Ahmedabad News/ કચરો કલેક્શન ગાડીની ટક્કરથી વસ્ત્રાલમાં અફરાતફરી, બે કિશોરી ઈજાગ્રસ્ત

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં પ્રણામી બંગલોઝ નજીક AMCની કચરો કલેક્શન કરતી ગાડીના કારણે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. ‘છોટાહાથી’ ગાડીની જોરદાર ટક્કરમાં એક્ટિવા પર જઈ રહેલી બે કિશોરીઓને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતની સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થતાં મામલો ચર્ચાનો વિષય બન્યો છે, જ્યારે ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

Gujarat Top Stories Ahmedabad
Ahmedabad

અમદાવાદના (Ahmedabad)વસ્ત્રાલ વિસ્તારમાં પ્રણામી બંગલોઝ નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. અમદાવાદ (Ahmedabad)  મ્યુનિસિપલ કોર્પોરેશનની કચરો એકત્ર કરતી ગાડી બે કિશોરી સાથે અથડાતા બંનેને ઈજા પહોંચી છે. અકસ્માત બાદ તાત્કાલિક બંને કિશોરીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ટક્કર એટલી તીવ્ર હતી કે કિશોરી હવામાં ઉછળતી નજરે પડી હતી. આ સમગ્ર ઘટનાનો વિડિયો નજીક લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે.

Ahmedabad
બે કિશોરી એક્ટિવા પર જતી હતી

મળતી વિગતો પ્રમાણે, ગઈકાલે સાંજના સમયે માધવ પાર્ક વિસ્તારમાં રહેતા રાજસ્થાની પરિવારની બે કિશોરી એક્ટિવા પર જઈ રહી હતી. ત્યારે પાછળથી આવી રહેલી AMCની કચરો ભરેલી ‘છોટાહાથી’ ગાડીએ અચાનક જોરદાર ટક્કર મારી હતી. આ ઝટકામાં એક્ટિવા ચલાવી રહેલી કિશોરી દૂર ફંગોળાઈ ગઈ હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને લોકો તરત જ ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા.

Ahmedabad
પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક H ડિવિઝનના PI એ.વાય. પટેલ પોલીસ સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી ગયા હતા. લોકોએ ગાડીના ડ્રાઈવરને અટકાવી પોલીસને સોંપ્યો હતો. પોલીસે ડ્રાઈવરની અટકાયત કરીને અકસ્માતમાં સંડોવાયેલી કચરા ગાડીને કબજે લીધી છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સોસાયટીના ગેટ પાસે લાગેલા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે આગળ જઈ રહેલી એક્ટિવાને પાછળથી કચરો કલેક્શન કરતી ગાડીએ ટક્કર મારી હતી.


આ પણ વાંચો:અમદાવાદમાં BRTS ટ્રેક પર ગૌવંશની તસ્કરી કરતી કારનો ભયંકર અકસ્માત

આ પણ વાંચો:અમદાવાદ SG હાઈવે પર ગમખ્વાર અકસ્માત, BRTS બસ પીલ્લર સાથે અથડાઈ, ડ્રાઈવર ફસાયો

આ પણ વાંચો:એર ઇન્ડિયાનું વિમાન જમીન પર પડતાની સાથે જ આગના ગોળામાં ફેરવાઈ ગયું, અમદાવાદ અકસ્માતના ભયાનક દ્રશ્યો જુઓ