Ahmedabad Olympic 2036: વર્ષ 2036માં ભારત અને ખાસ કરીને ગુજરાતના આંગણે ઓલિમ્પિક ગેમ્સના આયોજન માટેનું સપનું હવે સાકાર થવા તરફ આગળ વધી રહ્યું છે. આ મેગા ઇવેન્ટની તૈયારીઓની સમીક્ષા કરવા અને બ્લૂપ્રિન્ટ તૈયાર કરવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે (12 ફેબ્રુઆરી) દિલ્હીની મહત્વપૂર્ણ મુલાકાતે છે. અહીં તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક યોજી ઓલિમ્પિક આયોજનની રણનીતિ પર ચર્ચા કરશે.
અમદાવાદને ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનાવવાની તૈયારી
સૂત્રોના જણાવ્યા મુજબ, આ બેઠકમાં ગુજરાત સરકાર દ્વારા ઓલિમ્પિક માટેના સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અંગે એક વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે. આ પ્રેઝન્ટેશનમાં મુખ્યત્વે અમદાવાદમાં આકાર લઈ રહેલા વિશ્વસ્તરીય સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત, ખેલાડીઓ માટે આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબના એથ્લીટ વિલેજનું નિર્માણ, લાખો રમતપ્રેમીઓ અને ખેલાડીઓ માટે પરિવહનની આધુનિક ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટીની સુવિધાઓ, તેમજ વિવિધ રમતો માટે નવા અત્યાધુનિક આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ અને ટ્રેનિંગ સેન્ટરોના આયોજન જેવા મહત્વના મુદ્દાઓ પર ગંભીરતાથી ચર્ચા થવાની શક્યતા છે.
Olympic 2036: કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સંકલન
2036 ઓલિમ્પિક ગેમ્સ માટે ભારત પોતાની દાવેદારી મજબૂત કરી રહ્યું છે, ત્યારે અમદાવાદ આ સમગ્ર આયોજનનું કેન્દ્રબિંદુ બને તેવા પ્રયાસો થઈ રહ્યા છે. દિલ્હીમાં યોજાનારી આ ઉચ્ચ સ્તરીય બેઠક બાદ આગામી દિવસોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ્સમાં વધુ ગતિ જોવા મળશે. અમદાવાદ માત્ર ભારતનું જ નહીં, પરંતુ એશિયાનું સૌથી મોટું સ્પોર્ટ્સ સિટી બને તે દિશામાં રાજ્ય સરકાર લાંબા ગાળાની યોજના પર કામ કરી રહી છે.
આ પણ વાંચો: 2036 ઓલિમ્પિક ભારતે લાવવાનો લક્ષ્ય, ગુજરાતથી જીતાશે 10 મેડલ: જય શાહ
આ પણ વાંચો: ગુજરાત સરકાર 2036 ઓલિમ્પિક અર્થે પ્રતિનિધિમંડળ લંડન મોકલશે
આ પણ વાંચો:BCCIના સેક્રેટરી જય શાહ બન્યા ICCના પાંચમાં ભારતીય ચેરમેન, જાણો તેમની સત્તાઓ
