ઉના તાલુકાના સિમર ગામે યોજાયેલા કોળી સમાજના સમૂહ લગ્ન કાર્યક્રમ દરમિયાન મંત્રી પરસોત્તમ સોલંકી (parshottam solanki)એ કરેલી ટિપ્પણી હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે. તેમણે ભાષણ દરમિયાન “ધોકા” અંગે આડકતરી રીતે વાત કરતા કહ્યું કે, ઘણી વખત જાહેર મંચ પરથી એવી વાત કરી બેસું છું કે લોકો સમજી ન શકે, તો પછી ધોકાવાળી પણ થઈ શકે. આ મુદ્દો મીડિયામાં આવ્યો ત્યારે ટીવી ચેનલો દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, મેં જે કહ્યું છે તે સાચું છે, સમજવું કે ન સમજવું એ તમારી બાબત છે. અન્ય નેતાઓ વાતો કરીને ચાલ્યા જાય છે, પરંતુ હું એમાંનો નથી. જો કોઈ તમને ધોકા મારે તો યાદ રાખજો કે તમારી પાછળ પરસોત્તમ સોલંકી ઊભો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, પોતે કોળી સમાજનો દીકરો છે અને સમાજ માટે જે કરવું પડે તે કરવા તૈયાર છે. સમાજને કોઈ દુઃખ પહોંચાડશે તો તેને નહીં છોડે એવી ચેતવણી પણ તેમણે આપી. તેમણે કહ્યું કે, રાજકારણ તેમને આવડતું નથી, પરંતુ દુઃખીની સાથે દુઃખી અને સુખીની સાથે સુખી બનીને ઊભા રહેવું એ જ તેમની રીત છે. ભાવનગર, ગાંધીનગર કે ઉના સમાજના કોઈ પણ વ્યક્તિને જરૂર પડે તો સીધા આવી જજો, એમ તેમણે ઉમેર્યું.
કોળી સમાજના ધારાસભ્યોની સંખ્યા અંગે ચર્ચા
કોળી સમાજના ધારાસભ્યોની સંખ્યા અંગે પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું કે હાલમાં સમાજના 18 ધારાસભ્યો છે. તેમની ઈચ્છા છે કે આવનારા સમયમાં વધુમાં વધુ કોળી સમાજના લોકો વિધાનસભામાં પહોંચે જેથી સમાજ વધુ મજબૂત બને. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ કોઈના પગે પડતા નેતા નથી અને સરકાર પાસે કશું માગતા નથી, પરંતુ સમાજ પર અત્યાચાર થશે તો સૌપ્રથમ લડીને ઊભા રહેશે.
હીરા સોલંકીએ પણ નિવેદન આપ્યું
આ કાર્યક્રમ દરમિયાન હીરા સોલંકીએ પણ શાયરીના અંદાજમાં કહ્યું કે, સારા સમયમાં દૂર રહેવા વાળા લોકોને ખરાબ સમયમાં જરૂર યાદ રાખજો, અમે તમારા મુશ્કેલ સમયમાં સાથે ઊભા રહીશું.
(parshottam solanki) ક્યારે બન્યા નેતા
કોળી સમાજના પ્રભુત્વવાળા ભાવનગર, અમરેલી સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પરસોત્તમ સોલંકીની (parshottam solanki) મજબૂત પકડ છે. તેઓ 1998થી વિધાનસભાના સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. શરૂઆતમાં ઘોઘા બેઠક પરથી અને બાદમાં ભાવનગર ગ્રામ્ય બેઠકમાંથી સતત ચૂંટાતા આવ્યા છે.
પરસોત્તમ સોલંકી 1996માં અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભા ચૂંટણી લડ્યા હતા. ત્યારબાદ 1997માં ભાજપમાં જોડાયા અને 1998માં પહેલીવાર વિધાનસભા ચૂંટણી જીત્યા. ત્યારબાદ અનેક વખત પુનઃચૂંટણી જીતતા રહ્યા છે અને હાલમાં છઠ્ઠી વખત ધારાસભ્ય છે.
વર્ષ 2007માં તેમને પ્રથમ વખત મત્સ્યોદ્યોગ અને પશુપાલન રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. ત્યારથી મોદી, આનંદીબહેન પટેલ, વિજય રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલના કાર્યકાળ દરમિયાન સતત કેબિનેટમાં સ્થાન મળ્યું છે. જો કે, 2008માં મત્સ્યોદ્યોગ મંત્રી તરીકે કાર્યકાળ દરમિયાન ટેન્ડર વિના માછીમારીના કોન્ટ્રાક્ટ આપવાના આરોપે તેમના વિરુદ્ધ સ્પેશિયલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.
આ પણ વાંચો:પરસોત્તમ સોલંકીને નવી કેબિનેટમાં પણ સ્થાન મળ્યું, સીએમે પોતે જ ફોન કર્યો
આ પણ વાંચો:સીએમ ભુપેન્દ્ર પટેલ દિલ્હીમાં, પરસોત્તમ સોલંકીને ત્યાં શાહ
