Ahmedabad News/ સાબરમતી રિવરફ્રન્ટ બન્યો ‘સફેદ હાથી’? 2378 કરોડ ખર્ચ સામે માત્ર 131 કરોડની આવક

અમદાવાદના વિકાસનું પ્રતિક ગણાતો સાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati Riverfront) પ્રોજેક્ટ હવે અમદાવાદ મહાનગરપાલિકા માટે આર્થિક બોજ બનતો જણાઈ રહ્યો છે. કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ પ્રોજેક્ટમાંથી આવક ખૂબ જ ઓછી હોવાના આંકડા સામે આવ્યા છે, જેને લઈને ગુજરાત મોડલના દાવાઓ પર પ્રશ્નચિહ્ન ઉભું થયું છે.

Top Stories Ahmedabad Gujarat
Riverfront controversy,

Sabarmati Riverfront: અમદાવાદમાં વિકાસના પ્રતિક તરીકે ઓળખાતો સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હવે અમદાવાદ મહાનગરપાલિકા માટે આર્થિક બોજ બની રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. કરોડો રૂપિયાનું રોકાણ કર્યા બાદ પણ પ્રોજેક્ટમાંથી આવક ખૂબ જ ઓછી હોવાના આંકડા સામે આવ્યા છે, જેના કારણે વિકાસ મોડલ પર ચર્ચા શરૂ થઈ છે.

વર્લ્ડક્લાસ પ્રોજેક્ટ ફેલ ગયો

સાબરમતી રિવરફ્રન્ટને અમદાવાદની ઓળખ માનવામાં આવે છે. અહીં આંતરરાષ્ટ્રીય સ્તરના વિવિધ પ્રોજેક્ટો અમલમાં મૂકવામાં આવ્યા હતા અને એક સમયે તો એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે રિવરફ્રન્ટના વિકાસ બાદ અમદાવાદ ‘સિંગાપુર’ જેવી ઓળખ મેળવશે. પરંતુ હાલ સ્થિતિ એવી છે કે આ પ્રોજેક્ટ તંત્ર માટે ‘સફેદ હાથી’ સમાન બની ગયો છે.

sabarmati-riverfront
sabarmati-riverfront

રિવરફ્રન્ટથી કુલ આવક માત્ર 131 કરોડ

મ્યુનિસિપલ બોર્ડ બેઠકમાં રજૂ થયેલા આંકડા અનુસાર, રિવરફ્રન્ટથી કુલ આવક માત્ર 131 કરોડ રૂપિયા સુધી પહોંચી છે, જ્યારે પ્રોજેક્ટ માટે લેવામાં આવેલી લોન 2081 કરોડ રૂપિયાની છે. આ આંકડા વિપક્ષે ગૃહમાં ઉઠાવ્યા બાદ રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો હતો.

રિવરફ્રન્ટ (Sabarmati Riverfront) પર ફ્લાવર પાર્ક, અટલ બ્રિજ, ગાર્શન, ગ્લાસ બ્રિજ જેવા અનેક આકર્ષણો વિકસાવવા માટે અત્યાર સુધીમાં અંદાજે 2378 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. એટલું જ નહીં, સુરક્ષા માટે તૈનાત બાઉન્સરો પાછળ છેલ્લા 12 વર્ષમાં લગભગ 71 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાનું પણ સામે આવ્યું છે.

sabarmati-riverfront-project
sabarmati-riverfront-project

પ્લોટ પણ રિવરફ્રન્ટ (Sabarmati Riverfront) પર વેચાયા વગરના

રિવરફ્રન્ટ (Sabarmati Riverfront) પર પ્લોટ વેચાણની સ્થિતિ પણ સંતોષકારક નથી. સાત પ્લોટની હરાજી કરવામાં આવી હતી, પરંતુ માત્ર એક જ પ્લોટ માટે ડેવલપમેન્ટ રાઇટ્સ સાથે બિડ મળી. વલ્લભસદન અને લેમન ટ્રી પાછળ આવેલા પ્લોટ માટે બેઝ પ્રાઈસ પ્રતિ ચોરસ મીટર 23,676 રૂપિયા રાખવામાં આવ્યો હતો, પરંતુ પ્રતિસાદ ખૂબ જ મર્યાદિત રહ્યો.
આ તમામ આંકડા દર્શાવે છે કે, કરોડોના ખર્ચ છતાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટથી પાલિકાને આર્થિક રીતે અપેક્ષિત લાભ મળ્યો નથી. વિકાસના મોટા દાવાઓ વચ્ચે હકીકત કાગળ પર જ સીમિત રહી ગઈ હોવાની ચર્ચા ફરી એક વખત તેજ બની છે.


આ પણ વાંચો: AI સમિટ 2026માં કોંગ્રેસ કાર્યકરોનો વિરોધ, મોદી-ટ્રમ્પ ફોટાવાળી ટી-શર્ટ સાથે નારા

આ પણ વાંચો:ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓમાં ભરતી નિયમોમાં ફેરફાર, ફિક્સ પગાર પરની સેવા હવે અનુભવ પર માન્ય ગણાશે

આ પણ વાંચો:ગુજરાતનો સૌથી મોટો ટેક પ્રોજેક્ટ! ધોલેરામાં ₹25,000 કરોડના ખર્ચે સ્થપાશે દેશનું સૌથી મોટું ‘ગ્રીન AI ડેટા સેન્ટર’