Vadodara News/ વડોદરા-હાલોલ હાઈવે અકસ્માતથી બન્યો રક્તરંજિત, અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા યુવકનું અરેરાટીભર્યુ મોત

વડોદરા હાઈવે પર સર્જાયેલા અકસ્માતમાં એક યુવાનનું કમકમાટીભર્યુ મોત થયું છે અને અન્ય એકને નાની મોટી ઇજા પહોંચી છે. પોલીસના માનવા મુજબ અજાણ્યા કારચાલકે યુવકના બાઇકને ટક્કર મારી હતી. સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.

Top Stories Gujarat Vadodara Breaking News
વડોદરા હાઇવે પર Accidentમાં યુવકનું કમકમાટીભર્યુ મોત

Vadodara News: ગુજરાતમાં અકસ્માતોની વણથંભી પરંપરા જાણે ચાલુ જ રહી છે. અકસ્માતો જાણે હવે દૈનિક જીવનનો હિસ્સો બની ગયા છે. વડોદરા-હાલોલ હાઇવે પર રવિવારે રાત્રે બે વાગે થયેલા અકસ્માત (Accident) માં બેફામ વાહન ચલાવતા ચલાવનારા બાઇક ચાલકને ઉડાવતા તેનું ઘટનાસ્થળે જ મોત થયુ હતુ. બીજી બાજુએ તેની જોડે સવાર યુવકનો સામાન્ય ઇજા(Injuries) ઓ સાથે આબાદ બચાવ થયો છે. મૃતક યુવકને લઈને ઇજાઓ એટલી ગંભીર હતી કે રસ્તો રક્તરંજિત થઈ ગયો હતો.

અકસ્માત(Accident)ના પગલે યુવક હાઈવે પર ફંગોળાતા ગંભીર ઇજાથી મોત

જરોદ પોલીસ (Jarod Police) નું માનવું છે કે આ મોટરસાઇકલને અજાણ્યા કારચાલકે જોરદાર ટક્કર મારી હોવાની પ્રબળ સંભાવના છે. અકસ્માત (Accident) એટલો ભયાનક હતો કે બાઇક ચાલક અકસ્માતના પગલે સીધો રોડ પર ફંગોળાયો હતો. તેના કારણે તેને માથા અને શરીર પર ગંભીર ઇજા પહોંચી હતી. યુવકને થયેલી ગંભીર ઇજાના લીધે ઘટનાસ્થળે જ લોહીના ફુવારા (Bloodshed) ઉડયા હતા અને હાઇવે જાણે રક્તરંજિત થઈ ગયો હતો. ગંભીર ઇજાઓના લીધે યુવકનું ઘટનાસ્થળે જ નિધન થયું હતું.

વડોદરા હાઇવે પર Accidentમાં યુવકનું કમકમાટીભર્યુ મોત
વડોદરા હાઇવે પર Accidentમાં યુવકનું કમકમાટીભર્યુ મોત

યુવકની જોડે બેઠેલાનો આબાદ બચાવ

યુવકની જોડે જ બેઠેલી અન્ય વ્યક્તિને સદનસીબે નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ (Sayaji Hospital) ખસેડવામાં આવ્યો છે. પોલીસે મૃતક યુવકનું ઘટનાસ્થળે પંચનામુ કરીને તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ (Post mortem) માટે મોકલી આપ્યો છે. પોસ્ટમોર્ટમ પછી તેનો મૃતદેહ સગાસંબંધીઓને મોકલી આપવામાં આવશે. મૃતક યુવક નજીકના જ ગામનો રહેવાસી હોવાનું પોલીસ માની રહી છે.

જરોદ પોલીસની સીસીટીવી ફૂટે ચકાસશે

આ અકસ્માતની જાણ થતાં જરોદ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે સીસીટીવી (CCTV) ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે હવે ટક્કર મારીને ફરાર થયેલા વાહનચાલકની શોધખોળ આદરી છે. પોલીસને વિશ્વાસ છે કે સીસીટીવી (CCTV) ફૂટેજના આધારે આ રીતે બેફામ ટક્કર મારીને જનારા વાહનચાલકને તે શોધી કાઢશે. પોલીસે આના પગલે દરેક ચેકનાકાને પણ સાવધાન કર્યા છે. આ સિવાય આ સમયગાળા દરમિયાન તે વિસ્તારમાંથી પસાર થયેલા દરેક મોટા વાહનોના સીસીટીવી ફૂટેજનો પણ પોલીસ અભ્યાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં જ વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં શુક્રવાર, 22 ફેબ્રુઆરીએ એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. તરસાલી બળીયાદેવ મંદિર નજીક પૂરપાટ દોડતા ડમ્પરે પાછળથી ટક્કર મારતા એક્ટિવા સવાર યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતું. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી છે.

વડોદરા હાઇવે પર Accidentમાં યુવકનું કમકમાટીભર્યુ મોત
વડોદરા હાઇવે પર Accidentમાં યુવકનું કમકમાટીભર્યુ મોત

અકસ્માત કેવી રીતે સર્જાયો?

મળતી માહિતી મુજબ, એક યુવક પોતાની એક્ટિવા પર તરસાલી માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો. એટલામાં પાછળથી જોરદાર ઝડપે આવી રહેલા ડમ્પરચાલકે એક્ટિવા સવારને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે યુવક સીધો ડમ્પરના આગળના ટાયર નીચે આવી ગયો.

સ્થળ પર ભય અને રોષ
અકસ્માત બાદ આસપાસના લોકો અને રાહદારીઓની ભારે ભીડ એકત્ર થઈ ગઈ. સ્થાનિક રહેવાસીઓએ બેફામ દોડતા ભારે વાહનો સામે રોષ વ્યક્ત કર્યો હતો.

પોલીસની કાર્યવાહી
અકસ્માતની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો.પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. ડમ્પરચાલક અકસ્માત બાદ ભાગવા પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ તેની ઓળખ મેળવી પોલીસે આરોપી ડ્રાઇવર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

તેના અગાઉના દિવસે જ વડોદરામાં નેશનલ હાઇવે 48 પર ગોલ્ડન ચોકડીથી આજવા ચોકડી જતા રસ્તા પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે.જેમાં મહાવીર નામના યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજયું છે. તેની સાથે રહેલા તેના મિત્ર યુવરાજ ઠાકોરને ગંભીર ઇજા પહોંચી છે. આ અકસ્માતમાં એક્ટિવા ચલાવતો એક યુવાન ટ્રેલર સાથે અથડાયો હતો આ ટક્કર એટલી ગંભીર હતી કે મહાવીરનું ત્યાં જ મૃત્યુ થઈ ગયું હતું.

ઘાયલ યુવરાજને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો,જ્યાં તેની સારવાર ચાલી રહી છે.ઘાયલ યુવાનના પરિવાર અનુસાર, મહાવીર સવારે પોતાના મિત્ર સાથે ક્યાંક બહાર જઈ રહ્યો હતો. અકસ્માતની જાણ થતાં હરણી પોલીસની એક ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાર બાદ મૃતક મહાવીર વિરપરાના મૃતદેહને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

આ અકસ્માતને કારણે રસ્તા પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. યુવાનનો મૃતદેહ રસ્તા પર લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો.જાણકારી અનુસાર યુવરાજ ઠાકોર હાલ તેની 10મા ધોરણની રિપીટ એક્ષામ આપવાનો છે.હાલમાં, હરણી પોલીસ અને ટ્રાફિક પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને વધુ તપાસ કરી રહી છે.મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.


આ પણ વાંચો: તરસાલીમાં ડમ્પરની બેફામ ઝડપે લીધો એક્ટિવા સવાર યુવકનો જીવ

આ પણ વાંચો: વડોદરા અકસ્માત : રક્ષિત ચૌરસિયાએ ગાંજો પી અકસ્માત સર્જયો હોવાનો ઘટસ્ફોટ, 8 લોકોને અડફેટે લેતા 1 નું મોત થયું હતું

આ પણ વાંચો: વડોદરાના NH-48 પર ગમખ્વાર અકસ્માત, ગોલ્ડન ચોકડી નજીક ટ્રેલર સાથે અથડાતા યુવકનું મોત