Sabarkantha News/ વાતાવરણનો મિજાજ બદલાયો! વડાલીમાં વહેલી સવારથી કમોસમી વરસાદ, ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા

Sabarkantha Unseasonal Rain : સાબરકાંઠાના વડાલીમાં વહેલી સવારથી વાતાવરણ બદલાયું છે. કમોસમી વરસાદના છાંટા પડતા રવિ પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

Top Stories Gujarat Others
Vadali Sabarkantha Rain

Sabarkantha Vadali Unseasonal Rain News: સાબરકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં ઓચિંતો પલટો જોવા મળ્યો છે. વડાલી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાયું હતું અને ત્યારબાદ હળવા વરસાદી છાંટા પડવાનું શરૂ થયું હતું. ઉનાળાની શરૂઆત પૂર્વે જ ખાબકેલા આ કમોસમી વરસાદને કારણે જગતનો તાત ભારે મુશ્કેલીમાં મુકાયો છે.

Sabarkantha : વડાલીમાં વહેલી સવારથી મેઘાવી માહોલ

વડાલી અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ સૂર્યનારાયણના દર્શન થયા નહોતા. વાદળછાયા વાતાવરણ વચ્ચે પવન ફૂંકાવા લાગ્યો હતો અને ત્યારબાદ ધીમી ધારે વરસાદી છાંટા પડતા વાતાવરણમાં ઠંડક તો પ્રસરી હતી, પરંતુ ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હતા. કમોસમી વરસાદ (માવઠું) પડતાની સાથે જ ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે.

Vadali Sabarkantha Rain

ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા

અત્યારે ખેતરોમાં રવિ પાક તૈયાર થવાની તૈયારીમાં છે, ત્યારે અચાનક થયેલા આ વરસાદને કારણે પાકને મોટાપાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોને ડર છે કે જો વરસાદનું જોર વધશે તો ઘઉં, જીરું અને રાયડા જેવા તૈયાર પાકોને ભારે નુકસાન થઈ શકે છે. મોઢે આવેલો કોળિયો છીનવાઈ જવાની બીકે ખેડૂતો અત્યારે ચિંતાતૂર બન્યા છે.

પાકને નુકસાનની આશંકા

વડાલી પંથકના ખેડૂતો અત્યારે આકાશ સામે નજર માંડીને બેઠા છે કે મેઘરાજા વિરામ લે. જો વાતાવરણ આવું જ રહ્યું તો પાકની ગુણવત્તા પર અસર પડી શકે છે અને ખેડૂતોને આર્થિક ફટકો પડી શકે છે. ઠંડા પવન અને વાદળછાયા વાતાવરણને કારણે ખેતકામમાં પણ અડચણ ઉભી થઈ રહી છે.


આ પણ વાંચો:ગુજરાતમાં પવન સાથે મિશ્ર હવામાન, દિવસે ગરમી, રાત્રે ઠંડીનો અહેસાસ

આ પણ વાંચો:ગુજરાતમાં ભરશિયાળે કમોસમી વરસાદની એન્ટ્રી, હવામાન વિભાગે જાહેર કર્યું યલો અલર્ટ, ખેડૂતોમાં ચિંતા વધી

આ પણ વાંચો:ગુજરાતમાં કાતિલ ઠંડીની એન્ટ્રી! હવામાન વિભાગે કરી બેવડી ઋતુની આગાહી