US News: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે વધુ એક ‘આર્મડા’ એટલે કે યુદ્ધ જહાજોનો મોટો કાફલો મોકલવાની ચેતવણી (Trump Iran Warning)આપી છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તેઓ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે વ્હાઇટ હાઉસમાં મહત્વપૂર્ણ બેઠક કરવા જઈ રહ્યા છે.
ટ્રમ્પે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે જો ઈરાન પરમાણુ કરાર પર સહમત નહીં થાય તો અમેરિકા મધ્ય પૂર્વમાં પોતાની સૈન્ય હાજરી વધુ મજબૂત (Trump Iran Warning)કરશે.
‘આર્મડા’નો અર્થ શું?
ટ્રમ્પે ‘આર્મડા’ શબ્દનો ઉપયોગ કરીને દર્શાવ્યું કે માત્ર એક નૌકાદળ નહીં, પરંતુ યુદ્ધ જહાજો અને વિમાનવાહક જહાજોની મોટી ટુકડી મધ્ય પૂર્વ તરફ આગળ વધી રહી છે.
અરબી સમુદ્રમાં પહેલેથી જ USS અબ્રાહમ લિંકન વિમાનવાહક જહાજ તહેનાત છે. આ જહાજમાં અદ્યતન લડાકૂ વિમાનો, સ્ટીલ્થ ફાઇટર જેટ્સ અને આધુનિક મિસાઇલ સિસ્ટમ છે, જે ખૂબ જ ઝડપથી હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે.
નેતન્યાહૂનો (Trump Iran Warning)દબાણ
બેન્જામિન નેતન્યાહૂ લાંબા સમયથી ઈરાનના પરમાણુ કાર્યક્રમને ખતરો ગણાવી રહ્યા છે. ઇઝરાયેલનું માનવું છે કે ઈરાનનો પરમાણુ અને બેલિસ્ટિક મિસાઇલ કાર્યક્રમ માત્ર ક્ષેત્રિય નહીં પરંતુ વૈશ્વિક સુરક્ષા માટે જોખમી છે.
નેતન્યાહૂ અમેરિકાને માત્ર પરમાણુ કરાર નહીં પરંતુ ઈરાનના મિસાઇલ કાર્યક્રમ અને મધ્ય પૂર્વમાં તેના પ્રોક્સી સંગઠનો પર પણ કડક કાર્યવાહી (Trump Iran Warning)કરવા માટે દબાણ કરી રહ્યા છે.
ઈરાનની સ્થિતિ
ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈએ અત્યાર સુધી સ્પષ્ટ કર્યું છે કે તેઓ માત્ર પરમાણુ કાર્યક્રમ પર જ ચર્ચા કરવા (Trump Iran Warning)તૈયાર છે. ઓમાનમાં યોજાયેલી શાંતિ બેઠક દરમિયાન ઈરાને અમેરિકાની વધારાની માંગણીઓને નકારી દીધી હતી. ખાસ કરીને બેલિસ્ટિક મિસાઇલ મુદ્દે ઈરાન મક્કમ છે.
આ પણ વાંચો:શું ભારતને બદનામ કરવા માંગે છે ટ્રમ્પ? USએ યુદ્ધ વિશે કર્યો નવો દાવો, PM મોદીને ઘેર્યા દબાણમાં!
આ પણ વાંચો:ટ્રમ્પે PM મોદી સાથે ફોન પર વાત કરી અને મહત્વપૂર્ણ નિવેદન કર્યું
આ પણ વાંચો:ટ્રમ્પની કેનેડાને ચીન સાથે વેપાર સામે ચેતવણી, ગ્રીનલેન્ડમાં ‘ગોલ્ડન ડોમ’ મિસાઇલ સિસ્ટમનો પ્લાન
