Surat News/ પરિણીત યુવકે હિંદુ NRI મહિલાને પ્રેમજાળમાં ફસાવી 60 લાખની ઠગાઈ

હિંદુ NRI મહિલાને પ્રેમજાળ (Love Trap) માં ફસાવી મોટી આર્થિકCheats આચર્યા હોવાનો મામલો સામે આવ્યો છે.

Gujarat Surat
Cheats

Surat News : સુરત શહેરના લાલગેટ વિસ્તારની રામપુરામાં રહેતા એક પરિણીત યુવકે હિંદુ NRI મહિલાને પ્રેમજાળ (Love Trap) માં ફસાવી મોટી આર્થિક ઠગાઈ (Cheats)આચર્યા હોવાનો મામલો સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, આરોપીએ મહિલાને લગ્નનો વિશ્વાસ અપાવી સંબંધ બનાવ્યો હતો. ત્યારબાદ તેને સાઉદી અરેબિયા લઈ જઈ તેના પર ધર્મપરિવર્તન માટે દબાણ કર્યું હતું. એટલું જ નહીં, આરોપીએ મહિલાને બ્લેકમેઇલ કરી અંદાજે રૂ. 60 લાખની રોકડ રકમ પડાવી ઠગાઈ(Cheats) કરી હતી.

આ ઉપરાંત મહિલાના 18 તોલા સોનાના દાગીના પણ હડપ કર્યા હોવાનો આરોપ છે. વધુમાં, હૈદરાબાદ શહેરમાં અંદાજે રૂ. 50 લાખનો ફ્લેટ પણ પોતાના નામે કરાવી લીધો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

ઠગાઈ(Cheats) સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી

આ સમગ્ર ઘટનાને લઈને મહિલાના ભાઈએ લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ ઠગાઈ(Cheats) સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

પોલીસ દ્વારા હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને સમગ્ર મામલાની વિગતવાર છાનબીન ચાલી રહી છે.


આ પણ વાંચો : મોહસીને મનોજ બનીને મહિલાને પ્રેમમાં ફસાવી, 3 વર્ષ પછી સત્ય બહાર આવ્યું

આ પણ વાંચો : મહિલાને પ્રેમજાળમાં ફસાવી મિત્રોના હવાલે કરી, આચર્યું સામૂહિક દુષ્કર્મ

આ પણ વાંચો : ડાયવોર્સી અને એકલી રહેતી મહિલાઓ માટે આંખ ઉઘાડનારો કિસ્સો, એક શખ્સે 2 ડઝનથી વધુ મહિલાઓને પ્રેમજાળમાં ફસાવી કર્યું એવું કામ…