Dahod Crime New: ગુજરાતના દાહોદ જિલ્લામાં માનવતા અને પવિત્ર સંબંધોને કલંકિત કરતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં એક સસરાએ પિતાતુલ્ય સંબંધને બાજુ પર મૂકી પોતાની જ પુત્રવધૂ પર દુષ્કર્મ આચર્યું છે. આ અત્યાચારથી વ્યથિત થયેલી મહિલાએ આપઘાતનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
કેફી દ્રવ્ય પીવડાવી આચર્યું પાપ
મળતી માહિતી મુજબ, નરાધમ સસરાએ પોતાની પુત્રવધૂને કોઈ કેફી દ્રવ્ય (નશીલો પદાર્થ) પીવડાવી દીધું હતું. મહિલા બેભાન જેવી અવસ્થામાં આવતા સસરાએ તેની લાચારીનો ફાયદો ઉઠાવી તેની પર દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે મહિલા ભાનમાં આવી અને તેની સાથે થયેલા આ ઘૃણાસ્પદ કૃત્યની જાણ થઈ, ત્યારે તે માનસિક રીતે ભાંગી પડી હતી.
પહેલા માળેથી ઝંપલાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ
સસરાના આ કૃત્યથી આઘાતમાં સરેલી પુત્રવધૂએ મકાનના પહેલા માળેથી પડતું મૂકી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી મહિલાને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં હાલ તેની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

Dahod પોલીસે ‘ઝીરો નંબર’ થી નોંધી ફરિયાદ
આ મામલે જ્યારે મહિલાના પિતાને જાણ થઈ, ત્યારે તેમણે વિલંબ કર્યા વિના તાત્કાલિક દાહોદ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે આ ઘટનાની સંવેદનશીલતા અને ગંભીરતાને ધ્યાને રાખીને ‘ઝીરો નંબર’ થી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અહીં ઉલ્લેખનીય છે કે, જ્યારે કોઈ ઘટના જે-તે પોલીસ સ્ટેશનની હદમાં ન બની હોય, ત્યારે પણ પોલીસ ‘ઝીરો નંબર’ થી ફરિયાદ નોંધી શકે છે અને ત્યારબાદ આ ફરિયાદને જે-તે સંબંધિત પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી માટે ટ્રાન્સફર કરવામાં આવે છે.
આ પણ વાંચો: ઘરમાં જ લૂંટાઈ લક્ષ્મી,નરાધમ પિતા-દાદાએ અઢી વર્ષની બાળકી પર 6 મહિના સુધી આચર્યું દુષ્કર્મ
આ પણ વાંચો: સુરત ગેંગરેપ મામલો : અઠવા ગેટ ખાતે કિન્નરોએ સુત્રોચ્ચાર કરી આરોપીઓને ફાંસી આપવા કરી માંગ
આ પણ વાંચો: સુરત/ બેટીઓ નથી સલામત..11 વર્ષની માસુમ બાળકી પર નરાધમ પિતાએ આચર્યું દુષ્કર્મ
