Kutch News/ કચ્છ મતદાર યાદીમાં મોટો ફેરફાર: 1.94 લાખ નામ ઘટ્યાં, કુલ 14.76 લાખ મતદારો

Voter List માંથી કુલ 1,94,000થી વધુ મતદારોના નામો કમી કરવામાં આવ્યા છે

Top Stories Gujarat Others
Voter List

Kutch News : કચ્છ જિલ્લામાં ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી વિશેષ સારાંશ પુનઃતપાસ (SIR) પ્રક્રિયા પૂર્ણ થતા આખરી મતદારયાદી  (Voter List)જાહેર કરવામાં આવી છે. આ પ્રક્રિયામાં જિલ્લામાંથી મોટા પ્રમાણમાં નામો કમી થયા છે, જેના કારણે મતદારોની કુલ સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

કુલ આંકડાઓમાં મોટો ફેરફાર

1 ઓક્ટોબર 2025ની સ્થિતિએ કચ્છ જિલ્લામાં કુલ 16,90,584 મતદારો નોંધાયેલા હતા. પરંતુ વ્યાપક ચકાસણી, સરનામા સુધારા અને મૃત્યુ પામેલા મતદારોના નામ દૂર કરવાની પ્રક્રિયા બાદ પ્રસિદ્ધ થયેલી મુસદ્દા યાદી મુજબ હવે કચ્છ જિલ્લા(Kutch)માં કુલ 14,76,409 મતદારો બાકી રહ્યા છે. એટલે કે કુલ 1,94,000થી વધુ મતદારોના નામો મતદા યાદી(Voter List)માંથી કમી કરવામાં આવ્યા છે.

ડ્રાફ્ટ યાદી જાહેર કરતી વખતે 2,14,175 નામો દૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ચૂંટણી પંચ દ્વારા વિશેષ ઝુંબેશ યોજાઈ, જેમાં નવા મતદારોને નોંધણી માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. પરિણામે છેલ્લા ચાર મહિનામાં 23,634 નવા મતદાર નોંધાયા છે. ઉપરાંત સરનામા ફેરફાર અને સ્થળાંતર સંબંધિત 22,224 ફોર્મ પર કાર્યવાહી કરવામાં આવી છે. મરણ કે અન્ય કારણોસર 2,840 નામો કમી કરાયા છે.

કયા મતવિસ્તારમાં સૌથી વધુ અસર?

એસઆઈઆરની કામગીરી અંતર્ગત અલગ અલગ વિધાનસભા વિસ્તારોમાં મતદારોના નામોમાં ફેરફાર થયો છે. સૌથી વધુ નામ ગાંધીધામ વિધાનસભા વિસ્તારમાંથી દૂર કરવામાં આવ્યા છે, જ્યારે સૌથી ઓછા નામ માંડવીમાંથી કમી થયા છે.

વિધાનસભાવાર કમી થયેલા મતદારોની સંખ્યા આ પ્રમાણે છે

અબડાસા – 25,768
માંડવી – 24,141
ભુજ – 30,275
અંજાર – 37,838
ગાંધીધામ – 47,548 (સૌથી વધુ)
રાપર – 26,685
આ આંકડાઓ દર્શાવે છે કે શહેરી વિસ્તારોમાં વધુ પ્રમાણમાં નામોની ચકાસણી અને કમી નોંધાઈ છે.

દિવ્યાંગ અને સર્વિસ મતદારોની સ્થિતિ

મતદાર યાદી સુધારણા દરમિયાન જિલ્લામાં 11,511 દિવ્યાંગ મતદારો અને 436 સર્વિસ મતદારો નોંધાયા છે. સર્વિસ મતદારોમાં મુખ્યત્વે ડિફેન્સમાં ફરજ બજાવતા કર્મચારીઓનો સમાવેશ થાય છે.

વિધાનસભાવાર આ આંકડા નીચે મુજબ છે

અબડાસા – 2,299 દિવ્યાંગ, 129 સર્વિસ મતદાર
માંડવી – 268 દિવ્યાંગ, 169 સર્વિસ મતદાર
ભુજ – 266 દિવ્યાંગ, 46 સર્વિસ મતદાર
અંજાર – 1,953 દિવ્યાંગ, 44 સર્વિસ મતદાર
ગાંધીધામ – 1,645 દિવ્યાંગ, 33 સર્વિસ મતદાર
રાપર – 1,480 દિવ્યાંગ, 15 સર્વિસ મતદાર

પારદર્શક અને વિશ્વસનીય મતદારયાદી(Voter List) તરફ પગલું

ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલી આ વિશેષ કામગીરીનો હેતુ મતદાર યાદી(Voter List)ને વધુ પારદર્શક, સચોટ અને વિશ્વસનીય બનાવવાનો છે. બોગસ, ડુપ્લિકેટ અને અયોગ્ય નામોને દૂર કરી તેમજ નવા પાત્ર મતદારોને જોડતા, ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતાને મજબૂત બનાવવાનો પ્રયાસ થયો છે.
જિલ્લામાં થયેલા આ ફેરફારો આવનારી ચૂંટણી માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે, કારણ કે મતદાર સંખ્યામાં થયેલો ઘટાડો રાજકીય સમીકરણો પર સીધી અસર કરી શકે છે. હવે તમામ રાજકીય પક્ષો અને મતદારોની નજર આગામી ચૂંટણી પ્રક્રિયા પર રહેશે.


આ પણ વાંચો:ગુજરાતમાં SIR બાદ અંતિમ મતદારયાદી જાહેર, 4.40 કરોડ મતદારો નોંધાયૉ

આ પણ વાંચો:SIRની ગુજરાતમાં 33 જિલ્લામાં 100% કામગીરી પૂર્ણ

આ પણ વાંચો:ચૂંટણી પંચની SIR ઝુંબેશમાં ગુજરાત અગ્રેસર: 27 જિલ્લામાં 100% ચકાસણી પૂર્ણ