Entertainment News: ચાર દાયકાઓથી ઇન્ડિયન સિનેમાના ફેન્સ જે સપનુ જોઇ રહ્યા હતા એ આખરે સાચું પડ્યું! રજનીકાંત અને કમલ હાસન (Rajinikanth and Kamal Haasan) ફરીથી એક વાર સાથે રુપેરી પડદે દેખાવાના છે. નેલ્સન દિલીપકુમારના ડિરેક્શન અને અનિરુદ્ધના મ્યૂઝીક સાથે આ રીયૂનિયન કેવળ એક ફિલ્મ નહિં પણ ઐતિહાસિક ક્ષણ ગણાઇ રહી છે. ફિલ્મ નો ફર્સ્ટ લુક વીડિયો જાઇને ફેન્સ ઝૂમી ઉઠ્યાં છે!
ફિલ્મ KHxRK ના ફર્સ્ટ લુક વીડિયોમાં એકસાથે
હિન્દી સિનેમાની વાત કરીએ તો ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બે સુપરસ્ટાર્સે છેલ્લી વાર એક સાથે બોલીવુડ ફિલ્મ (Bollywood Film) ‘ગિરફ્તાર’માં વર્ષ 1985 માં કામ કર્યુ હતુ. જો કે આ મૂવીમાં એક પણ સીનમાં આ બંને દિગ્ગજો એકસાથે દેખાયા નહતા.
ઘણા સમયથી એવી ચર્ચાઓ ચાલી જ રહી હતી કે, રજનીકાંત અને કમલ હાસન એક ગ્રાન્ડ પ્રોજેક્ટ પર કામ કરવાના છે. રિપોર્ટ્સમાં એવું પણ કહેવાતું હતુ કે આ પ્રોજેક્ટને કમલ હાસન પ્રોડ્યૂસ કરશે. પણ હવે એક કૂલ વીડિયો રિલીઝ થયો છે જેમાં ફિલ્મ KHxRK Reunion એનાઉન્સ કરવામાં આવ્યું છે.

કેમ અલગ થયા હતા રજની-કમલ?
તમિલ સિનેમા (Tamil Cinema)ના આ બંને સુપરસ્ટાર્સને એક જ ફિલ્મ નિર્માતા કે. બાલાચંદ્ર એ (K. Balachandra) ગ્રૂમ કર્યા હતા. તમિલથી લઇને હિન્દી સિનેમા બોલીવુડ સુધી લગભગ 20 ફિલ્મોમાં એમણે સાથે કામ કર્યુ છે. પણ એક દિવસ અચાનક બંનેએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેર કર્યુ હતુ કે, હવે એ એકસાથે કામ નહિં કરે!!
આમ છતાં પણ રજની અને કમલની દોસ્તી અતૂટ રહી છે. એમણે પ્રતિસ્પર્ધી હોવા છતાં પણ ક્યારેય એકબીજા સામે બિનજરુરી કોમેન્ટ ક્યારેય નથી કરી…વર્ષ 2012 માં એક ઇન્ટરવ્યૂ સમયે કમલ હાસને આ અલગ થવાના નિર્ણય વિશે જણાવતા કહેલું કે, એનો અને રજનીનો સાથે કામ ન કરવાનો નિર્ણય એક પ્રેક્ટિકલ ચોઇસ હતી કારણ કે, ફિલ્મ મેકર્સને એક જ પ્રોજેક્ટમાં એ બંનેને તગડી ફી આપવી ભારે પડતી હતી!!
સાથે કામ કરવાના કારણે બંનેને પોતાની વેલ્યૂથી ઓછી ફી લેવી પડતી હતી અને ફિલ્મ મેકર્સ (Film makers)પણ સફળતાની ક્રેડિટ આપવામાં મૂંઝવણમાં રહેતા હતા. પરંતુ જ્યારે બંનેએ તદ્દન અલગ થઇને કામ કર્યુ તો બંનેની અંગત રીતે માર્કેટ વેલ્યૂ વધી અને એ ડિઝર્વ કરતા હતા એ ક્રેડિટ પણ મળી હતી.

KHxRK મૂવી ત્રણ ભાષામાં રિલીઝ થશે
આ ફિલ્મનું ડિરેક્શન ‘જેલર‘ મૂવી (Jailer Movie) ફેઇમ ડિરેક્ટર નેલ્સન દિલીપકુમાર કરી રહ્યા છે. કમલ હાસન અને રજનીકાંતની ઢાંસુ એક્ટિંગના રસથાળ સમી આ ફિલ્મ તમિલ, તેલુગુ અને હિન્દી (Tamil, Telugu and Hindi) એમ 3 ભાષામાં રિલીઝ થશે.
રજનીકાંત અને કમલ હસન 47 વર્ષો પછી એક નવી ફિલ્મમાં સાથે કામ કરી રહ્યાં છે. ફિલ્મ મેકર દ્વારા શુક્રવારે આ સમાચારની સત્તાવાર ઘોષણા કરવામાં આવી હતીય આ ઉપરાંત, આ ફિલ્મનો પ્રથમ પ્રોમો વીડિયો પણ આજે 21 ફેબ્રુઆરીએ બપોરે 12:07 મિનિટે રિલીઝ કરવામાં આવ્યો છે.
આ ઘોષણા પહેલા જ એક વિશેષ પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું હતુ જેને ફિલ્મના મ્યૂઝીક કમ્પોઝર અનિરુદ્ધ રવિચંદ્ર દ્વારા શેર કરવામાં આવ્યું હતુ. આ પોસ્ટરમાં આ બંને દિગ્ગજ કલાકારોના ચહેરા તો નથી દેખાઇ રહ્યાં પરંતુ, બે લોકોના હાથ નજરે ચડી રહ્યાં છે. બંનેએ ફૂલ સ્લીવની લેધર જેકેટ પહેરેલી છે અને એકના હાથમાં ગોલ્ડ વૉચ છે જ્યારે બીજા હાથમાં વીંટી દેખાઇ રહી છે. આ સમગ્ર લુક ઘણો સ્ટાઇલીશ અને રેટ્રો ફીલ કરાવનારો જણાય છે.
.
પોસ્ટર સાથે કૅપ્શન પણ છે, ‘કૂલ રેટ્રો સ્વેગ’…
રજનીકાંત અને કમલ હસન બંનો દિગ્ગજ એક્ટર્સ છેલ્લે વર્ષ 1979ની ફેન્ટસી ફિલ્મ ‘અલાઉદ્દીન અદ્ભૂથા વિલક્કુમ’ માં સાથે નજર આવ્યા હતા… આ અગાઉ બંનેએ ઘણી યાદગાર ફિલ્મોમાં કામ કરેલું છે જેમાં ‘અપૂર્વ રાગંગલ’, ‘મૂંદ્રુ મુદિચૂ’ અને ‘પથિનારુ વયથિનિલે’…
હવે આટલા બધા વર્ષો બાદ આ બંને ઢાંસુ કલાકારોના ફેન્સ એમને જોવા માટે આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. આ સમાચાર એમના ચાહકો માટે કોઇ સેલિબ્રેશનથી ઓછા નથી!!
આ ફિલ્મનું મ્યુઝીક અનિરુદ્ધ રવિચંદ્ર (Aniruddha Ravichandra) આપશે જેથી ફેન્સની એક્સાઇટમેન્ટ ઓર વધી ગઇ છે.
હવે અડધી સદી પછી સ્ક્રિન શેર કરી રહેલા આ દિગ્ગજ અભિનેતા KHxRK માં નજરે પડી રહ્યાં છે એ આનંદની વાત છે…અને હવે જોવાનું એ રહેશે કે આ ફિલ્મ કેટલી મોટી બ્લોકબસ્ટર સાબિત થશે?
આ પણ વાંચો: બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને મોટી રાહત, 150 કરોડના બિટકોઈન કૌભાંડ કેસમાં મળ્યા જામીન
આ પણ વાંચો: 39 વર્ષથી ક્યાં અને કેવી હાલતમાં છે ‘રામાયણ’ના જાંબુવાન? સ્વયં પ્રેમાનંદજી મહારાજ પણ એમના ‘મુરીદ’ થઇ ગયા..!!
આ પણ વાંચો: બોલીવુડને સ્ટોરી ટેલિંગ આપનાર માસ્ટરમાઈન્ડ, જેમણે સિનેમાનો સ્વરૂપ બદલી નાખ્યો
