતા જ યુનિવર્સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. વિદ્યાર્થિનીએ કેમ આપઘાત કર્યો તે દિશામાં તપાસ આરંભી છે.

Ahmedabad: મહેશ્વરી LD આર્ટ્સ કોલેજમાં કરે છે અભ્યાસ
અહેવાલ મુજબ બોટાદની રહેવાસી અને હાલમાં અમદાવાદના (Ahmedabad) રાણીપ વિસ્તારમાં રહિને 21 વર્ષીય મહેશ્વરી LD આર્ટ્સ કોલેજમાં અભ્યાસ કરતી હતી. હાલ NSS નો કેમ્પ ચાલતો હોવાથી વિદ્યાર્થીની યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં રોકાઈ હતી. બીજી તરફ વિદ્યાર્થિનીનું NSSમાં કામ સારું હતું જેના કારણે સિનિયર વોલેન્ટિયર બનાવાઈ હતી.

Ahmedabad: વિદ્યાર્થીની કોલકતાથી આવતા મહેમાનોને લેવા માટે જવાની હતી
મૃતક વિદ્યાર્થી ગુજરાત યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજર હતી. સાંજે 5 વાંગે તે એરપોર્ટ પર NSSના કાર્યક્રમમાં કોલકાતાથી આવતા મહેમાનોને લેવા માટે જવાની હતી. મળતી માહિતી પ્રમાણે વિદ્યાર્થીની ગુજરાત યુનિવર્સિટીના શ્યામ પ્રસાદ મુખર્જી હોલથી 3:30 વાગ્યે નીકળી હતી અને પરત ન આવતા એક પ્રોફેસર દ્વારા અન્ય વિદ્યાર્થિનીને મૃતક વિદ્યાર્થિનીને બોલાવવા મોકલી હતી. જે બાદ 108 એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતનો સ્ટાફ અને FSLના અધિકારીઓ દ્વારા ઘટનાસ્થળે તપાસ કરવામાં આવી રહી છે.

Ahmedabad: પોલીસ અને FSLના અધિકારીઓ દ્વારા તપાસ
પ્રોફેસરે બોલાવવા માટે મોકલેલી વિદ્યાર્થીની જ્યારે ગેસ્ટ હાઉસ પાસે પહોંચી ત્યારે બારી પાસે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.મૃતકની મિત્રએ જ અન્ય વિદ્યાર્થીઓ અને પ્રોફેસરને જાણ કરી હતી. બાદમાં 108 અને પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટનામાં ગુજરાત યુનિવર્સિટિ પોલીસ સ્ટેશનના PI, FSL ના અધિકારીઓ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી રહ્યો છે.