Ajab Gajab News/ ભારતમાં આ સ્થળોએ હોળી બિલકુલ નથી મનાવાતી! અજબ-ગજબ છે અહિંની માન્યતાઓ..!

Holi Festival (હોળીનો તહેવાર) ભારતના ખૂણે-ખૂણે અને દુનિયાના અનેક ભાગોમાં મનાવવામાં આવે છે. પણ અમુક ગામ એવા છે જ્યાં વર્ષોથી હોળી નથી મનાવાતી…

Ajab Gajab News Trending
Holi Festival, હોળીનો તહેવાર, ધૂળેટી, ભારત

Ajab Gajab News: હોળીના પાવન તહેવાર (Holi Festival)ને પ્રતિ વર્ષ ફાગણ માસની પૂર્ણિમા તિથિેએ મનાવવામાં આવે છે. આ વર્ષે હોળી 3 માર્ચ અને રંગભરી હોળી અર્થાત્ ધૂળેટીનો તહેવાર 4 માર્ચના રોજ મનાવવામાં આવશે. ભારતના ખૂણે-ખૂણે અને દુનિયાના અનેક ભાગોમાં પણ આ રંગોત્સવને મનાવવામાં આવે છે.

હોળીનો તહેવાર ન મનાવતા ગામો (Villages that do not celebrate Holi festival)

જો કે, તમને એ જાણીને નવાઈ લાગશે કે ભારત (India)ની જ અમુક જગ્યાઓ એવી છે જ્યાં હોળીનો તહેવાર મનાવવાની સદંતર મનાઇ છે. આવું કરવા પાછળ અજબ-ગજબની માન્યતાઓ (Beliefs) પણ જાણવા મળી છે જે અહિં અમે તમારી સાથે શેર કરીશું…

Holi Festival, હોળીનો તહેવાર, ધૂળેટી, ભારત

હરિયાણાનું દુસેરપુર

હરિયાણાના દુસેરપુર ગામ (Dussehrapur, Haryana)માં છેલ્લા 300 વર્ષોથી હોળીનો તહેવાર મનાવવામાં આવ્યો નથી. સ્થાનિક માન્યતાઓ અનુસાર, એક વાર દુસેરપુર ગામના લોકોએ એક સાધુનું અપમાન કર્યુ હતુ. ત્યારબાદ, સાધુએ દુસેરપુર ગામના લોકોને હોળી ન મનાવવાનો શ્રાપ આપ્યો હતો. ત્યારથી આ ગામના લોકો હોળીનો તહેવાર ઉજવતા નથી.

Holi Festival, હોળીનો તહેવાર, ધૂળેટી, ભારત

ઉત્તરાખંડના ખુરજાન અને ક્વિલી ગામ

ઉત્તરાખંડના બે ગામ ખુરજાન અને ક્વિલી (Khurjan and Quili, Uttarakhand) એવા છે જેમણે 150 વર્ષોથી હોળી નથી મનાવી! અહિંના લોકોની એવી ધાર્મિક માન્યતા છે કે, આ બંને ગામોની કુળદેવી ત્રિપુર સુંદરીને ઘોંઘાટ પસંદ નથી. આથી જો એ લોકો હોળીનો તહેવાર ઉજવશે તો દેવી રિસાઇ જશે અને ક્રોધિત થઇ જશે આથી ગામ પર વિપત્તિ આવશે. આથી જ આ બંને ગામોમાં હોળી મનાવવામાં આવતી નથી.

Holi Festival, હોળીનો તહેવાર, ધૂળેટી, ભારત

ઝારખંડનું દુર્ગાપુર

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, હોળીના દિવસે ઝારખંડના દુર્ગાપુર (Durgapur, Jharkhand)ના રાજા દુર્ગા પ્રસાદની હત્યા રામગઢના રાજા દ્વારા કરવામાં આવી હતી આથી તે સમયથી આ તહેવારને લોકો નથી ઉજવી રહ્યાં!

જો કે, રાજાના મૃત્યુના 100 વર્ષ બાદ, કેટલાક વિચરતી જાતિનો મલ્હારો દ્વારા અહિં હોળીનો ઉત્સવ મનાવાયો હતો પરંતુ એ જ દિવસે બે લોકોનું મૃત્યુ નીપજ્યું હતુ અને ગામમાં મહામારી (Epidemic) ફેલાઇ ગઇ હતી. મલ્હારો દ્વારા મનાવાયેલા હોળીના ઉત્સવને ગામલોકોને એનું કારણ માન્યું હતુ અને એ પછી આજ દિવસ સુધી અહીંના લોકો ક્યારેય હોળી મનાવતા નથી! ગામલોકોની ત્યાં સુધીની દ્રઢ માન્યતા છે કે, હોળીના દિવસે આ ગામના લોકો કોઈ અન્ય સ્થળે હોય તો પણ લોકો એમના પર રંગ લગાવવાનું ટાળે છે!

Holi Festival, હોળીનો તહેવાર, ધૂળેટી, ભારત

ગુજરાતનું રામસણ

ગુજરાતના બનાસકાંઠાના રામસણ (Ramsan, Banaskantha,Gujarat) ગામમાં 200 વર્ષોથી હોળીનો તહેવાર મનાવવામાં આવતો નથી. એવી માન્યતા છે કે બે શતક અગાઉ હોલિકાદહનના દિવસે આખા ગામમાં આગ લાગી હતી અને એ ફેલાવાથી કેટલાય ઘર બળીને રાખ થઇ ગયેલા! ત્યારથી અહિંના લોકોએ હોળીના તહેવારને મનાવવાનો બંધ કરી દીધો છે અને આજે પણ અહિંના લોકો હોળી નથી મનાવતા!

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: રડવાના અને ઊંઘવાના પણ મળે છે લાખો રૂપિયા! દુનિયાની આ 5 અજીબોગરીબ નોકરીઓ વિશે જાણીને તમારું માથું ભમી જશે

આ પણ વાંચો: શું છે ‘સૌરી’ પ્રથા? જ્યાં 9 દિવસ સુધી માતા અને બાળકને કોઈ મળી શકતું નથી, જાણો આ અનોખી પરંપરા પાછળનું સાચું કારણ

આ પણ વાંચો: ક્યાંક કમર જોઈને મળે છે નોકરી, તો ક્યાંક એક્સ્ટ્રા કામ કરવું છે ગુનો! જાણો દુનિયાના અજીબોગરીબ જોબ રૂલ્સ