Vadodara News:વડોદરામાં નેશનલ હાઇવે 48 પર ગોલ્ડન ચોકડીથી આજવા ચોકડી જતા રસ્તા પર એક ભયાનક માર્ગ અકસ્માત (Accident) સર્જાયો છે.જેમાં મહાવીર નામના યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજયું છે. તેની સાથે રહેલા તેના મિત્ર યુવરાજ ઠાકોરને ગંભીર ઇજા પહોંચી છે. આ અકસ્માતમાં એક્ટિવા ચલાવતો એક યુવાન ટ્રેલર સાથે અથડાયો હતો આ ટક્કર એટલી ગંભીર હતી કે મહાવીરનું ત્યાં જ મૃત્યુ થઈ ગયું હતું.

અકસ્માતમાં (Accident) એક્ટિવા ચાલકનું મોત
ઘાયલ યુવરાજને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો,જ્યાં તેની સારવાર ચાલી રહી છે.ઘાયલ યુવાનના પરિવાર અનુસાર, મહાવીર સવારે પોતાના મિત્ર સાથે ક્યાંક બહાર જઈ રહ્યો હતો. અકસ્માતની (Accident) જાણ થતાં હરણી પોલીસની એક ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાર બાદ મૃતક મહાવીર વિરપરાના મૃતદેહને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

આ અકસ્માતને કારણે રસ્તા પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. યુવાનનો મૃતદેહ રસ્તા પર લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો.જાણકારી અનુસાર યુવરાજ ઠાકોર હાલ તેની 10મા ધોરણની રિપીટ એક્ષામ આપવાનો છે.હાલમાં, હરણી પોલીસ અને ટ્રાફિક પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને વધુ તપાસ કરી રહી છે.મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.
